Pics : તૈયાર થઈ જાઓ, આવી રહ્યાં છે બબ્બે ‘પ્રેમ’!
મુંબઈ, 16 ઑગસ્ટ : લોકોનો ઇંતેજાર ખત્મ થવાની તૈયારીમાં છે, કારણ કે પૂરા 16 વરસ બાદ લોકોને સલમાન ખાન રૂપેરી પડદે જોડકાં દેખાશે અને એવું શક્ય બનશે સૂરજ બરજાત્યાના કારણે, કારણ કે તેમની આવનાર ફિલ્મ બડે ભૈયામાં દેખાશે જોડકાં સલમાન ખાન.
સૂરજ બરજાત્યાની ફિલ્મ બડે ભૈયા વર્ષ 2015માં રિલીઝ થશે. ફિલ્મમાં પહેલી વાર સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા દેખાશે. ફિલ્મને લઈને સલમાન ખાન ખૂબ જ ખુશ છે. તેમને ખુશી છે કે લાંબા સમય બાદ તેઓ રાજશ્રી પ્રોડક્શન હેઠળ બરજાત્યાની ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. સલમાન ખાન આ અગાઉ 16 વર્ષ પહેલાં ડેવિડ ધવનની જુડવા ફિલ્મમાં ડબલ રોલમાં હતાં. ફિલ્મમાં તેમની સાથે કરિશ્મા કપૂર અને રંભા હતાં. ફિલ્મ સુપરહિટ રહી હતી.
નોંધનીય છે કે સૂરજ બરજાત્યાએ સલમાન ખાન સાથે મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન તથા હમ સાથ સાથ હૈં જેવી સફળતમ્ ફિલ્મો આપી છે. બરજાત્યાએ જ સૌપ્રથમ 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી સાથે મૈંને પ્યાર કિયા રજૂ કરી હતી. આ ફિલ્મથી સલમાન સફળ એક્ટર તરીકે પ્રસ્થાપિત થયા હતાં. 1994માં સલમાન-બરાજાત્યાએ આ સફળતા માધુરી દીક્ષિત સાથે હમ આપકે હૈં કૌન દ્વારા દોહરાવી. જોકે તેમની ત્રીજી ફિલ્મ હમ સાથ સાથ હૈં એટલી સફળ ન થઈ શકી, પરંતુ સૂરજ બરજાત્યાને બડે ભૈયા ફિલ્મ પાસે ઘણી આશાઓ છે.

સલમાન-સૂરજ લકી
સલમાન ખાન અને સૂરજ બરજાત્યાની જોડીને લકી ગણવામાં આવે છે. રાજશ્રી પ્રોડક્શનની ઑફર મળતાં જ સલમાન ખાનને અચાનક પોતાનો પહેલો પ્રેમ યાદ આવ્યો અને તેઓ એના પ્રત્યે એટલા આકર્ષાયાં કે બૉલીવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરને જણાવી દીધું કે પ્લીઝ, પોસ્ટપોન્ડ ધ શૂટિંગ ઑફ નો એન્ટ્રી મેં એન્ટ્રી ફિલ્મ.

બાર વરસ બાદ
સલમાન ખાન અને રાજશ્રી પ્રોડક્શન બાર વરસ બાદ એક સાથે ફિલ્મ બડે ભૈયા લઈને આવી રહ્યાં છે. ફિલ્મમાં પ્રેમની પ્રેમિકા અનુષ્કા શર્મા બનશે. પ્રેમની પાછલી ત્રણ પ્રેમિકાઓ વિશે જાણવા સ્લાઇડર ફેરવો.

મૈંને પ્યાર કિયા
સલમાન ખાનના બૉલીવુડ કૅરિયરમાં રાજશ્રી પ્રોડક્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. સલમાનની પહેલી ફિલ્મ તો સદા સુહાગન હતી, પરંતુ સલમાનની પ્રથમ હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા હતી કે જે રાજશ્રી પ્રોડક્શન હેઠળ બની હતી. અહીંથી જ શરુઆત થઈ પ્રેમની સફરની અને પ્રેમના પ્રથમ પ્રેમિકા હતાં ભાગ્યશ્રી.

હમ આપકે હૈં કૌન
સલમાન-રાજશ્રી-સૂરજની ત્રિપુટીએ બીજી વાર હમ આપકે હૈં કૌનમાં કામ કર્યું અને આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. ફિલ્મમાં પ્રેમના પ્રેમિકા હતાં માધુરી દીક્ષિત.

હમ સાથ સાથ હૈં
હમ સાથ સાથ હૈં ફિલ્મ સલમાન-રાજશ્રીની છેલ્લી ફિલ્મ હતી. બાર વરસ અગાઉ આવેલી આ ફિલ્મ હિટ તો નહોતી રહી, પણ સારી એવી સફળ થઈ હતી. હવે બાર વરસ બાદ સલમાન પુનઃ રાજશ્રીની ફિલ્મ બડે ભૈયામાં આવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
