Movie Review: વજહ તુમ હો
સસ્પેન્સ, થ્રિલર અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ 'વજહ તુમ હો' રિલિઝ થઇ ચૂકી છે. વાંચો મૂવિ રિવ્યૂ..
ડિરેક્ટરઃ વિશાલ પંડ્યા
કાસ્ટઃ સના ખાન, શરમન જોશી, ગુરમીત ચૌધરી, રજનીશ દુગ્ગલ, શરલીન ચોપરા
મ્યૂઝિક ડિરેક્ટરઃ મિથૂન, અભિજીત વાઘાણી, મીત બ્રો
હેટ સ્ટોરી 2 અને હેટ સ્ટારી 3 બાદ ડિરેક્ટ વિશઆલ પંડ્યાની આ ત્રીજી ફિલ્મ છે. વધુ કરીને બોલ્ડ સિન્સ અને તેની ગીતને લીધે જ આ ફિલ્મ ચર્ચામાં રહી છે. પરંતુ તમને જણાવી દઇએ કે ફિલ્મની વાર્તા એખ સત્ય ઘટના પરથી પ્રેરિત છે. એક નેશનલ ટીવી ચેનલ હેક થાય છે અને ચેનલ પર લાઇવ મર્ડર બ્રોડકાસ્ટ થાય છે.
ફિલ્મના ટ્રેલરમાં બોલ્ડ સિન્સ બાદ જો કોઇએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હોય તો એ છે શરમન જોશી. તે આ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવી રહ્યો છે, જે લાઇવ મર્ડર બ્રોડકાસ્ટનો કેસ હેન્ડલ કરે છે. રજનીશ દુગ્ગલ એ ન્યૂઝ ચેનલનો સીઇઓ છે, જ્યારે સના ખાન અને ગુરમીત ચૌધરી વકીલનો રોલ ભજવી રહ્યા છે.

સ્ટોરી
આ ફિલ્મની વાર્તા સત્યઘટના પરથી પ્રરિત છે. ગ્લોબલ ટાઇમ નેટવર્ક નામની ન્યૂઝ ચેનલ પર લાઇવ મર્ડર બ્રોડકાસ્ટ કરવામાં આવે છે, જેનો આરોપ ન્યૂઝ ચેનલના સીઇઓ (રજનીશ દુગ્ગલ) પર આવે છે. ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડે છે કે આ ન્યૂઝ ચેનલને હેક કરવામાં આવી હતી. સના ખાન અને ગુરમીત ચૌધરી વકીલનો રોલ ભજવી રહ્યા છે. આ થ્રિલર ફિલ્મ બનાવતાં પહેલા ડિરેક્ટ વિશાલ પંડ્યાએ હેકિંગના કોનસેપ્ટ પર ખાસું રિસર્ચ કર્યું છે. તેમણે આ ફિલ્મ ઓફિશિયલ હેકર્સને પણ બતાવી હતી, જેમણે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં હેકિંગની સમસ્યાને ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે.

ગુરમીત-સના-રજનીશની સિંઝલિંગ કેમેસ્ટ્રી
આ ફિલ્મમાં ગુરમીત, સના અને રજનીશના ઘણા બોલ્ડ સિન્સ છે. ગુરમીત અને સનાની કેમેસ્ટ્રિ પડદા પર ખૂબ જામે છે, તો સામે રજનીશ અને સનાની જોડી પણ સિઝલિંગ હોટ છે. સનાની આ પહેલી ફિલ્મ છે અને તેણે આ ફિલ્મ પહેલાં પોતાની બોડીને પરફેક્ટ ટોન આપવા માટે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મના બોલ્ડ સિન અંગે સના ઘણી જ કૂલ અને કામ છે, તેના મતે આ સિન ફિલ્મના પ્લોટની ડિમાન્ડ હતી. તો બીજી બાજુ ગુરમીત ચૌધરીની પર્સનલ લાઇફમાં આ બોલ્ડ સિનને લીધે ઘણી આફતો આવી હોવાના સમાચાર આવ્યા હતા.

શરમન જોશી
શરમન જોશીના ચોટદાર ડાયલોગ્સે આ ફિલ્મમાં સૌનું ધ્યાન ખેંચ્યુ છે. સમીર અરોરાએ આ ફિલ્મના ડાયલોગ ખૂબ સરસ લખ્યા છે અને શરમન જોષી આ વિટિ ડાયલોગ્સને સફળતાપૂર્વક ડિલીવર કરી શક્યો છે.

મ્યૂઝિક
આ ફિલ્મના મ્યૂઝિક ડિરેક્ટર છે મિથૂન, અભિજિત વાઘાણી અને મીત બ્રોસ. ફિલ્મમાં 4 ગીતો છે અને ચારેય ગીતો લોકોને પસંદ પડ્યા છે. ફિલ્મનું ટાઇટલ સોન્ગને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.

જોવી કે નહીં?
ડિરેક્ટર વિશાલ પાંડે ગુરમીત અને સનાની હોટ કેમેસ્ટ્રિ સ્ક્રિન પર ઉતારવામાં સફળ રહ્યા છે, પરંતુ સ્ક્રિન પ્લે ઘણો નબળો હોવાને કારણે થ્રિલ જળવાઇ રહેતી નથી. થ્રિલર મૂવિમાં જરૂરી સસ્પેન્સ અને ડ્રામા મિસિંગ છે, રોમાન્સ ભરપૂર છે.

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
