Fukrey First Look : મળો ભોળા પંજાબણ રીચાને
મુંબઈ, 15 એપ્રિલ : ફુકરે ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. મુંબઈમાં હિન્દ કૉલેજના કૅફેટેરયા ખાતે યોજાયેલ આ ઈવેન્ટ દરમિયાન ફુકરે ફિલ્મના દિગ્દર્શક ફરહાન અખ્તર તથા રીતેશ સિધવાણ હાજર હતાં. ફરહાન તથા રીતેશ સાથે જ ફિલ્મના ચારેય એક્ટર્સ પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, અલી ફૈઝલ તથા પંકજ ત્રિપાઠી તેમજ અભિનેત્રી રીચા ચડ્ઢા પણ હાજર હતાં.
મીડિયા સામે ચારેય એક્ટરોએ ફિલ્મ ફુકરેની અનેક બાબતો શૅર કરી અને દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાના ખૂબ વખાણ પણ કર્યાં. ફુકરે ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચિંગ દરમિયાન રીયા ચડ્ઢા પોતાની ગ્રીન રંગની શૉર્ટ ડ્રેસમાં બહુ જ સુંર તેમજ હૉટ નજરે પડતા હતાં. રીચા સાથે એક્ટરેઓ પણ ખૂબ મસ્તી કરી. ફરહાન અખ્તરે ફુકરે ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચ દરમિયાન મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા પડ્યાં.
ફરહાન અખ્તરે ફુકરે ફિલ્મના ટાઇટલ અંગે ખુલાસો કર્યો કે આ ટાઇટલ જરાય ખરાબ શબ્દ નથી. જો આ ફિલ્મ 2 વરસ અગાઉ બની હોત, તો તેઓ પોતે આ ફિલ્મ માટે બેસ્ટ કાસ્ત હોત. ફુકરે ફિલ્મના ગીતો વિશે ફરહાને જણાવ્યું કે આ વખતે પણ તેમની ફિલ્મના ગીતો ફિલ્મને અનુકૂળ આવશે. ટુંકમાં જ ફિલ્મનું મ્યુઝિક પણ લૉન્ચ થનાર છે. ફિલ્મમાં રામ સમ્પતે બહેતરીન સંગીત આપ્યું છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ પોતે પોતાની લાઇફમાં અત્યાર સુધી સૌથી વધુ ક્યારે ફુકરે બન્યાં છે, તો ફરહાન અખ્તરે સ્મિત કરતાં જણાવ્યું કે તેઓ અનેક વાર પોતાના જીવનમાં ફુકરે બન્યાં છે. તેમણે કાસ્ટ અંગે પણ જણાવ્યું કે તેમણે અત્યાર સુધી બૉલીવુડના લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે અને આ વખતે નવી સ્ટાર કાસ્ટ સાથે કામ કરવાનો તેમનો અનુભવ ખૂબ જ સુખદ હતો.
આવો તસવીરો વડે જાણીએ કે આ ઈવેન્ટમાં વધું શું-શું થયું.

ગૅસ કરો... કોણ છે ફુકરે?
વિચિત્ર શીર્ષક ધરાવતી ફિલ્મ ફુકરેનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. લૉન્ચિંગ પ્રસંગે સૌથી વધું પ્રશ્નો ફિલ્મના ટાઇટલ અંગે જ હતાં.

હું તો ભોળી પંજાબણ છું
મીડિયાએ ફુકરે ફિલ્મના અભિનેત્રી રીચા ચડ્ઢાને પૂછ્યું કે જ્યારે દિગ્દર્શકે તેમને ફુકરે ફિલ્મ ઑફર કરી, ત્યારે તેમણે ખબર હતી કે તેઓ ફુકરે છે? અથવા દિગ્દર્શકે તેમને વિશ્વાસ અપાવ્યો હતો? રીચાએ તેના જવાબમાં જણાવ્યું - હું તો ભોળી પંજાબણ છું, નહીં કે ફુકરે.

મુલાયમ ક્યાંથી મુલાયમ છે
રીચાને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં તેમનો રોલ ભોળી પંજાબણનો છે, પરંતુ ટ્રેલર જોઈ એવું લાગે છે કે તેઓ ખૂબ હોંશિયાર અને કડક છે. આ અંગે રીચાએ જણાવ્યું કે મુલાયમ સિંહ યાદવનું નામ પણ તો મુલાયમ છે, પરંતુ તેઓ ક્યાંથી મુલાયમ છે? રીચાના આ જવાબ પર સૌ હસી પડ્યાં.

હું કાયમ ફુકરે રહ્યો છું
એક્ટર અલી ફૈઝલે જણાવ્યું કે તેઓ હંમેશાથી જ ફુકરે રહ્યાં છે. તેમને જ્યારે ફિલ્મની ઑફર મળી, ત્યારે લાગ્યું કે આ રોલ ખૂબ મજેદાર હશે અને એટલે જ તેમણે ઑફર સ્વીકારી. ફૈઝલે જણાવ્યું કે ફુકરે ફિલ્મમાં કામ કરતાં સૌથી વધુ તેમને ફિલ્મના દિગ્દર્શકે પ્રેરિત કર્યાં અને તેમણે દિગ્દર્શકને જ ફૉલો કર્યાં છે.

હું ફુકરે માટે બેસ્ટ કાસ્ટ હતો
ફરહાન અખ્તરે જણાવ્યું કે જો આ ફિલ્મ 2 વરસ અગાઉ બની હોત, તો તેઓ આ ફિલ્મના હીરો હોત, કારણ કે ફિલ્મના હીરોના તમામ ગુણો તેમની અંદર છે અને તેઓ પોતે પણ એક સમયે સૌથી મોટા ફુકરે રહ્યાં છે. ફરહાને એમ પણ જણાવ્યું કે ફુકરે ફિલ્મમાં ગીતો શ્રેષ્ઠ હશે.

જેમ લુક લુક લુક લુક લુક્ખે, તેમ ફુક ફુક ફુક ફુક ફુકરે
ફરહાને મીડિયા દ્વારા વિચિત્ર ટાઇટલ અંગે જણાવ્યું કે ફુકરે શબ્દ ખરાબ કૅટેગરીમાં નથી આવતો. તેમણે તેનો અર્થઘટન કરતાં જણાવ્યું કે જેમ લુક લુક લુક લુક લુક્ખે થાય છે, તેવી જ રીતે ફુક ફુક ફુક ફુક ફુકરે થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
