First Review: તુમ્હારી સુલુ, આ વર્ષના કેટલાક એવોર્ડ લઇ જશે
તુમ્હારી સુલુ વિદ્યા બાલનના સેક્સી રેડિયો જોકી અવતારને જોવા માટે કરીને પણ એક વાર આ ફિલ્મ જોવી જોઇએ. કારણ કે આ ફિલ્મ સાચે એક સારી સ્ટોરી કહી જાય છે. આ અંગે વધુ રિવ્યૂ વાંચો અહીં.
તુમ્હારી સુલુ વિદ્યા બાલનની આ ફિલ્મને ક્રિટિકે ખુબ જ પસંદ કરી છે. અને દર્શકો પણ આ ફિલ્મમાં વિદ્યા બાલનની એક્ટિંગ પર ફિદા છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તમે આ ફિલ્મ જોઇને હસતા હસતા બહાર આવશો. નાના બજેટમાં એક સારી ફિલ્મ બનાવવાનો પ્રયાસ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે. પહેલા સીનથી જ તમે સુલુના પાત્ર સાથે જોડાઇ જશો. વળી વિદ્યા બાલન આ ફિલ્મમાં અદ્ધભૂત એક્ટિંગ કરી છે. સાથે જ આ ફિલ્મની કાસ્ટ પણ ખૂબ જ સારી રીતે આ ફિલ્મનો ભાર ઉઠાવી રહી છે. ત્યારે જો વીકેન્ડમાં તમે એક લાઇટ કોમેડી વાળી ફિલ્મ જોવા ઇચ્છતા હોવ અને તમે વિદ્યા બાલનના ફેન હોવ તો ચોક્કસથી આ ફિલ્મ જોવા તમે જઇ શકો છો. ત્યારે આજે આ ફિલ્મ થિયેટરમાં રજૂ થવા જઇ રહી છે. ત્યારે આ ફિલ્મના કેટલાક અન્ય પાસા વિષે પણ જાણો અહીં...

શું છે સ્ટોરી
આ સ્ટોરી એક સાધારણ હાઉસવાઇફ સુલુની છે જે વધારે ભણેલી ગણેલી તો નથી પણ બાળકોની સ્કૂલમાં તે લીબું ચમચીમાં પહેલી આવી શકે છે. પતિની ઘરને છેડતી કરી શકે છે. સંબંધોઓને જવાબ આપતા પણ તેને આવડે છે અને રાતે તે એક સેક્સી રેડિયો જોકી તરીકે પણ કામ કરી શકે છે. આ તમામની વચ્ચે જ્યારે તેના જીવનમાં ટ્વિસ્ટ આવે છે ત્યારે કદી હાર ન માનવા વાળા તેના એટીટ્યૂડથી કેવી રીતે પ્રશ્નો ઉકેલે છે તે આમાં બતાવવામાં આવ્યું છે.

વિદ્યા બાલન
આ ફિલ્મમાં વિદ્યા બાલનની અદ્ઘભૂત એક્ટિંગ કરી છે. જેના કારણે કદાચ આ વખતે તેને નેશનલ એવોર્ડ પણ મળી શકે છે. ફિલ્મમાં વિદ્યાના જવાબો તમને ફિલ્મ પૂર્ણ થાય પછી પણ તમને હસાવે તેવા છે. એક યુવક વિદ્યા ફોન કરીને કહે છે કે તે બન્ને બહેનોને પ્રેમ કરે છે તો આવા સવાલ જવાબ વિદ્યા સામે સવાલ કરીને આપે છે કે મટર તો પનીરના શાકમાં પણ પડે છે અને આલુના શાકમાં પણ તો શું કરવું?

સુરેશ ત્રિવેદી
આ ફિલ્મમાં સુરેશ ત્રિવેદીનું અદ્ધભૂત ડાયરેક્શન જોવા મળ્યું છે. ડાયલોગ પણ સારી રીતે લખવામાં આવ્યા છે. જો કે ઇન્ટરવલ પછી અકારણે સ્ટોરીમાં ટ્વિસ એડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે ફિલ્મ થોડી બોરિંગ થઇ જાય છે.

સમજદાર સુલુ
જો કે આ ફિલ્મમાં સુલુ ભલે સેક્સી રેડિયો જોકી હોય પણ તેના પાત્રને ખૂબ જ સરસ રીતે અને બિલકુલ પણ અશ્લીલ ના લાગે તે ખૂબસૂરતીથી રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે જો તમે વિદ્યા બાલનના ફેન હોવ અને વીકએન્ડમાં એક હળવી ફિલ્મ જોઇને મનોરંજન મેળવવા માંગતા હોવ તો આ ફિલ્મ ચોક્કસથી જોવી જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
