દબંગ 3થી સઈ માંજરેકર વિશે મોટો ખુલાસો, માતાપિતા સાથે શેર કરશે સ્ક્રીન
દબંગ 3માં સઈ માંજરેકર પોતાના માતાપિતા મહેશ માંજરેકર અને મેઘા માંજરેકર બંને સાથે સ્ક્રીન શેર કરી રહી છે.
આ વર્ષની સૌથી અવેઈટેડ ફિલ્મ દબંગ 3 સાથે સઈ માંજરેકર પોતાની કરિયરની શરૂઆત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે જેના મુખ્ય હીરો સલમાન ખાને સઈના સપનાને સાકાર કરી દીધુ છે. પરંતુ આનાથી પણ ખાસ વાત એ છે કે દબંગ 3માં તે પોતાના માતાપિતા મહેશ માંજરેકર અને મેઘા માંજરેકર બંને સાથે સ્ક્રીન શેર કરી રહી છે. સલમાન ખાનની દબંગ 3માં મહેશ માંજરેકરની પત્ની મેઘા તેમની અર્ધાંગિનીની ભૂમિકા નિભાવી રહી છે જે એક રીતે માંજરેકર પરિવાર માટે ઑન સ્ક્રીન રીયુનિયન હશે.

ઑન-સ્ક્રીન રીયુનિયન
પોતાના પહેલા સહ કલાકાર સલમાન ખાન દ્વારા દબંગ પરિવારમાં તેમનુ સ્વાગત કર્યા બાદ, સઈ એમ માંજરેકર પોતાના માતાપિતા સાથે કામ કરીને વાસ્તવમાં ઘરની જેમ અનુભવી રહી છે. ઑન-સ્ક્રીન રીયુનિયનથી અભિભૂત સઈ એમ માંજરેકરે શેર કર્યુ, ‘મારા પિતા સાથે જે સીન છે, તેમાં મારી મા પણ છે, જે તેને વધુ ખાસ બનાવે છે.'

સૂચન પણ હતુ સલમાન ખાનનુ
આના શૂટિંગ દરમિયાન હું ઉત્સાહ સાથે ઝૂમી રહી હતી. હું મારા માતા પિતા સાથે સેટ પર હતી અને અમારા ત્રણેની વિશેષતાવાળા એક સીન પર કામ કરી રહી હતી. હું મારી ડેબ્યુ ફિલ્મમાં આનાથી વધુ આશા નથી રાખ શકતી. વળી, ફિલ્મમાં સોનાક્ષીની ભૂમિકા રજ્જોના પિતા સાથે મહેશ માંજરેકર એક વાર ફરીથી દારૂડિયા હરિયાની ભૂમિકામાં જોવા મળશે અને મેઘા માંજરેકરને હરિયાની પત્નીની ભૂમિકામાં લેવાનુ સૂચન પણ સલમાન ખાનનુ જ હતુ.

20 ડિસેમ્બર 2019માં રિલીઝ માટે તૈયાર
નવોદિત અભિનેત્રી સઈ માંજરેકરે દબંગ 3નો પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે ને તે પોતાની પહેલી ફિલ્મ માટે ઘણ ઉત્સાહિત છે. વર્ષની સૌથી અવેઈટેડ ફિલ્મ દબંગ 3 પ્રભુદેવા દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ સલમાન ખાન, અરબાઝ ખાન અને નિખિલ ત્રિવેદી દ્વારા નિર્મિત છે જે 20 ડિસેમ્બર 2019માં રિલીઝ માટે તૈયાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
