રિવ્યૂ : રોમાંસ, લગ્ન અને કન્ફ્યુજન છે શુદ્ધ દેસી રોમાંસ
મુંબઈ, 6 સપ્ટેમ્બર : અત્યાર સુધી આપે યશ રાજ ફિલ્મ્સની યાદગાર પ્રણય-કથાઓ જોઈ છે. યશ રાજે અનેક ઐતિહાસિક પ્રણય-કથાઓ સાથે જ અનેક યાદગાર જોડીઓ પણ આપી છે, પરંતુ જેમ-જેમ યુગ બદલાયો, તેમ-તેમ પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ અને સાથે જ યશ રાજની પ્રણય-કથાઓમાં પણ પરિવર્તનો જોવા મળ્યાં. શુદ્ધ દેસી રોમાંસમાં યશ રાજે આજની યંગ જનરેશનની વિચારસરણી તથા તેમના પ્રેમ અને લગ્ન અંગે કન્ફ્યુજ્ડ વિચારો સામે લાવી મૂક્યાં છે. પરિણીતી ચોપરા, સુશાંત સિંહ રાજપૂત તથા નવોદિત વાણી કપૂરની વાર્તા છે શુદ્ધ દેસી રોમાંસ. ફિલ્મની શરુઆતથી લઈ અંત સુધી આપને આજના યૂથના જીવનની તે તમામ બાબતો અને નબળાઇઓ અંગે જાણવા મળશે કે જે અંગે કજાત જૂના જમાનાના લોકો વિચારી પણ નથી શકતાં. આજની યુવાન પેઢી પોતાના સંબંધો અને લગ્ન અંગે કઈ હદે કન્ફ્યુજ્ડ છે, કોઈ પણ બંધનમાં બંધાતા કેટલી બીવે છે. આ બાબતને ફિલ્મમાં દર્શાવાયું છે.
શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મની શરુઆત થાય છે રઘુરામ (સુશાંત સિંહ રાજપૂત)ના લગ્નથી. તારા (વાણી કપૂર) તે છોકરી છે કે જેની સાથે રઘુનું લગ્ન નક્કી થાય છે. ગાયત્રી (પરિણીતી ચોપરા) જાનૈયાઓ અને જાનની વ્યવસ્થાના કૉન્ટ્રૅક્ટનું કામ કરતા તાઉજી (ઋષિ કપૂર)ને ત્યાં કામ કરે છે. ગાયત્રી રઘુના લગ્નમાં તેની બહેન બનીને જાય છે. રસ્તામાં રઘુ ગાયત્રી સાથે પોતાના દિલની વાત શૅરકરે છે અને કહે છે કે તે લગ્ન કરવા નથી માંગતો. તે કન્ફ્યુજ્ડ છે. પછી લગ્નના મંડપમાંથી રઘુ કોઈને જણાવ્યા વગર ભાગી જાય છે. રઘુ જયપુર પાછો ફરે છે કે જ્યાં તેની મુલાકાત પુનઃ ગાયત્રી સાથે થાય છે અને તે તેને કહે છે કે તે તેનાથી પ્રેમ કરે છે. પછી રઘુ-ગાયત્રી સાથે રહેવા લાગે છે અને એક દિવસ લગ્નનો નિર્ણય કરે છે, પરંતુ લગ્નના દિવસે જ ગાયત્રી રઘુને છોડીને ભાગી જાય છે.
રઘુની મુલાકાત ફરી તારા સાથે થાય છે અને તે અને તારા એક-બીજાને પ્રેમ કરવા લાગે છે, પરંતુ લગ્ન અંગે નથી વિચારતાં. એક દિવસ રઘુ પુનઃ લગ્ન અંગે વિચારે છે અને તારાને પ્રપોઝ કરવાનું નક્કી કરે છે, પરંતુ પછી કંઇક એવું થાય છે કે રઘુના બીજીવાર લગ્ન નથી થઈ શકતાં.
આવો તસવીરો સાથે જાણીએ શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મની આગળની વાર્તા :

કેમ નથી થતું રઘુનું લગ્ન
ગાયત્રી તો રઘુને છોડીને ભાગી ગઈ, પણ તારા સાથે પણ રઘુનું લગ્ન કેમ નથી થતું, તે એક રહસ્યની વાત છે. આ જ ફિલ્મનો સાર. તે જાણવા માટે કે તારા અને રઘુ વચ્ચે શું થાય છે? થિયેટરમાં ફિલ્મ જોવી જ રહી.

પરિણીતી સૌથી આગળ
અગાઉ ઇશકઝાદે ફિલ્મમાં પરિણીતી આગળ અર્જુન કપૂર ક્યાંક ઝાંકા પડી ગયા હતાં અને શુદ્ધ દેસી રોમાંસમાં પણ પરિણીતી સામે સુશાંત સિંહ રાજપૂત ઢીલા પડી ગયાં. પરિણીતીએ પોતાના પરફૉર્મન્સથી સૌને માત આપી દીધી.

વાણી બિનઅસરકારક
વાણી કપૂર ફિલ્મમાં ક્યાંકને ક્યાંક પરિણીતીની કૉપી કરવામાં રહી ગયાં. વાણીની સ્ટાઇલ તથા તેમની પરફૉર્મન્સ ફિલ્મમાં ક્યાંય નજરે પડી નતી. તેઓ ડાયલૉગ પણ ખૂબજ ફ્લૅટ ડિલીવરી કરતા હતાં. આ હિસાબે વાણી બિનઅસરકારક રહ્યાં છે.

રઘુના રોલમાં જામે છે સુશાંત
સુશાંતે પુનઃ એક વાર જણાવી દીધું કે તેઓ એક શ્રેષ્ઠ એક્ટર છે અને સીરિયસ સાથે જ રોમાંટિક અને કૉમેડીમાં પણ હિટ છે. સુશાંતની પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ હોવાથી તેમની એક્ટિંગ અને કૉમેડી બહેતરીન છે.

ગમશે યુવાનોને
શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મ સમ્પૂર્ણ રીતે યુવાનોને સમર્પિત છે અને આજની યંગ જનરેશનને જ આ ફિલ્મ સમજાઈ શકશે, પરંતુ ક્યાંકને ક્યાં એવું લાગ્યું કે કદાચ યૂથને વધુ જ કન્ફ્યુજ્ડ દર્શાવાયું છે, જ્યારે આજની યુવા પેઢી વધુ હોંશિયાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
