દિલીપ કુમારનું નિધન-સાયરા બાનોએ વડાપ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો આભાર માન્યો
ભારતીય સિનેમાના દિગ્દર્શક કલાકાર દિલીપકુમારના નિધન થયુ. તેમના નિધન બાદ દેશભરમાંથી લોકોએ શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારની પત્ની સાયરા બાનોને ફોન કરીનેર સાત્વના આપી.
ભારતીય સિનેમાના દિગ્દર્શક કલાકાર દિલીપકુમારના નિધન થયુ. તેમના નિધન બાદ દેશભરમાંથી લોકોએ શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારની પત્ની સાયરા બાનોને ફોન કરીનેર સાત્વના આપી. દિલીપ કુમારના અંતિમ સંસ્કાર બાદ સાયરા બાનોએ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

સાયરા બાનોએ દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી આભાર માન્યો, તેમને લખ્યુ કે, "ધન્યવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, તમે સવારે ફોન કરીને સાંત્વના આપી-સાયરા બાનો ખાન." વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સાયરા બાનોએ દિલીપ કુમારના રાજકિય અંતિમ સંસ્કાર કરવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર માન્યો.
દિલીપ કુમારે પદ્મ ભુષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સહિત અનેક સન્માન મેળવ્યા હતા. દેશના તમામ રાજનેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યુ હતુ કે, "દિલીપ કુમાર સિનેમેટીક લીજેન્ડ તરીકે ઓળખાશે. તે એક સારા અભિનેતા હતા. તેમણે કેટલીય પેઢીઓનું મનોરંજન કર્યુ છે. કલા જગતમાં તેમના અવસાનથી મોટી ખોટ પડશે. હું તેમના પરિવાર અને મિત્રો પ્રતિ સંવેદના વ્યક્ત કરૂ છુ."
દિલીપ કુમારની અંતિમ યાત્રામાં અમિતાભ બચ્ચન સહિત ફિલ્મ જગતના કલાકારો ઉપસ્થિત રહ્યા. અંતિમ સંસ્કારમાં માત્ર 20 થી 30 લોકોની જ અનુમતિ હતી. અમિતાભ પુત્ર અભિષેક સાથે પહોંચ્યા હતા. શાહરૂખ ખાન શ્રદ્ધાંજલિ આપતા તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમને સાયરા બાનોને સહારો આપ્યો. સહારો આપતી તસ્વીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
