Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં છત્તીસગઢથી એક શંકાસ્પદની અટકાયત
Saif Ali Khan Attack : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસ આરોપી સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરી રહી છે.
એક તરફ લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ આ કેસમાં પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી હોવાના અહેવાલ છે.

સૂત્રો અનુસાર, જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે તે જે શંકાસ્પદ વ્યક્તિને શોધી રહ્યા હતા તે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે.
આ પછી સ્થાનિક પોલીસની મદદથી મુસાફરને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યો અને અટકાયત કરાઈ છે. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ આકાશ કૈલાશ કન્નૌજિયા કહેવાઈ રહ્યું છે. આ મુસાફર સૈફ અલી ખાન કેસના શંકાસ્પદ જેવો દેખાય છે. પોલીસ હાલ તેની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી અટકાયત કરાયેલા આ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 50 લોકોની પૂછપરછ કરી છે. આ કેસમાં 35 ટીમો તૈનાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, મુંબઈ પોલીસે આ કેસના આરોપીની ઓળખ કરી લીધી હોવાના પણ અહેવાલ છે. સીસીટીવીમાં દેખાતા આરોપી જેવો જ એક ફોટો સામે આવ્યો છે. જો કે, પોલીસે તેને આરોપી તરીકે જાહેર કર્યો નથી. શંકા છે કે આ એ જ વ્યક્તિ હોઈ શકે છે જેણે સૈફ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
