રિવ્યૂ : મર્ડર સિરીઝની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે મર્ડર 3

દિગ્દર્શક : વિશેષ ભટ્ટ
નિર્માતા : મહેશ ભટ્ટ
કલાકાર : રણદીપ હુડા, સારા લૉરેન, અદિતી રાવ હૈદરી
સંગીત : પ્રીતમ ભટ્ટ
ભટ્ટ કૅમ્પની મર્ડર સિરીઝની ત્રીજી ફિલ્મ મર્ડર 3 આજે રિલીઝ થઈ ગઈ છે. દરેકને તેનો ઇંતેજાર હતો. મર્ડર 3 જોયા બાદ ફિલ્મ સમીક્ષક તરણ આર્શનું માનવું છે કે મર્ડર 3 આ સિરીઝની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે. ફિલ્મની વાર્તાથી લઈ કાસ્ટની એક્ટિંગ સુધી અને ફિલ્મના દિગ્દર્શનથી લઈ ફિલ્મના ગીતો સુધી બધુ શ્રેષ્ઠ છે અને તે બેજોડ છે. વિશેષ ભટ્ટે પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા લોકોને આશ્ચર્યચકિત કર્યાં છે અને આવનાર સમયમાં તેમનાથી લોકોની અપેક્ષાઓ હજી વધી ગઈ છે.
વાર્તા : મર્ડર સિરીઝની ત્રીજી ફિલ્મ મર્ડર 3 અત્યાર સુધી રિલીઝ થયેલી મર્ડર અને મર્ડર 2ની જેમ જ થ્રિલર ફિલ્મ છે. બેઝિકલી આ સિરીઝ સ્પેનિશ થ્રિલર ધ હિડન ફેસની રીમેક છે. ફિલ્મની વાર્તા શરૂ થાય ચે હૉટ શૉટ ફૅશ તથા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિક્રમ (રણદીપ હુડા) સાથે કે જે એક લૉજની વેટરંસ નિશા (સારા લૉરેન) સાથે રિલેશનશિપમાં હોય છે. નિશા વિક્રમ સાથે શહેરથી બહાર આવેલ તેમના ઘરે જાય છે. આ ઘર શહેરથી દૂર એક ખૂબ જ વેરાન સ્થાને હોય છે. સદીઓ અગાઉ બનેલ આ ઘર ખૂબ જ સુંદર હોવાની સાથે ખૂબ જ બિહામણું પણ છે. આ ઘરમાં નિશા માટે અનેક સીક્રેટ્સ છુપાયેલાં છે. આ ઘરમાં છુપાયેલો હોય છે રહસ્ય કે વિક્રમનું જીવન કઈ રીતે બન્યું અને તેની પ્રથમ ગર્લફ્રેન્ડ રોશની (અદિતી રાવ હૈદરી) અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? મર્ડર 3માં અનેક એવા દૃશ્યો છે કે જે જોઈ આપ શૉક્ડ રહી જશો. રુઆંટા ઊભા થઈજશે અને પળ ભરમાટે તે એવો અનુભવ થશે કે આ કોઈ હૉરર ફિલ્મ તો નથી. ક્યાંક તેમાં ભૂત તો નથી. જે છોકરી નિશા એટલે કે સારા લૉરેન લપાઈ-છુપાઈને દેખાય છે, તે શું તે ભૂત છે? શું તે ઘર ભૂતિયું છે? ફિલ્મના પ્રથમ ભાગમાં રણદીપ અને અદિતીની સુંદર તેમજ પ્રેમપૂર્ણ ઝિંદગી દર્શાવાઈ છે કે જેમાં રણદીપ તેમજ અદિતીની પ્રેમપૂર્ણ ક્ષણો દર્શાવાઈ છે. એક વેરાન સ્થળે શહેરના શોરથી દૂર સુંદર ઘર તથા તેમાં બે પ્રેમ કરનારાઓ અને પછી અચાનક છોકીરનું ગાયબ થઈ જવું તથા તેના ખૂનનો આરોપ છોકરા પર મૂકાવો, પછી છોકરાનું કોઈ બીજી છોકરીના પ્રેમમાં પડવું.
ફિલ્મની વાર્તામાં ક્યાંય કોઈ રુકાવટ નથી અનુભવાતી. મર્ડર 3ના ગીતો પણ શ્રેષ્ઠ છે. પ્રીતમના ગીતો હંમેશા ભટ્ટ કૅમ્પના પ્રાણ રહ્યાં છે અને મર્ડર 3 ફિલ્મમાં પણ ગીતો જ પ્રાણ છે. વિશેષ ભટ્ટે પોતાની પ્રથમ ફિલ્મથી જ લોકોને ઇમ્પ્રેસ કર્યાં છે અને આવનાર સમયે તેમનો ભાવિ ઉજ્જ્વળ જળાય છે. રણદીપ હુડાની એક્ટિંગ કમાલની છે. જોકે શરુઆતની પળોમાં કદાચ ઇમરાન હાશમની ખોટ અનુભવાય, પરંતુ જેમ-જેમ વાર્તા આગળ વધે છે, રણદીપ ઇમરાનની ખોટ જણાવા દેતા નથી. અદિતિ તેમજ સારાની એક્ટિંગ શ્રેષ્ઠ છે. બંનેએ ફિલ્મમાં પોતાને સાબિત કરી આપ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
