B'day Spcl : ...અને આમ થયો સલમાન-ઐશની લવ સ્ટોરીનો The End
મુંબઈ, 27 ડિસેમ્બર : બૉલીવુડના મોસ્ટ એલિજિબલ તથા હૉટ બૅચલર સલમાન ખાન આજે 49 વર્ષના થઈ ગયાં. આ જન્મ દિવસ બાદ બે દિવસ પછી સલમાન ખાન માટે વધુ એક મહત્વનો દિવસ આવશે કે તે દિવસે તેઓ બૉલીવુડ કૅરિયરના 25 વર્ષ પૂરા કરી લેશે.
હા જી, સલમાન ખાનની પહેલી હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા 29મી ડિસેમ્બર, 1989ના રોજ રિલીઝ થઈ હતી. જોકે તે અગાઉ તેઓ 1988માં બીવી હો તો ઐસીમાં સપોર્ટિંગ રોલ કરી ચુક્યા હતાં.
સલમાન ખાન આજે માત્ર તેમના ભૅન્સ અને ફૅમિલી માટે જ નહીં, પણ બૉલીવુડ સેલિબ્રિટીઓ વચ્ચે પણ મોસ્ટ વેલ્યુડ પર્સનાલિટી બની ગયાં છે. તેમણે અનેક અભિનેત્રીઓને લૉન્ચ કરી અને તેમના કૅરિયર બનાવ્યાં. તેમાં મૈંને પ્યાર કિયામાં ભાગ્યશ્રી, બાગીમાં નગ્મા, સનમ બેવફામાં ચાંદની, તેરે નામમાં ભૂમિકા ચાવલા, લકીમાં સ્નેહા ઉલ્લાલ, વીરમાં ઝરીન ખાન, દબંગમાં સોનાક્ષી સિન્હા અને છેલ્લે જય હોમાં ડૅઝી શાહનો સમાવેશ થાય છે.
એટલુ જ નહીં, હિમેશ રેશમિયા, સંજય લીલા ભાનુશાળી તથા સાજિદ-વાજિદને પણ બૉલીવુડમાં લાવવાનો શ્રેય સલમાનને ફાળે જાય છે. સલમાન ખાન પોતાના ક્લોઝ ફ્રેંડ્સને ગિફ્ટ આપવા માટે પણ જાણીતા છે. તેમણે કરીના કપૂરને બીએમડબ્લ્યુ કાર, કૅટરીના કૈફને 4 બેડરૂમનો ફ્લૅટ તથા ઝાયેદ ખાનને અનેક રોલેક્સ ઘડિયાળો ગિફ્ટ તરીકે આપી છે.
સલમાન ખાન એક સારા દિલના માણસ હોવા છતાં વિવાદો કાયમ તેમના પડખે રહ્યાં છે. હિટ એન્ડ રન કેસ, કાળિયાર શિકાર કેસથી માંડી સોમી અલીથી ઐશ્વર્યા રાય અને છેલ્લે કૅટરીના કૈફ-લુલિયા વેંટર સુધીના તેમના લવ અફૅર્સ પણ તેમને સતત ચર્ચામાં રાખતા રહ્યાં છે.
સલમાન ખાન માટે વર્ષ 2014 ખૂબ જ સારૂ રહ્યું છે. વર્ષના આરંભે રિલીઝ થયેલી ફિલ્મ જય હો ભલે ફ્લૉપ નિવડી, પણ ગત મહીને રિલીઝ થયેલી તેમની છેલ્લી ફિલ્મ કિક સુપર હિટ નિવડી.
ચાલો હાલ તો આપને બતાવીએ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના લવ-અફૅર્સની કેટલીક અંતરંગ વાતો :

સંગીતા સાથે સલમાન
સલમાન ખાન સંગીતા બિજલાણી સાથે ડેટિંગ કરતા હતાં. બંને લગ્ન કરવાના હતાં અને કંકોત્રી પણ છપાઈ ગઈ હતી, પરંતુ તે પહેલા બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.

સલમાન-સોમી
સંગીતાથી છુટા પડેલા સલમાનને પાકિસ્તાની યુવતી સોમી અલીનો સાથ મળ્યો. બંને રિલેશનશિપ અંગે ગંભીર હતાં, પરંતુ સલમાનના જીવનમાં ઐશ્વર્યા રાયની એન્ટ્રી થતા જ સોમી આઉટ થઈ ગયાં.

પ્રેમારંભ
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી 1994માં શરૂ થઈ. ઐશ્વર્યા તે વર્ષે મિસ વર્લ્ડ બન્યાં અને સલમાન ખાન બૉલીવુડના સુપર સ્ટાર બની ચુક્યા હતાં.

પ્રેમાતુર સલમાન
સલમાન ખાન ઐશ્વર્યાના પ્રેમમાં પડતા સોમી અલી હતાશ થઈ ગયાં અને દેશ છોડી પરત પાકિસ્તાની જતા રહ્યાં.

સલમાન-સોમી માટે વિલન બન્યા ઐશ
એક ઇંટરવ્યૂમાં સોમી અલીએ આરોપ મૂક્યો કે તેમના અને સલમાનના બ્રેક-અપ માટે ઐશ્વર્યા રાય જવાબદાર હતાં. મારી-સલમાન વચ્ચે ઐશ આવી ગયાં.

ભાઈનો રોલ ફગાવ્યો
1997માં સલમાન ખાને મંસૂર ખાનની ફિલ્મ જોશ ઠુકરાવી દીધી, કારણ કે તેમાં તેમને ઐશના ભાઈનો રોલ કરવાનો હતો. આ રોલ પછી શાહરુખે કર્યો હતો.

પ્રોબ્લેમ્સ શરૂ
ઐશ્વર્યાના માતા-પિતાને ઐશ-સલમાન સંબંધો સ્વીકાર્ય નહોતાં અને ઐશ પોતાના વાલીઓની વિરુદ્ધ નહોતા જવા માંગતાં. નવેમ્બર-2001માં એક રાત્રે સલમાને ઐશના ઘર સામે હોબાળો ઊભો કર્યો.

સલમાન ઉગ્ર
સલમાન ખાને અહીં સુધી કહ્યુ હતું કે જો તમે લડી ન શકતા હોવ, તો તમારી વચ્ચે પ્રેમ નથી. આ બધું અમારી વચ્ચેના પ્રેમના કારમએ થયુ હતું.

હિંસક સલમાન
ઐશ્વર્યા રાયે સલમાન સાથેના સંબંધો તોડી નાંખ્યાં. એટલુ જ નહીં, સલમાને સુભાષ ઘઈની ફિલ્મો કુછ ના કહો તથા ચલતે ચલતેના સેટ ઉપર પણ હંગામો કર્યો હતો. ઐશે ખુલાસો કર્યો હતો કે સલમાને તેમની ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી હતી.

લવ સ્ટોરીનો અંત
ઐશ્વર્યા રાયે અંતે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધાં અને આ સાથે જ સલમાન-ઐશની લવ સ્ટોરીનો અંત આવી ગયો. સલમાન આજે પણ કુંવારા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
