Pics : ઐશની ક્લોન સ્નેહા પર ફરી સ્નેહ વરસાવશે સલમાન
મુંબઈ, 1 ફેબ્રુઆરી : તાજેતરમાં જ ચર્ચાઓ ચાલી છે કે ફરી એક વાર બૉલીવુડના મિસ્ટર દબંગ સલમાન ખાન સાઉથની હીરોઇન તેમજ ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ સ્નેહા ઉલ્લાલને રિલૉન્ચ કરવાનાં છે. કહે છે કે સલ્લુ મિયા પોતાની હોમ પ્રોડક્શન મૂવીમાં સ્નેહાને ફરી એક વાર તક આપી શકે છે.
તાજેતરમાં જ સેલિબ્રિટી ક્રિકેટ લીગ એટલે કે સીસીએલ દરમિયાન સ્નેહા સલમાન ખાન અને તેમની ટીમ સાથે વાતચીત કરતાં દેખાયા હતાં. એટલું જ નહીં સલમાને સ્નેહાને ગળે સુદ્ધા લગાડ્યા હતાં. સલમાન-સ્નેહા વચ્ચેની નિકટતાઓના પગલે ચર્ચાઓ ગરમ છે કે સલમાન ખાન સ્નેહાને ફરી વાર તક આપી શકે છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે સ્નેહા ઉલ્લાલ કમબૅક કરશે ટૉલીવુડની ફિલ્મ સાથે, પણ હવે સલમાન-સ્નેહાની નિકટતાઓ જોઈ લાગે છે કે સ્નેહા સલમાનની ફિલ્મ સાથે બૉલીવુડમાં ફરી કિસ્મત અજમાવશે.
ચાલો આપને બતાવીએ સલમાન-સ્નેહાની નિકટતાની તસવીરો :

સીસીએલમાં સલમાન-સ્નેહા
તાજેતરમાં યોજાયેલી સીસીએલ દરમિયાન સલમાન ખાન અને સ્નેહા ઉલ્લાલ ખૂબ નિકટ જણાયા હતાં.

ભેંટી પડ્યાં સલમાન
સીસીએલ દરમિયાન સલમાન ખાન રીતસરના સ્નેહા ઉલ્લાલને ભેંટી પડ્યા હતાં.

ચર્ચાઓ ગરમ
સીસીએલ દરમિયાન સલમાન-સ્નેહાની નિકટતાઓની આ તસવીરો જોઈ બૉલીવુડમાં ચર્ચા ગરમ છે કે સલમાન સ્નેહાને રિલૉન્ચ કરી શકે છે.

લકી
સલમાન ખાને જ સ્નેહા ઉલ્લાલને પોતાની ફિલ્મ લકી દ્વારા બૉલીવુડમાં એંટર કરાવી હતી. જોકે ફિલ્મ સફળ નહોતી રહી.

ઐશના ક્લોન
કહે છે કે ઐશ્વર્યા રાય સાથે સંબંધ તુટ્યા બાદ સલમાન ખાનને સ્નેહા ઉલ્લાલમાં ઐશ નજરે પડ્યા હતાં, કારણ કે સ્નેહાનો ચહેરો ઐશ સાથે ખૂબ જ મળતો આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
