What!!! સાશાનો માતા સલમા સામે બળવો, સચિન સાથે લગ્ન
મુંબઈ, 7 જુલાઈ : સાશા આગા... નામ તો યાદ જ હશે આપને... હા જી, પાકિસ્તાની અભિનેત્રી સલમા આગાની દીકરી કે જેમણે ગત વર્ષે યશ રાજ ફિલ્મ્સની ઔરંગઝેબ જેવી ફ્લૉપ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ જ સાશા આગા અંગે સનસનાટીભર્યા સમાચાર આવી રહ્યાં છે કે તેમણે પોતાના માતા સલમા આગાની વિરુદ્ધ જઈ કમ્પોઝર સચિન ગુપ્તા સાથે લગ્ન કરી લીધા છે. કહેવાઈ રહ્યું છે કે સલમા સાશા-સચિનના આ સંબંધની વિરુદ્ધ હતાં અને તેથી જ સાશાએ ચુપચાપ લગ્ન કરી લેવા પડ્યાં.
જોકે આ અંગે હાલમાં સચિન ગુપ્તા કે તેમના પરિવારજનો તરફથી અથવા સાશા આગાના પરિવારજનો તરફથી કોઈ પણ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ બૉલીવુડમાં અફવાઓનો બજાર ગરમ છે કે સચિન-સાશા પરણી ગયાં છે.
મળતી માહિતી મુજબ સાશા આગા અને સચિન ગુપ્તા છેલ્લા છ વરસથી એક-બીજાને જાણે છે અને છેલ્લા બે વરસથી બંને ડેટિંગ પણ કરતા હતાં, પરંતુ સાશાના માતા સલમા સતત આ સંબંધનો વિરોધ કરતા રહ્યા હતાં. સલમા ઇચ્છતા હતાં કે સાશા આગા પહેલા પોતાના એક્ટિંગ કૅરિયર પર ધ્યાન આપે અને પછી લગ્ન અંગે વિચારે, પરંતુ સલમાની લાગણીઓ સાશા સમજી ન શકી અને તેથી જ સાશાએ લગ્ન કરવાનુ પગલુ ભરી લીધું.
ચાલો તસવીરો સાથે જાણીએ સાશા આગાનો ચર્ચિત ઇતિહાસ :

એમએમએસ કાંડ
એમ તો સાશા આગાએ પોતાનું બૉલીવુડ કૅરિયર યશ રાજ બૅનર હેઠળ કરી છે, પરંતુ તે અગાઉ તેઓ પોતાના એક એમએમએસ કાંડના કારણે ચર્ચામાં રહ્યા હતાં.

રુસલાન મુમતાઝ
એક્ટર રુસલાન મુમતાઝ સાથેના સાશા આગાના એમએમએસે પાકિસ્તાનમાં બહુ ચકચાર જગાવી હતી અને તે પછી જ સલમા આગાએ પોતાની દીકરીનું નામ ઝારાથી બદલી સાશા કરી નાંખ્યુ હતું.

હૉટ એન્ડ બોલ્ડ
સાશા આગા પોતાની પ્રથમ ફિલ્મ ઔરંગઝેબમાં ખૂબ જ હૉટ એન્ડ બોલ્ડ નજરે પડ્યા હતાં.

લિપલૉક અને બૅડ સીન
સાશાએ ઔરંગઝેબમાં અર્જુન કપૂર સાથે અનેક લિપલૉક તથા બૅડ સીન્સ આપ્યા હતાં.

ફ્લૉપ
સાશા આગાની બોલ્ડનેસ હોવા છતાં ઔરંગઝેબ ફિલ્મ ફ્લૉપ નિવડી હતી.

સાશા-સચિનના લગ્ન
જાણવા મળે છે કે સાશા આગાએ પોતાની માતા સલમા આગાની વિરુદ્ધ જઈ કમ્પોઝર સચિન ગુપ્તા સાથે લગ્ન કરી લીધાં છે.

યાદ આવ્યુ જૂનુ ઇંટર્વ્યૂ
સાશા આગા જો સાચે જ માતા વિરુદ્ધ થઈ પરણી ગયા હોય, તો અમને તેમનું ગત વર્ષે મેમાં આપેલુ ઇંટરવ્યૂ જરૂર યાદ આવી જાય છે કે જેમાં તેમણે માતાને આદર્શ ગણાવ્યા હતાં.

માતા મારી મિત્ર
સાશા આગાએ મે-2013માં આપેલા ઇંટરવ્યૂમાં પોતાના માતા અને જાણીતા અભિનેત્રી-ગાયક સલમા આગા અંગે જણાવ્યું કે તેઓ તેમના મિત્રની જેમ છે. તેઓ સામાન્ય રીતે તેમના કૅરિયર અંગે નિર્ણય લઈ માર્ગદર્શન આપે છ.

માતા માર્ગદર્શક
સાશાએ જણાવ્યું હતું - તેઓ બહુ મદદકર્તા છે. તેઓ હંમેશા મને માર્ગદર્શન આપે છે. મારા જીવનમાં તેઓ મારા માટે મિત્ર જેવા છે. તેઓ મારા માટે હંમેશા તૈયાર રહે છે અને મારૂં ખ્યાલ રાખે છે.

હું તેમની સલાહ લઉ છું
સાશાએ જણાવ્યું હતું - હું તેમની સલાહ લઉ છું. તેઓ હંમેશા મારા પાત્ર અને તેના પ્રત્યે મારી સહજતા અંગે, મારી વિચારસરણી અંગે વાતો કરે છે. મને આ બહુ સારૂં લાગે છે કે જ્યારે આ પ્રકારની બાબતોમાં મને યોગ્ય અભિગમ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
