Pics : અકબર મહેરબાન, તો અસલમ પહેલવાન!
મુંબઈ, 6 ઑગસ્ટ : વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હા ઉપર તૈયબ અલી... ગીત ફિલ્માવાયું છે. આ ગીતને લઈને ઇમરાન બહુ રોમાંચિત છે. ફિલ્મમાં અસલમનો રોલ કરી રહેલાં ઇમરાનનું રોમાંચિત થવું સ્વાભાવિક છે, કારણ કે આ ગીત 1977માં આવેલી અમર અકબર એન્થૉની ફિલ્મનું છે કે જે ઋષિ કપૂર ઉપર શૂટ કરાયુ હતું કે જેઓ અકબરના રોલમાં હતાં. હવે અકબર પોતે ઇમરાનના વખાણ કરે, તો ઇમરાન તો ખુશ થાય જ ને!
ગીત સાથે જોડાયેલ એક પ્રસંગનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાન કહે છે - ગીત માટે ઋષિજી મારા વખાણ કર્યાં છે. હું ડબિંગ કરી પરત ફરી રહ્યો હતો. ત્યાં ઋષિજી બેઠેલા હતાં કે જેઓ પોતાના વારાનો ઇંતેજાર કરી રહ્યા હતાં. હું તેમની પાસે ગયો અને ડી ડે ફિલ્મમાં તેમના અભિનયના વખાણ કર્યાં. પછી તેમણે મને કહ્યું કે તૈયબ અલી... તમે કર્યું છે, તો મેં કહ્યું હા. તેથી તેમણે મારા વખાણ કરતાં જણાવ્યું કે તેમાં ડરવાની કોઈ જરૂર નથી. તમે બહુ સારૂં કામ કર્યું છે.
ફિલ્મના પ્રમોશન માટે આવેલ ઇમરાન ખાન, અક્ષય કુમાર તેમજ સોનાક્ષી સિન્હા ત્રણે ઋષિ કપૂર દ્વારા વખાણ કરાતાં ખૂબ જ ખુશ થઈ ગયા હતાં. ઇમરાનનું કહેવું છે કે આ એક લોકપ્રિય ગીત હતું અને તેને પુનઃ કરતાં હું નર્વસ હતો. હું આશા સેવુ છું કે જેમ જુનુ ગીત પસંદ કરવામાં આવ્યું. તેવી જ રીતે નવું પણ પસંદ કરવામાં આવશે.

તૈયબ અલી....
સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન ઉપર વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાનું ગીત તાજેતરમાં જ શૂટ કરાયું છે. આ ગીત વર્ષો પહેલા આવેલી અમર અકબર એંથૉની ફિલ્મનું છે.

અકબરે કર્યાં વખાણ
આ ગીત 1977માં આવેલી અમર અકબર એન્થૉની ફિલ્મનું છે કે જે ઋષિ કપૂર ઉપર શૂટ કરાયુ હતું કે જેઓ અકબરના રોલમાં હતાં. હવે અકબર પોતે ઇમરાનના વખાણ કરે, તો ઇમરાન તો ખુશ થાય જ ને!

ફિલ્મનું પ્રમોશન
ફિલ્મના પ્રમોશન માટે આવેલ ઇમરાન ખાન, અક્ષય કુમાર તેમજ સોનાક્ષી સિન્હા ત્રણે ઋષિ કપૂર દ્વારા વખાણ કરાતાં ખૂબ જ ખુશ થઈ ગયા હતાં.

15મી ઑગસ્ટે રિલીઝ
ઓયૂટીઆઈએમડી મિલન લુથરિયાના દિગ્દર્શિત હેઠળ બનેલી ફિલ્મ છે. ઇમરાને તેમાં એક ગૅંગસ્ટરની ભૂમિકા ભજવી છે. ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે.

અક્ષય પર્સનલ થઈ ગયા
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મની ટૅગલાઇન છે ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ. જ્યારેય અક્ષયને પૂછાયું કે આખરે પડદા ઉપરરોમાંસ દાખવવામાં કેટલી મજા આવી, તો અક્ષયે જણાવ્યું કે આ પર્સનલ છે. અમે કઈ રીતે શૅર કરીએ. ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
