#MeToo ના આરોપો પર કુક્કુએ કર્યો નવાઝુદ્દીનનો બચાવ, ‘સંબંધ બગડવા #MeToo નથી'
#MeToo ના આરોપો પર નવાઝુદ્દીન તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી પરંતુ તેમની સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી કુબરા સેઠે તેમનો બચાવ કર્યો છે.
#MeToo અભિયાન હેઠળ બોલિવુડની ઘણી હસ્તીઓનું નામ સામે આવ્યા બાદ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર પણ યૌન શોષણના આરોપ લાગ્યા છે. પૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી નિહારિકા સિંહે નવાઝ પર સંગીન આરોપ લગાવ્યા છે. આ આરોપો પર નવાઝુદ્દીન તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી પરંતુ તેમની સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી કુબરા સેઠે તેમનો બચાવ કર્યો છે. 'સેક્રેડ ગેમ્સ' માં નવાઝ સાથે જોવા મળનારી કુબરા સેઠે ટ્વિટ કરીને નવાઝનો બચાવ કર્યો અને કહ્યુ કે તે તેમની સાથે ઉભી છે.

‘પર્સનલ રિલેશનને #MeToo નું નામ ન આપો'
નેટફ્લિક્સના શો ‘સેક્રેડ ગેમ્સ' માં કુક્કુની ભૂમિકા નિભાવનારી કુબરા સેઠે પોતાના સહ-કલાકારનો બચાવ કરતા ટ્વિટર પર લખ્યુ, ‘એક સંબંધ ખરાબ થઈ જવો, #MeToo નથી હોતુ. લોકોએ પોતાની સાઈડ પસંદ કરતા પહેલા આ બંને વચ્ચેનું અંતર જાણવુ જરૂરી છે. હું નવાઝુદ્દીન સાથે છું.' કુબરાએ આગળ લખ્યુ કે નિહારિકાએ ઈન્ડસ્ટ્રીમાં ખરાબ સમય જોયો હશે પરંતુ પર્સનલ સંબંધોને #MeTooનું નામ આપવુ યોગ્ય નથી.
|
કુબરાએ લખ્યુ, ‘હું નવાઝુદ્દીન સાથે છુ'
કુબરાએ કહ્યુ, ‘આપણે વ્યક્તિ તરીકે ભૂલોથી ભરેલા છીએ. આ લિંગ વિશિષ્ટ નથી.' ગયા સપ્તાહે અભિનેત્રી નિહારિકા સિંહે નવાઝુદ્દીન સિદ્દીકી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. પૂર્વ મિસ ઈન્ડિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીની કથિત એક્સ ગર્લફ્રેન્ડ નિહારિકાએ પત્રકાર સંધ્યા મેનનના ટ્વિટ દ્વારા પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે ખુલાસો કરીને જણાવ્યુ હતુ કે એક દિવસે જ્યારે તેમણે નવાઝને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા તો દરવાજો ખોલતા જ નવાઝે તેને જકડી લીધી હતી.

નિહારિકા સિંહે લગાવ્યા છે નવાઝ પર ગંભીર આરોપ
નિહારિકાએ લખ્યુ હતુ, ‘જેવો મે દરવાજો ખોલ્યો તો તેમણે મને જકડી લીધી. તે મને કિસ કરવા લાગ્યા પરંતુ ઘણી ધક્કા-મુક્કી બાદ હું તેમની પકડમાંથી છૂટી.' નિહારિકાનો ઉલ્લેખ નવાઝે પોતાના પુસ્તક ‘એન ઓર્ડિનરી લાઈફ' માં પણ કર્યો હતો. જેનાથી બોલિવુડમાં સનસની મચી ગઈ હતી. પોતાના પુસ્તકમાં નિહારિકાનો ઉલ્લેખ કરતા નવાઝે લખ્યુ હતુ કે ‘મિસ લવલી' ના શૂટિંગ સમયે બંને નજીક આવ્યા હતા અને તેમનો અફેર ચાલ્યો હતો. જો કે પુસ્તકમાં નવાઝે એ પણ લખ્યુ હતુ તે નિહારિકાને પોતાની જરૂરતો માટે ઉપયોગ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
