રિવ્યૂ : નબળો છે વિશાલનો મટરૂ, ફિલ્મ એવરેજ
ફિલ્મઃ મટરૂ કી બિજલી કા મંડોલા
કલાકારઃ ઇમરાન ખાન, અનુષ્કા શર્મા, પંકજ કપૂર, આર્ય બબ્બર, શબાના આઝમી.
નિર્માતા-દિગ્દર્શકઃ વિશાલ ભારદ્વાજ
ગીતઃ વિશાલ ભારદ્વાજ, ગુલઝાર
સમીક્ષાઃ આજે વિશાલ ભારદ્વાજની બહુચર્ચિત ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા એટલે કે એમબીએમ રિલીઝ થઈ છે. ફિલ્મ પાસે લોકોને ખૂબ આશાઓ હતી, પરંતુ વિશાલ આ આશાઓ સો ટકા પૂરી શક્યા છે, તેવું કહેવું થોડુંક મુશ્કેલ છે, કારણ કે ફિલ્મ તો લીક સે હટકે બની છે, પરંતુ છતાં તેમાં ઘણી બધી ખામીઓ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ સારો છે, પરંતુ સેકેંડ હાફમાં ખૂબ કન્ફ્યુઝન છે. તેથી વિશાલની છેલ્લી હિટ ફિલ્મ ઓમકારાની યૂપી પૃષ્ઠભૂમિ આગળ એમબીએમની હરિયાણવી પૃષ્ઠભૂમિની અસર થોડીક ફીકી છે. જોકે ફિલ્મ મનોરંજન કરાવે છે. ફિલ્મના સંગીત માટે વિશાલને, તો ગીતો માટે ગુલઝારનો આભાર માની શકાય. ફિલ્મની જાન છે મંડોલા એટલે કે પંકજ કપૂર કે જેણે બે પ્રકારના રોલ પ્લે કર્યા છે. પ્રથમ રોલ ચબરાક બિઝનેસમૅન તરીકેનો છે કે જેના માટે પૈસો જ બધુ છે, તો બીજો રોલ છે દારૂડિયા તરીકેનો કે જે હમદર્દ છે. ગઝબનો અભિનય પંકજ કપૂરે કર્યો છે. તેમાં તેમનો સાથ આપ્યો છે ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ. તેમને જોઈ આંખો પહોળી થઈ જાય. આર્ય બબ્બર એવરેજ છે, તો અનુષ્કાનો હૉટ અંદાજ લાજવાબ છે. સાચે જ તેઓ ખૂબ સેક્સી છે. લોકોના દિલ પર બિજલી બનનાર અનુષ્કા આવનાર દિવસોમાં વધુ કહેર વરસાવે તો નવાઈ નથી. બીજી બાજુ જનાબ મટરૂ એટલે કે ઇમરાન ખાન એવરેજ જ રહ્યાં. તેમણે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે. એમ કહેવામાં ખોટું નહીં હશે કે વિશાલની એવરેજ ફિલ્મ એમબીએમમાં મટરૂ જ સૌથી નબળાં છે.

વાર્તાઃ મંડોલા એક ધનિક બિઝનેસમૅન છે કે જે ગામના ખેડૂતોની જમીન પચાવી શોપિંગ કૉમ્પ્લેક્સ બનાવવા માંગે છે. તેનો સાથ આપે છે ધારાસભ્ય શબાના આઝમી. તેમની દાનત મંડોલાના પૈસા ઉપર બગડે છે. તેથી તે મંડોલાની પુત્રી બિજલી એટલે કે અનુષ્કા શર્મા સાથે પોતાના પુત્ર આર્ય બબ્બરના લગ્ન કરાવવા માંગે છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે ઉમેરાય છે કે જ્યારે મટરૂ ઇમરાન ખાન ગામમાં આવે છે. મટરૂ શિક્ષિત ગામડિયો છે. પછી પંકજ કપૂરને સપનામાં ગુલાબી ભેંસ દેખાવા લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
