રાઝ 3માં ઇમરાનની કાબેલિયતનું યોગ્ય મુલ્યાંકન નથી થયું - સલમાન

ગયા સપ્તાહે રિલીઝ થયેલી તેમની ફિલ્મ રાઝ 3 તેમની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ છે. જોવા જઇએ તો રાઝ 3માં તેમની એક્ટિંગને કઈંક વધુ જ પસંદ કરવામાં આવ્યું, કારણ કે બિપાશાની એક્ટિંગ સામે ફિલ્મના બાકીના પાત્રો ફીકા રહ્યાં.
હવે બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનું કહેવું છે કે ઇમરાનની કાબેલિયત યોગ્ય રીતે મુલવવામાં નથી આવી.
સલમાન ખાને બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી અંગે જણાવ્યું હતું, ‘ઇમરાન હાશમીની કાબેલિયતને યોગ્ય રીતે મુલવવામાં નથી આવ્યું. તેમને તેમનું હક મળવું જોઇએ. તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. સલમાન જણાવે છે કે ઇમરાન આજના સૌથી મોટા એક્ટર છે. મને તેઓ પસંદ છે. તેમનું કામ પણ પસંદ છે.'
બૉલીવુડમાં આજના સુપરસ્ટાર કહેવાતાં સલમાન ખાન કરતાં વધારે બૉલીવુડના એક્ટર્સ અને એક્ટ્રેસિસની યોગ્યતાને બીજુ કોણ ઓળખી શકે.
સલમાને જ બૉલીવુડને ઘણાં નામચીન ચહેરાઓ આપ્યાં છે. આ સાથે બૉલીવુડની ઘણી ટૉપ અભિનેત્રીઓ આજે જે ઉંચાઇએ પહોંચી છે, ત્યાં પહોંચાડવા માટે સલમાનને જ શ્રેય અપી શકાય. ઐશ્વર્યાથી લઈને કેટરીના કૈફ સુધીની સફળતા પાછળ ક્યાંકને ક્યાંક સલમાનનો હાથ છે. તો હવે જો સલમાનને લાગે છે કે ઇમરાનની યોગ્યતાને યોગ્ય રીતે રજુ નથી કરાતું, તો તે સાચ્ચુ જ હશે.
તો હવે ઇમરાને તો ખુશ થવું જોઇએ કે સલમાનની નજરો તેમની ઉપર પડી છે અને શક્ય છે કે હવે ઇમરાનના સિતારાં વધુ ચમકી જાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
