શાહરુખને બિવડાવવા લૉબીંગની જરૂર નથી : સલમાન ખાન
મુંબઈ, 7 જાન્યુઆરી : આજકાલ ખૂબ ચર્ચા છે કે મિસ્ટર અર્જન રામપાલ શાહરુખ સાથેની મૈત્રી તોડી સલમાન સાથે સંબંધ નિભાવી રહ્યાં છે. તેનું જોરદાર ખંડન કરતાં સલમાન ખાને જણાવ્યું કે તેમને કોઈને પાઠ ભણાવવા માટે કોઈ લૉબીંગની જરૂર નથી. શાહરુખ સાથે મૈત્રી કે શત્રુતા અમારી આપસની બાબત છે. તેના માટે મને કોઈની જરૂર નથી.

અહીં આપને જણાવી દઇએ કે આ એ જ સલમાન ખાન છે કે જેમણે જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર ફિલ્મોની રિલીઝિંગ ડેટના સમય બાબતમાં ખુલ્લેઆમ અજય દેવગણનો સાથ આપ્યો હતો. તે પણ એટલા માટે, કારણ કે જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ ખાન હતાં. સલમાને ખુલ્લેઆમ ટ્વિટર પર લખ્યુ હતું કે આ દીવાળી ખાનની નહીં, પણ સરદારની છે.
હવે એ જ સલમાન ખાન એમ કહી રહ્યાં છે કે તેમને શાહરુખ સાથે પંગો લેવા માટે કોઈ ત્રીજાની જરૂર નથી. નોંધનીય છે કે આ વાતો માત્ર એટલા માટે ઊભી કરાઈ રહી છે, કાણ કે અર્જુન રામપાલ સલમાનના લોકપ્રિય શો બિગ બૉસમાં પોતાની આવનાર ફિલ્મ ઇનકારના પ્રમોશન માટે આવનાર છે, પરંતુ ફિલ્મી પંડિતોનું કહેવું છે કે સલમાન જાણીજોઈને અર્જુનની ફિલ્મનું પ્રમોશન પોતાના શોમાં કરાવી રહ્યાં છે, કારણ કે એવું કરી તેઓ શાહરુખને નીચું બતાવવા માંગે છે.
જોકે છેલ્લા કેટલાંક દિવસોથી સલમાન ખાને કિંગ ખાન પ્રત્યે થોડુંક કુણું વલણ અપનાવ્યું છે. આ અગાઉ બિગ બૉસ શોના પ્રતિસ્પર્ધી ઇમામ સમક્ષ તેઓ શાહરુખના વખાણ કરતાં નજરે પડ્યા હતાં. હવે આ તમામ વાતો પાછળ શું છે, તે તો માત્ર સલમાન જ બતાવી શકે છે. શી ખબર જૂની કડવાશ ભુલાવી તેઓ ફરીથી શાહરુખના મિત્ર બનવા માંગતા હોય કે પછી મીઠું-મીઠું બોલી તેઓ ફરીથી શાહરુખ માટે કોઇક કડવો અને ખતરનાક મસાલો તૈયાર કરતાં હોય?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
