વિચારીને દુઃખ થાય છે કે મને ક્યારેય કોઈ છોકરીએ લગ્ન માટે પ્રપોઝ નથી કર્યુ: સલમાન ખાન
અભિનેતા સલમાન ખાને હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમને આજ સુધી ક્યારેય કોઈ મહિલાએ લગ્નનો પ્રસ્તાવ નથી આપ્યો.
અભિનેતા સલમાન ખાને હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમને આજ સુધી ક્યારેય કોઈ મહિલાએ લગ્નનો પ્રસ્તાવ નથી આપ્યો. તમને જણાવી દઈએ કે 53ની ઉંમર સુધી લગ્ન ન કરવા માટે ચર્ચિત સલમાન આ પહેલા પોતાના વર્જિન હોવાનો દાવો પણ કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આવેલી સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ને લોકો પાસેથી મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. વિશ્વભરમાં ફિલ્મે 300 કરોડની કમાણી કરી. સલમાન જલ્દી ફિલ્મ દબંગ 3માં જોવા મળશે.

‘મને ક્યારેય કોઈ મહિલાએ પ્રપોઝ નથી કર્યુ'
મેગેઝીન ફિલ્મફેર સાથે વાતચીતમાં સલમાન ખાને કહ્યુ કે તેમની ફિલ્મ ભારતમાં કેટરીના કૈફે તેમને પ્રપોઝ કર્યુ છે પરંતુ અસલ જિંદગીમાં ક્યારેય આવુ નથી થયુ અને ક્યારકેય કોઈ મહિલાએ તેમને પ્રપોઝ નથી કર્યુ. તેમણે કહ્યુ કે આવુ એટલા માટે કારણકે હું કેન્ડલ લાઈટ ડિનર નથી કરતો, કેન્ડલ લાઈટમાં મને જમવાનુ દેખાતુ નથી. પરંતુ મને એ વાતનુ દુઃખ છે કે મને ક્યારેય કોઈએ પ્રપોઝ નથી કર્યુ.

લાંબા સમયથી આમને ડેટ કરી રહ્યા છે સલમાન
તમને જણાવી દઈએ કે સલમાન ખાન અમુક સમયથી સિંગર સૂલિયા વંતૂરને ડેટ કરી રહ્યા છે અને બંને ઘણીવાર પબ્લિકમાં એકસાથે જોવા મળે છે. આ પહેલા તે કથિત રીતે કેટરીના કૈફ સાથે રિલેશનમાં હતા. આ ઉપરાંત ઘણા વર્ષ પહેલા સલમાનની અભિનેત્રી સંગીતા બિજલાની સાથે સગાઈ તૂટી ચૂકી છે. આ ઉપરાંત તેમણે ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યુ કે ફિલ્મ ભારત માટે કેટરીના તેમની પહેલી પસંદ હતી.

ભારતની શૂટિંગના 5 દિવસ પહેલા પાછળ હટી પ્રિયંકાએ
સલમાને કહ્યુ કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જાફરી અને કો પ્રોડ્યુસર અને સલમાનની બહેન અલવીરા અગ્નિહોત્રીને ફિલ્મમાં કામ માટે વાત કરી. પરંતુ શૂટિંગ શરૂ થવાના 5 દિવસ પહેલા પ્રિયંકા પાછળ હટી ગઈ કારણકે તેને અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા હતા. સલમાને જણાવ્યુ કે પ્રિયંકા મારા ઘરે આવી અને બોલી કે તે લગ્ન કરી રહી છે, મે કહ્યુ ફિલ્મ માટે ઉકેલ 3-4 દિવસ એડજસ્ટ કરી લઈશુ. પછી તેમણે કહ્યુ કે તેમણે કપડા પણ બનાવવાના છે. મે કહ્યુ કે એ તો બધુ તો ડિઝાઈનર જોઈ લેશે તો પ્રિયંકાએ કહ્યુ કે અસલમાં તેમને તારીખ પણ નથી ખબર. અંતમાં તેને જે જોઈતુ હતુ તે મળ્યુ અને કેટરીના જે જોઈતુ હતુ તે તેને મળ્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
