Saif ali khan attacked : ઘરની સિક્યુરિટી પર કેટલો ખર્ચ કરે છે સૈફ અલી ખાન? આંકડો જાણીને ઝટકો લાગી જશે
Saif ali khan attacked : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો હોવાના અહેવાલે બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે.
કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચ્યા બાદ પણ ચોર ઘરમાં કેવી રીતે ઘુસ્યો તે એક મોટો સવાલ છે. તમને જાણીને ઝટકો લાગશે કે સૈફ ઘરની સિક્યુરિટી માટે કરોડો ખર્ચે છે.

સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન બાંદ્રાના સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. આ ઘર પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર દર્શિની શાહ દ્વારા ડિઝાઇન કરાયુ છે.
અહેવાલો અનુસાર, સૈફ જે બિલ્ડિંગમાં રહે છે ત્યાં 3BHK ફ્લેટની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ હોઈ છે. લાઇફસ્ટાઇલ એશિયા અનુસાર, સૈફના એપાર્ટમેન્ટની કિંમત લગભગ 55 કરોડ રૂપિયા છે. આ વિસ્તારમાં એપાર્ટમેન્ટની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 50 હજારથી 55 હજાર છે.
સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટમાં 24 કલાક સુરક્ષા હોય છે. આ ઉપરાંત ઇમારત આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. સૈફના ઘરમાં તપાસ કર્યા વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી.
સૈફ અલી ખાન તેના પરિવારની સુરક્ષા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત તેમની પાસે ખાનગી બોડીગાર્ડ પણ છે, જે હંમેશા સૈફ અલી ખાન અને તેના પરિવારની સુરક્ષા માટે તૈનાત રહે છે.
કોઈ ચોક્કસ આંકડો નથી પરંતુ બોલિવૂડ સ્ટાર તેમના સુરક્ષા ગાર્ડને કરોડો રૂપિયા પગાર તરીકે ચૂકવે છે. આમાં સૌથી વધુ પગાર કિંગ ખાન શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિનો છે. શાહરૂખ ખાન રવિને તેની સુરક્ષા માટે દર વર્ષે 3 કરોડ રૂપિયાનો પગાર આપે છે.
આ પછી, સલમાન ખાન તેના બોડીગાર્ડ શેરાને લગભગ 2 કરોડ રૂપિયાનો પગાર આપે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે સૈફ અલી ખાનની સુરક્ષા પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે.
જણાવી દઈએ કે, સૈફ અલી ખાન હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે સૈફ અને તેનો પરિવાર મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં હતા. રાત્રે લગભગ 2.30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસ્યો અને ઝપાઝપી દરમિયાન તેણે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો.
આ પછી તેને લગભગ ત્રણ વાગ્યે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયો. રિપોર્ટ અનુસાર, સૈફ પર છ પ્રહાર કરવામાં આવ્યા હતા, એક ગરદન પર અને બીજો કરોડરજ્જુ પાસે હતો. આ બંને ઇજાઓ ગંભીર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
