Exclusive : સલમાને વખાણ કરતાં ઐશે કહ્યું થૅંક્સ
મુંબઈ, 8 ઑક્ટોબર : સલમાન અને ઐશનો પ્રેમ આજે પણ લોકોના દિલોમાં જીવે છે. એટલુ જ નહીં, સલમાન અને ઐશ પોતે પણ પોતાના તે સંબંધને યાદ કરે છે અને ક્યાંકને ક્યાંક દિલના કોઈક ખૂણામાં એક-બીજા માટે કેટલાંક સૉફ્ટ કૉર્નર પણ ધરાવે છે. એટલે જ તો બિગ બૉસ 7 શોના સ્પર્ધક શિલ્પા અગ્નિહોત્રીની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરી, તો ઐશે પણ પોતાના એક ઈવેંટ દરમિયાન સલમાનને થૅંક્સ કહી નાંખ્યું તેમનું નામ લેવા બદલ તથા તેમના સૌંદર્યના વખાણ કરવા બદલ.
હવે આ ક્યારે અને કેવી રીતે થયું, તે જણાવીએ કે કઈ રીતે મીડિયાએ ઐશના મોઢે આંગળા નાંખી સલમાન ખાન માટે થૅંક્સ કહેડાવ્યું. હકીકતમાં સલમાન-ઐશ વચ્ચે થૅંક્સ આવ્યું ક્યાંથી? રવિવારના બિગ બૉસ 7ના એપિસોડ દરમિયાન ટેલીવિઝન અભિનેત્રી અને સ્પર્ધક શિલ્પા અગ્નિહોત્રીની ઐશ્વર્યા રાય સાથે સલમાને સરખામણી કરી. શિલ્પાએ શો દરમિયાન જણાવ્યું કે તેમને કિચનમાં કામ કરવાનો બહુ શોખ છે. તેથી તેમના મિત્રો તેમને સકુબાઈ કહી બોલાવે છે, પણ સલમાને જણાવ્યું કે શિલ્પા તો એકદમ ઐશ્વર્યા રાય જેમ દેખાય છે. તેથી શિલ્પના પતિ અપૂર્વા કે જેઓ પોતે પણ સ્પર્ધક છે, તેમણે જણાવ્યું - જોયું હું નહોતો કહેતો.
આ તો થઈ બિગ બૉસ 7ની વાર્તા, પરંતુ સોમવારે મીડિયાએ ઐશ્વર્યા રાય સમક્ષ આ મુદ્દો છંછેડી નાંખ્યો. એક ઈવેંટ દરમિયાન ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું કે ઐશ્વર્યા રાયનું નામ કાયમ સૌંદર્ય સાથે જોડવામાં આવે છે. જ્યારે આપની કોઈની સાથે સરખામણી થાય છે, તો કેવું લાગે છે? જવાબમાં ઐશ બોલ્યાં - આપ લોકો મને સવાલ કંઈક બીજો કરવા માંગો છો અને ફેરવી-ફેરવીને પૂછી રહ્યાં છે, પણ આમ છતાં થૅંક યૂ મારા સૌંદર્યના વખાણ કરવા બદલ. હવે ઐશનું આ થૅંક યૂ કોના માટે હતું, તે તો આપ પોતે જ અનુમાન કરો. સલમાન ખાન માટે કે પછી મીડિયા માટે.
આવો હાલ તો જોઇએ ઐશ-સલમાનની કેટલીક તસવીરો :

અને ઐશે કહેવું પડ્યું થૅંક્સ
એક ઈવેંટ દરમિયાન ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું કે ઐશ્વર્યા રાયનું નામ કાયમ સૌંદર્ય સાથે જોડવામાં આવે છે. જ્યારે આપની કોઈની સાથે સરખામણી થાય છે, તો કેવું લાગે છે? જવાબમાં ઐશ બોલ્યાં - આપ લોકો મને સવાલ કંઈક બીજો કરવા માંગો છો અને ફેરવી-ફેરવીને પૂછી રહ્યાં છે, પણ આમ છતાં થૅંક યૂ મારા સૌંદર્યના વખાણ કરવા બદલ. હવે ઐશનું આ થૅંક યૂ કોના માટે હતું, તે તો આપ પોતે જ અનુમાન કરો. સલમાન ખાન માટે કે પછી મીડિયા માટે. ઐશ-સલમાનની કેટલીક લીક્ડ તસવીરો જોવા આગળ ક્લિક કરો.

સલમાન સાથે એશ્વર્યા
એક ઇવેન્ટમાં સલમાન ખાન સાથે હાજર રહેલા એશ્વર્યા રાય.

એશ-સલમાનની અંગત તસવીર
મીડિયામાં લીક થયેલી સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનની અંગત તસવીર.

એશ-સલમાનના પ્રેમને રજૂ કરતી તસવીર
એક ફિલ્મના શૂટિંગ બાદ જઇ રહેલાં એશ્વર્યાને કાર સુધી મુકવા આવેલા સલમાન ખાન.

ખાટી-મીઠી નોકઝોક
આ તસવીરમાં એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન વચ્ચેની ખટ્ટી-મીઠી નોકજોક જોવા મળે છે.

એક ઇવેન્ટમાં સલમાન અને એશ્વર્યા
એક ઇવેન્ટમાં હાજર રહેલા સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન.

હળવી પળમાં સલમાન અને એશ્વર્યા
એક ફિલ્મની ઇવેન્ટ દરમિયાન હળવી પળોમાં જોવા મળી રહેલા સલમાન ખાન અને એશ્વર્યા રાય.

સલમાનના પરિવાર સાથે એશ્વર્યા
સલમાન ખાનના પરિવાર સાથેની એશ્વર્યા રાયની તસવીર.

એશને ચુંબન
આ તસવીરમાં સલમાન ખાન એશ્વર્યા રાયને ચુંબન કરતા જોવા મળે છે.

એશ-સલ્લુની મજાક મસ્તી
આ તસવીરમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય મજાક મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
