ઓસ્કાર મળવા પર RRR ટીમે કહી હાર્ટ ટચિંગ વાત,કહ્યું- કોઇ પણ શબ્દ આ અલૌકિક ક્ષણને વર્ણવી નહી શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ RRRની ટીમને "નાટુ નાટુ" ગીતને શ્રેષ્ઠ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

અભિનંદન...! ભારતીય ફિલ્મ RRR એ ઈતિહાસ રચી દીધો છે. ટીમ 'RRR'એ દેશને ગૌરવ અપાવ્યું છે. RRR ના પાવર-પેક્ડ ગીત "નાટુ નાટુ" એ ઓસ્કાર એવોર્ડ્સ 2023 જીત્યો છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને શ્રેષ્ઠ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
સંગીતકાર એમએમ કીરવાણી અને RRR ના ગીત નાટુ નાટુના ગીતકાર ચંદ્રબોઝ ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરવા સ્ટેજ પર ગયા હતા.
આ અલૌકિક ક્ષણને કોઇ શબ્દ નહી વર્ણવી શકે
ફિલ્મ RRRની ટીમે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ઓસ્કાર મળ્યા બાદ ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. ફિલ્મ RRR ની ટીમે ટ્વીટ કર્યું, "અમને આશીર્વાદ છે કે #RRRMovie એ પ્રથમ ભારતીય ફિલ્મ છે જેના ગીત #NaatuNaatu એ શ્રેષ્ઠ ઓરિજનલ ગીત માટે ઓસ્કાર જીત્યો છે. શ્રેષ્ઠ મૂળ ગીત મેળવનારી આ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ છે! કોઈ શબ્દો આ અલૌકિક ક્ષણનું વર્ણન કરી શકતા નથી. અમે આ પુરસ્કાર વિશ્વભરના અમારા બધા અદ્ભુત ચાહકોને સમર્પિત કરીએ છીએ. જય હિંદ!''
We’re blessed that #RRRMovie is the first feature film to bring INDIA's first ever #Oscar in the Best Song Category with #NaatuNaatu! 💪🏻
— RRR Movie (@RRRMovie) March 13, 2023
No words can describe this surreal moment. 🙏🏻
Dedicating this to all our amazing fans across the world. THANK YOU!! ❤️❤️❤️
JAI HIND!🇮🇳 pic.twitter.com/9g5izBCUks
નાટુ નાટુ ગીતે રીહાન્ના અને લેડી ગાગા જેવા મોટા નામોને હરાવીને ઓસ્કાર જીત્યો છે. સંગીતકાર એમએમ કીરવાણી અને ગીતકાર ચંદ્રબોઝે ટીમ વતી ઓસ્કાર મેળવ્યો.
Best Original Song goes to 'Naatu Naatu' from 'RRR' #Oscars #Oscars95 pic.twitter.com/ptah2GWLJH
— The Academy (@TheAcademy) March 13, 2023
ગાયક રાહુલ સિપલીગંજ અને કલા ભૈરવ અને નિર્દેશક એસએસ રાજામૌલી અને મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ 95માં એકેડેમી એવોર્ડમાં સંગીતકાર સાથે હાજર રહ્યા હતા. નાટુ નાટુ એ પ્રથમ ભારતીય અને તેલુગુ ગીત છે જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.
Catch the full video of ‘Naatu Naatu’ live performance at #Oscars. pic.twitter.com/EcHm0yfmZA
— LetsCinema (@letscinema) March 13, 2023
નાટુ નાટુ ગીતને ઓસ્કાર મળે તે પહેલા ત્યાં લાઈવ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. અમેરિકન નર્તકોએ ગીત પર આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું ત્યારે તે બધા માટે આનંદની ક્ષણ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
