ચેતન ભગત લખી રહ્યાં છે સલમાનની કિકની સ્ક્રિપ્ટ
મુંબઈ, 27 ઑક્ટોબર : લાખો યુવાન ભારતીયોના દિલોમાં, પોતાની હૃદયસ્પર્શી નવલકથા વડે વસનાર લેખક ચેતન ભગત હવે સલમાન ખાન માટે ફિલ્મના સ્કિપ્ટ રાઇટર બની ગયાં છે. હા જી, આ વાત સાચી છે. ચેતન ભગતે પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેઓ સલમાન ખાનની કિક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે. ફિલ્મનું દિગ્દર્શન સાજિદ નડિયાદવાલા કરી રહ્યાં છે.

ચેતન ભગતે ટ્વિટર પર લખ્યું - મને બહુ ખુશી થઈ રહી છે આપ સૌનેએ જણાવતાં કે હું સલમાન ખાનની ફિલ્મ કિક કે જેનું દિગ્દર્શન સાજિદ નડિયાદવાલા કરી રહ્યાં છે તેનું સ્ક્રીનપ્લે લખી રહ્યો છું. આ ઉપરાંત ચેતને એમ પણ લખ્યું કે તેઓ ફિલ્મની સ્કિપ્ટનો કેટલોક ભાગ મૂળ તેલુગુમાં બનેલી ફિલ્મ કિકમાંથી લઈ રહ્યાં છે. સાથે જ પોતાના તરફથી તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટમાં કઈંક નવુ ઉમેરવાની કોશિશ કરશે.
ફિલ્મની વાર્તા અંગે જણાવતાં ચેતન ભગતે લખ્યું - કિક એક એવા છોકરાની વાર્તા છે કે જેનું જીવન માત્ર તેની કિકના કારણે જ ચાલે છે. આ એક બહુ જ અલગ અને નવું કૉન્સેપ્ટ છે અને સલમાન-સાજિદની જોડી માટે એક હિટ રેસિપી છે.
ફાઇવ પૉઇન્ટ સમવન, વન નાઇટ એટ ઍ કૉલ સેંટર અને થ્રી મિસટેક્સ ઑફ માય લાઇફ જેવી ફેમસ નવલકથાઓના સર્જક ચેતન ભગતની નવલકથા પર તો ફિલ્મો બની ચુકી છે, પરંતુ હવે ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ચેતન ભગતની આ પ્રથમ કિક હશે. તો આપણે આશા સેવીએ કે ચેતનની નવલકથાની વાર્તાઓની જેમ કિક ફિલ્મની વાર્તા પણ હિટ થશે અને ચેતનની આ નવી કોશિશ પણ તેમને સફળતાનો સ્વાદ ચખાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
