Sad News : શશિ કપૂર હૉસ્પિટલમાં, મૉડેલ એકતા બબ્બરનો આપઘાત!
મુંબઈ, 22 સપ્ટેમ્બર : ગ્લૅમર જગતમાંથી બે સમાચારો આવી રહ્યા છે કે જેમાં એક ચિંતાજનક સમાચાર એ છે કે બૉલીવુડના દિગ્ગજ અભિનેતા શશિ કપૂર હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, તો બીજા દુઃખદ સમાચાર એ છે કે એક મૉડેલે આત્મહત્યા કરી લીધી છે.
મળતી માહિતી મુજબ શશિ કપૂરને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતાં. શશિ કપૂરની સારવાર કરતા ડૉ. રામ નારાયણે જણાવ્યું કે હા, શસિ કપૂરને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે, પણ તેમની હાલત સ્થિર છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. તેઓ લાંબા સમયથી અસ્વસ્થ છે, તેથી તેમને તકેદારી તરીકે આઈસીયૂમાં રાખવામાં આવ્યાં છે.
બીજી બાજુ સોમવારે સવારે મુંબઈના ઓશિવરા વિસ્તારમાં મૉડેલ એકતા બબ્બરે ધાબા પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી. માહિતી મળતા જ પોલીસ પહોંચી ગઈ, પરંતુ એકતાનુ ઘટનાસ્થળે જ મોત થઈ ચુક્યુ હતું. પોલીસે એકતાના શબને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યુ છે. પોલીસના જણાવ્યા મુજબ પહેલી નજરે આ બનાવ આત્મહત્યાનો લાગે છે, કારણ કે પાડોશીઓના કહ્યા મુજબ એકતા છેલ્લા કેટલાક સમયથી તાણમાં જીવતા હતાં. 6 માસ પહેલા જ તેમના પિતાનું મોત થઈ ગયુ હતું. ઉપરાંત ઘણા વખતથી તેમની પાસે કામ પણ નહોતું. એકતા બબ્બરની ઉંમર 32 વર્ષ હતી.
ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડના સમાચારો સંક્ષેપમાં :

શશિ કપૂર હૉસ્પિટલમાં
વેટરન એક્ટર શશિ કપૂરને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં છે.

મૉડેલનો આપઘાત
મૉડેલ એકતા બબ્બરે મુંબઈમાં આપઘાત કરી લીધો છે. કહે છે કે તેઓ તાણમાં હતાં. તેમની પાસે ઘણા વખતથી કોઈ કામ નહોતું. તેમના પિતાનું છ માસ અગાઉ જ મોત થયુ હતું.

આશિષ બન્યો વિજેતા
રંગરસિયા ફૅમ આશિષ શર્મા ઝલક દિખલા જા 7નો વિજેતા બન્યો છે. ફાઇનલ રાઉંડમાં તેમણે શક્તિ મોહનને માત આપી ખિતાબ જીતી લીધો.

અંડરવિયર બતાવો...
દીપિકા પાદુકોણેના ક્લીવેજ શો વિવાદ બાદ પ્રિયંકા ચોપરાએ ટ્વિટર ચર્ચામાં ખુલાસો કર્યો છે કે ઘણા વર્ષ પહેલા એક દિગ્દર્શકે તેમને અંડરવિયર બતાવવા કહ્યુ હતું કે જેથી તેની ફિલ્મ હિટ થઈ શકે. પ્રિયંકાએ આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી.

નબળી શરુઆત
સોનમ કપૂર અભિનીત ખૂબસૂરત ફિલ્મની નબળી શરુઆત થઈ છે. 1100 કરતા વધુ સ્ક્રીને રિલીઝ થવા છતા ખૂબસૂરતની કમાણીનો આંકડો 10 કરોડ સુધી પણ નથી પહોંચ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
