વોટ તો આપો... કૅટરીના જેવી ‘ચિકની’ સડકો બનાવી આપીશ!
મુંબઈ, 29 માર્ચ : આયટમ ગર્લ રાખી સાવંત મુંબઈ પૂર્વથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. પોતાની ઇમેજ મુજબ જ રાખીની ચટાકેદાર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. એક અંગ્રેજી ડેઇલીમાં છપાયેલ સમાચાર મુજબ શિર્ડીમાં સાઈબાબ મંદિરે પૂજા કરવા પહોંચેલ રાખીએ જણાવ્યું છે કે મુંબઈવાસીઓ, જો આપ લોકો મને વોટ આપશો અને મને જિતાડશો, તો હું વાયદો કરુ છું કે હું પોતાના આ વિસ્તારની સડકોને બૉલીવુડ એક્ટ્રેસ કૅટરીના કૈફની કંમર કરતા પણ વધુ ચિકણી બનાવી દઇશ.
રાખી સાવંતે પુરતો વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ જીત્યા બાદ પોતાના વિસ્તારના લોકો માટે કંઈ પણ કરી શકે છે. રાખીએ વોટરોને જણાવ્યું કે આપ સૌને હું ખુલ્લેઆમ વાયદો કરુ છું કે જો જીતી ગઈ, તો મારા સંસદીય વિસ્તારની સડકો કૅટરીના કૈફની કંમર જેટલી ચિકણી અને માખણ જેવી હશે. તેમણે જણાવ્યું કે તેઓ તે જ કહે છે કે જે કરી શકે છે. નોંધનીય છે કે રાખી સાવંતે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. તેઓ નરેન્દ્ર મોદીના પ્રશંસક છે, પરંતુ ભાજપે તેમને મુંબઈમાંથી ટિકિટ ન આપતા રાખી સાવંત અપક્ષ તરીકે મેદાને ઉતર્યાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ રાખીની વધુ હૉટ નિવેદનબાજી :

ગંદકી દૂર કરવાનો ઇરાદો
રાખીએ જણાવ્યું - મારો ચૂંટણી મેદાને ઉતરવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર દેશની ગંદકી દૂર કરવાનો છે.

ભુલકણા નેતાઓથી નફરત
રાખી બોલ્યાં - હું તેવા નેતાઓથી ખૂબ નફરત કરુ છું કે જેઓ વોટ લેવા માટે તો પ્રજા પાસે આવે છે, પણ ચૂંટણી જીત્યાબાદ તે જ પ્રજાને ભુલી જાય છે.

નેતાઓને ગેન્ડા કહ્યાં
રાખીની જીભ પોતાના ચૂંટણી ચિહ્ન લીલી મિરચીની જેમ જ આગ ઉગલતી હતી અને તેમણે પ્રજાનું લોહી ચૂસનાર નેતાઓને ગેન્ડા પણ કહી નાંખ્યાં.

ઇચ્છા તો હતી કે...
રાખી ફરી કહ્યું કે તેમની હૃદયપૂર્વકની ઇચ્છા હતી કે તેઓ ભાજપની ટિકિટ પર મુંબઈથી ચૂંટણી લડે, પણ ભાજપ તેમને પશ્ચિમ બંગાળમાંથી ટિકિટ આપી રહ્યો હતો.

બંગાળ-ભાષાથી અજાણ
રાખીએ જણાવ્યું - મારે ભાજપને ઇનકાર કરવો પડ્યો, કારણ કે હું ત્યાંથી કેવી રીતે ચૂંટણી લડી શકું કે જ્યાંની નથી મને ભાષા આવડતી કે નથી ત્યાંની પરિસ્થિતિ વિશે કોઈ માહિતી.

કૅટની કમર જેવી સડક
શિર્ડીમાં સાઈબાબ મંદિરે પૂજા કરવા પહોંચેલ રાખીએ જણાવ્યું છે કે મુંબઈવાસીઓ, જો આપ લોકો મને વોટ આપશો અને મને જિતાડશો, તો હું વાયદો કરુ છું કે હું પોતાના આ વિસ્તારની સડકોને બૉલીવુડ એક્ટ્રેસ કૅટરીના કૈફની કંમર કરતા પણ વધુ ચિકણી બનાવી દઇશ.












Click it and Unblock the Notifications
