‘સંજૂ’- 2018 ના બધા એવોર્ડ્ઝ લઈ જશે રણબીર કપૂર, જબરદસ્ત પર્ફોર્મન્સ
રણબીર કપૂર સ્ટારર રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજૂ થિયેટરોમાં આવી ગઈ છે. ફિલ્મને સમીક્ષકો અને દર્શકો તરફથી ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.
રણબીર કપૂર સ્ટારર રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજૂ થિયેટરોમાં આવી ગઈ છે. ફિલ્મને સમીક્ષકો અને દર્શકો તરફથી ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. સાચુ કહીએ તો રાજકુમાર હિરાણીએ ફરીથી એકવાર સાબિત કરી દીધુ છે કે તે મિસ્ટર પરફેક્શનિસ્ટ છે. તેમણે ઈમોશનની સાથે એન્ટરટેઈનમેન્ટનો એવુ મિશ્રણ કર્યુ છે કે સહુ જોતા જ રહી ગયા. થિયેટરોમાં તાળીઓ અને સીટીઓ ગુંજતી રહી.

સંજય દત્તની જિંદગીના કેટલાક વણજોયા પાસાઓ
રણબીર કપૂર, પરેશ રાવલ, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, વિકી કૌશલ, સોનમ કપૂર સ્ટારર આ ફિલ્મની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સારી વાત એ છે કે રાજકુમાર હિરાણીએ આ આતુરતાનું ફળ ખૂબ મીઠુ આપ્યુ છે. ‘સંજૂ' ના માધ્યમથી દર્શકો સંજય દત્તની જિંદગીના કેટલાક વણજોયા પાસાઓથી વાકેફ થશે.

ફિલ્મની શરૂઆત
ફિલ્મની શરૂઆત સંજૂ (રણબીર કપૂર) ના યરવડા જેલ જવાના 1 મહિના પહેલાથી શરૂ થાય છે. જ્યારે માન્યતા દત્ત (દિયા મિર્ઝા) પતિની ઈમેજને સાચી દર્શાવવા માટે વિદેશી રાઈટર વિની (અનુષ્કા શર્મા) નો સંપર્ક કરે છે. વિની સંજય દત્તની વાર્તા સંભળાવવાનો નિર્ણય લે છે... અને અહીંથી શરૂ થાય છે ફ્લેશબેક.

પહેલી ફિલ્મનું શૂટિંગ
રાજકુમાર હિરાણી દર્શકોને તે સમયમાં લઈ જાય છે... જ્યારે સંજય દત્તે પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યુ હતુ. કેવી રીતે તે ડ્રગ્ઝની ઝપટમાં આવ્યો હતો.

ફર્સ્ટ હાફ
ફિલ્મના ફર્સ્ટ હાફમાં જ સંજૂના પિતા (પરેશ રાવલ), દોસ્ત કમલેશ (વિકી કૌશલ), જુબીન (જિમ સરભ) અને રુબી (સોનમ કપૂર) ની એન્ટ્રી થાય છે.

દિલદાર સંજય દત્ત
ફર્સ્ટ હાફમાં દિલદાર સંજય દત્ત જોવા મળે છે જે યારોનો યાર છે. તે સમજ્યા વિચાર્યા વગર લોકો પર ભરોસો કરી લે છે. તેની આ આદત તેના પર ભારે પડે છે. જેના કારણે તેનો પરિવાર વર્ષો સુધી હેરાન થાય છે.

રણબીર શાનદાર છે
ફિલ્મમાં રણબીર કપૂરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સાચુ કહીએ તો રણબીર આ ફિલ્મમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતી શકે છે.

દરેક ભૂમિકા પરફેક્ટ
ફિલ્મની સ્ટાર કાસ્ટની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. રણબીર કપૂરથી માંડીને પરેશ રાવલ, દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા, વિકી કૌશલ.. બધા પોતાની ભૂમિકમાં પરફેક્ટ છે.

વાર્તામાં છે દમ
દર્શકોની માનીએ તો રાજકુમાર હિરાણીએ ફિલ્મની સ્ક્રીપ્ટ એવી તગડી લખી છે.. કે તમે એક સીનમાં હસશો.. અને પછીના સીનમાં રોઈ પડશો. રાજકુમાર હિરાણીએ દર્શકોના ઈમોશન્સ પકડી રાખ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
