વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા રિવ્યૂ: નામ લિયા તો પહેચાન બુરા માન જાયેગી
અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા અને ઇમરાન ખાનની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા આજે સિનેમાઘરોમાં રિલીજ થઇ ગઇ છે. લોકોને ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં હતા. ખાસ કરીને અક્ષય કુમારના ફેન્સને આ ફિલ્મને લઇને સૌથી વધુ ઉત્સુકતા હતી. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ 2010 રિલીજ થયેલી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની સીક્વલ છે.
પહેલાં ભાગમાં અજય દેવગણ, ઇમરાન હાશમી અને કંગના રાણાવતે મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ તેની સીક્વલમાં અક્ષય કુમાર, ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાને જોવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો પરંતુ જ્યાં સુધી ફિલ્મની વાત છે તો ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી.
ફિલ્મ ક્રિટિક્સનું પણ એમ કહેવું છે જે વન્સ અપૉન ઍ ટાઇમમાં આ વખતે તે પંચ ન હતા જે પહેલા ભાગમાં હતા. અજય દેવગણ અને ઇમરાન હાશમીની એક્ટિંગના કારણે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ એક બ્રાન્ડ બની ગઇ હતી. પરંતુ આ બ્રાંડની સીક્વલમાં કંઇપણ એવું ન હતું જે લોકોને ગમી જાય. જો કે અક્ષય કુમારના પાત્રએ ફિલ્મમાં જે પંચ આપ્યા છે તે ફક્ત ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં ઇમરાન ખાનની એક્ટિંગ કંઇ ખાસ જોવા મળી નહી ના તો ફિલ્મના ગીતો ઇંપ્રેસ કરનાર છે. જો કે ફિલ્મ એકનું સ્લો ગીત લોકોને ગમી રહ્યું છે.
ફિલ્મની કહાણીમાં કંઇ ખાસ નથી, એક ડોન અને તેની પ્રેમિકાની કહાણી છે. કુલ મિલાવીને કહી શકાય કે પર્સનલ કરવાના ચક્કરમાં ફિલ્મને નિર્દશકે ક્યાંની ક્યાંય પહોંચાડી દિધી.

ડોન શોહેબની કહાણી
સુલ્તાન (અજય દેવગણ) બાદ શોહેબ (અક્ષય કુમાર) તેની જગ્યાએ મુંબઇ પર રાજ કરવાની પૂરી તૈયારી કરે છે. આખુ મુંબઇ શહેર તેના ઇશારા પર ચાલે છે એટલી હદે કે મુંબઇમાં યોજાનારી મેચનો ટોસ તેના આવ્યા સિવાય થતો નથી. શોહેબ બે છોકરાઓને જેનું નામ અફજલ અને દોઢ પગ છે ને પોતાના ધંધામાં સામેલ કરે છે. અફજલની ભૂમિકા ઇમરાન ખાને ભજવી છે.

અફજલની શોહેબ પ્રત્યે ઇમાનદારી
અફજલ શોહેબ માટે પોતાનો જીવ સુધી આપવા માટે તૈયાર રહે છે. અફજલ શોહેબની ખૂબ ઇજ્જત કરે છે ત્યાં સુધી કે તે પોતાના ભાઇ જેવા મિત્રને પણ મારવા માટે તૈયાર થઇ જાય છે. શોહેબ પણ અફજલ પર ખૂબ વિશ્વાસ કરે છે. પરંતુ બીજી તરફ શોહેબ પોતાના ઇમાનદાર માણસ જીવ લેવાનું ચૂકતો નથી જો તે શોહેબ વિરૂદ્ધ કંઇપણ કરે છે

અફજલ અને જૈસમીનનો પ્રેમ
અફજલનો દોસ્ત દોઢ પગાની ગર્લફેન્ડની મિત્ર જૈસમીન એક દિવસ અફજલને મળે છે. અફજલ તેને પસંદ કરવા લાગે છે અને ક્યાંક ને ક્યાંક જૈસમીન પણ અફજલને પસંદ કરે છે. પરંતુ યે બંને એકબીજાને આ વાતનો ઇજહાર નથી કરતા.

શોહેબ અને જૈસમીનની મુલાકાત
શોહેબ અને જૈસમીનની મુલાકાત પણ આવી એક પાર્ટીમાં થાય છે. શોહેબની સાથે જૈસમીન એક મિત્રની જેમ વર્તે છે પરંતુ શોહેબને લાગે છે કે જૈસમીન તેને પ્રેમ કરે છે. અને તે જૈસમીનની સાથે પ્રેમના સપના જોવા લાગે છે. પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે અફજલ જૈસમીનને પ્રેમ કરે છે તો તે અફજલને મારવાનો પ્રયત્ન કરે છે.

શોહેબ અને અફજલમાંથી કોની થશે જૈસમીન
શોહેબ અફજલને મારી નાખે છે કે પછી અફજલ શોહેબ પ્રત્યે પોતાની ઇમાનદારી દર્શાવતાં જૈસમીનને તેને આપી દે છે. અંતે આ ફિલ્મનો અંત કેવો હશે. તે જાણવા માટે તમારે થિયેટરમાં જઇને વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા જોવી પડશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
