MovieReview:ઇતિહાસના પાઠનું પુનરાવર્તન છે 'પાર્ટિશન: 1947'
ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હુમા કુરૈશીની ફિલ્મ 'પાર્ટિશન: 1947'નો રિવ્યુ અને રેટિંગ વાંચો અહીં.
ફિલ્મ: પાર્ટિશન: 1947
સ્ટારકાસ્ટ: હુમા કુરૈશી, મનીષ દયાળ, સ્વ. ઓમ પુરી, ડેન્ઝિલ સ્મિથ, હ્યુગ બોનવિલે, ગિલિયન એંડરસન
ડાયરેક્ટર: ગુરિન્દર ચઢ્ઢા
પ્રોડ્યૂસર: પૉલ માયેદા બર્ગેસ, ગુરિન્દર ચઢ્ઢા, દીપક નાયર
લેખક: પૉલ માયેદા બર્ગેસ, ગુરિન્દર ચઢ્ઢા, મોઇરા બુફિનિ
પ્લસ પોઇન્ટ: પર્ફોમન્સ
માઇનસ પોઇન્ટ: હુમા કુરૈશી અને મનીષ દયાળનો લવ ટ્રેક
સ્ટાર: 2.5

પ્લોટ
છેલ્લા વાઇસરોય લૉર્ડ માઉન્ટબેટન(હ્યુગ બોનવિલે) પોતાની પત્ની એડિવના(ગિલિયન એંડરસન) અને પુત્રી પામેલા સાથે ભારત પહોંચે છે, વર્ષ છે 1947. જ્યારે બ્રિટિશ સરકાર ભારતને શાંતિપૂર્વક સત્તા સુપરત કરવાની હોય છે. લૉર્ડ માઉન્ટબેટનનો મહેલ 'ધ વાઇસરોઇસ હાઉસ' ભારતના ભાગલાની વાર્તા જણાવે છે. એક એવી ઘટના જેના પડઘા ભારતના ઇતિહાસમાં લાંબા સમય સુધી જોવા મળ્યા હતા. આ દરમિયાન વાઇસરૉયના એસ્ટેટમાં નવા-સવા નોકરીએ જોડાયેલ જીત(મનીષ દયાળ) અને તેની બાળપણની મિત્ર આલિયા(હુમા કુરૈશી) એકબીજાના પ્રેમમાં પડે છે. લાંબા સમય બાદ અચાનક જ ભેગા થયેલા આ બાળપણના મિત્રો પોતાના પ્રેમને સંબંધનું નામ આપવા માંગે છે, પરંતુ આલિયા મુસલમાન છે અને પહેલેથી જ કોઇ બીજા સાથે બંધાઇ ચૂકી છે. જીત પોતાના પ્રેમને મેળવવા કટિબદ્ધ છે, પરંતુ ભારત અને પાકિસ્તાનના ભાગલા વચ્ચે, જ્યાં હિંદુ અને મુસ્લિમના બે અલગ દેશ કરવાની કટ્ટર વિચારધારા આકાર લઇ રહી છે, ત્યારે એ શક્ય છે ખરું?

ડાયરેક્શન
ક્રેડિટ રોલના તુરંત પહેલાં ડાયરેક્ટર ગુરિન્દર ચઢ્ઢા ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન તેમના શીખ સમાજને વેઠવી પડેલ ક્રૂરતા અને દુઃખ વર્ણવે છે, આ વર્ણન ખાસું સંવેદશનશીલ છે. હુમા અને મનીષની લવ-સ્ટોરી માત્ર પટકથામાં થોડી મીઠાશ ઉમેરવા માટે નાખવામાં આવી હોય એમ લાગે છે, જે પચાવવી મુશ્કેલ છે. પાર્ટિશન આજે પણ એક એવો વિષય છે, જે દેશવાસીઓને અંદરથી હલાવી કાઢે છે, પરંતુ આ ફિલ્મમાંથી એ અસરકારકતા મિસિંગ છે. તેમણે માઉન્ટબેટનને આ સિક્રેટ પાર્ટિશન પ્લાન કરનાર ટાસ્કમાસ્ટર્સના એક સામાન્ય પ્યાદાની માફક રજૂ કર્યાં છે. નેહરૂ-એડવિનાના સંબંધના વિષયથી તેઓ દૂર રહ્યાં છે. 1947ના ભાગલા જેવા વિષય પર ફિલ્મ બનાવવાનો અને આ દરમિયના ઘટેલી ઘટનાઓ અંગે સમાજના બહોળા વર્ગને માહિતી આપવાનો ગુરિન્દર ચઢ્ઢાનો આ વખાણવા યોગ્ય પ્રયાસ છે. પરંતુ તેમણે આ વિષયને અત્યંત સાદી-સરળ રીતે હેન્ડલ કર્યો છે, જેને કારણે દર્શકોને નિરાશ થયા છે.

એક્ટિંગ
લૉર્ડ માઉન્ટબેટ તરીકે હ્યુગ બોનવિલેની એક્ટિંગ પરફેક્ટ છે. એડવિના માઉન્ટબેટન તરીકે ગિલિયન એન્ડરસનને પણ પોતાની સ્કિલ બતાવવાની સારી એવી તક મળી છે, જેનો તેણે સદઉપયોગ કર્યો છે. મનીષ દયાળ અને હુમા કુરૈશીનો લવ-ટ્રેક ખાસ રસપ્રદ ન હોવા છતાં, તેઓ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે. સ્વ. ઓમ પુરીનો રોલ વધુ સારી રીતે લખી શકાયો હોત. તનવીર ઘાની અને ડેન્ઝિલ સ્મિથે આ ફિલ્મમાં અનુક્રમે નેહરૂ અને ઝિણાંનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે.

ટેક્નિકલ આસ્પેક્ટ
ફિલ્મની સિનેમેટોગ્રાફી અત્યંત સુંદર છે. એડિટિંગ પણ વાર્તાને વધુ રસપ્રદ બનાવનારું છે. મ્યૂઝિક ડાયેર્ક્ટર એ.આર.રહેમાનનું બોકગ્રાઉન્ડ મ્યૂઝિક ફિલ્મની વાર્તામાં સારી રીતે ભળી જાય છે.

ફિલ્મ જોવી કે નહીં?
ભારત-પાકિસ્તાનના વિભાજન પર ફિલ્મ બનાવવાનો સરસ પ્રયાસ છે, પરંતુ કેટલીક ઘટનાઓ અવગણવામાં આવી છે. શાળાની ચોપડીમાં આ વિષય પર જેમ માત્ર મુખ્ય તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, એવું જ ગુરિન્દર ચઢ્ઢાએ કર્યું છે. જો ઇતિહાસની આ ઘટનાનું એક ઝડપી પુનરાવર્તન જોવું હોય, તો આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
