Review : બૉક્સ ઑફિસે આમ આદમીની જય હો!
મુંબઈ, 24 જાન્યુઆરી : સલમાન ખાનની જય હો ફિલ્મ આજે બૉક્સ ઑફિસે રિલીઝ થઈ છે. જય હોની આખી ટીમ સાથે જ સલમાન ખાનના ફૅન્સ પણપોતાની ફિંગર ક્રૉસ કરી અને દિલને થામી જય હોના પહેલા શો બાદ બૉક્સ ઑફિસના નંબર ગેમ સ્ટાર્ટ થવાનો ઇંતેજાર કરી રહ્યાં છે. વર્ષ 2014ની સૌથી વધુ હૅડલાઇન્સ મેળવનારી ફિલ્મ જય હો અંગે બૉક્સ ઑફિસ નંબર્સ માટે ટ્રેડ એક્સપર્ટ્સ પણ બહુ ઉત્સુક છે. સલમાન ખાનના આમ આદમી અવતારને જોવા માટે ફૅન્ટ એટલા બધા ઉત્સુક છે કે તેઓ પહેલો જ શો જોવા માંગે છે. જય હો ઉપર સૌથી મોટુ દબાણ ચેન્નઈ એક્સપ્રેસ અને ધૂમ 3 જેવી ફિલ્મોના મોટા-મોટા રેકૉર્ડ્સ તોડવાનું પણ છે.
વાર્તા : જય હો ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસની વાર્તા છે કે જે આ વાત ઉપર વિશ્વાસ ધરાવે છે કે દરેક માણસે પોતાના જીવનમાં ત્રણ જણાની મદદ કરવી જોઇએ કે જે મજબૂર અને જરૂરિયાતમંદ હોય. જય અગ્નિહોત્રી (સલમાન ખાન) એક એક્સ આર્મી મેજર છે અને તે પોતાના દેશને વધુ બહેતર દેશ બનાવવા માટે એક મંત્ર અપનાવે છે. તેનું માનવું છે કે જો દરેક સામાન્ય વ્યક્તિ પોતાના જીવનમાં ત્રણ જરૂરિયાતમંદોની મદદ કરે, તો આપણે આપણા દેશને એક બહેતર દેશ બનાવી શકીએ છીએ. જય વગર કોઈને કહ્યે લોકોની મદદ કરતો રહે છે અને મદદ લેનારને કહેતો રહે છે કે તેઓ પણ ત્રણ જણાની મદદ કરે છે. આ રીતે તે પોતાના દેશ અને સમાજને બહેતર બનાવવાના પ્રયત્નો કરે છે, પરંતુ જયના માર્ગે અનેક વિઘ્નો આવે છે અને તે એક પાવરફુલ પૉલિટિશિયન સાથેના ઝગડામાં ફસાઈ જાય છે. હવે તે કઈ રીતે આ ઝગડાને પહોંચી વળે છે અને કઈ રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે? આ જ આધાર છે જય હો ફિલ્મની વાર્તાનો.
આવો તસવીરો સાથે જાણીએ જય હો ફિલ્મ જોવાના પાંચ ખાસ કારણો :

સલમાન-ડૅઝીનો રોમાંસ
જયના દેશને વધુ બહેતર બનાવવાના મિશન વચ્ચે તેના જીવનમાં રોમાંસનો ચૅપ્ટર પણ આવે છે. ડૅઝી શાહે જય હો ફિલ્મમાં સલમાન સાથે બહેતરીન રોમાંટિક સીન્સ આપ્યાં છે. ડૅઝી-સલમાન વચ્ચે સારા રોમાંટિક સૉંગ્સ પણ શૂટ કરાયાં છે.

સલમાનના એક્શન સિક્વંસ
જેવી કે સલમાનના ફૅન્સ તેમની પાસે અપેક્ષા ધરાવે છે, જય હોમાં પણ સલમાનના કેટલાંક ખૂબ જ બહેતરીન એક્શન સિક્વંસ છે. સલમાન પણ જાણે છે તેમના ફૅન્સના ટેસ્ટ્સ.

પૉલિટિક્સ સાથે સંબંધ નથી
સલમાનની ફિલ્મ જય હોમાં આમ આદમી અંગે ઘણુ બધુ બોલાયું છે અને ફિલ્મમાં પૉલિટિશિયન્સ અંગે પણ ઘણા સંવાદો છે, પરંતુ સલમાનનું કહેવું છે કે જય હોનું પૉલિટિક્સ સાથે કોઈ સંબંધ નથી.

ક્લાસિક સૉંગ પણ
એમ તો જય હોના ગીતો કોઈ ખાસ લોકપ્રિય નથી થયાં, પણ ફિલ્મમાં એક ક્લાસિક સૉંગ પણ છે કે જેને બહુ પ્રમોટ કરાઈ રહ્યું છે. આ ક્લાસિકલ સૉંગ ખૂબ જ સુંદરતા સાથે શૂટ કરાયું છે.

ફૅન્સ માટે નામ બદલ્યું
જય હોનું નામ અગાઉ મેંટલ હતું, પરંતુ પછી સલમાનના પિતા સલીમ ખાને કહેતા ફિલ્મનું નામ બદલી જય હો રાખવામાં આવ્યું. જોકે આ નામ સાથે જ ઘણા નવા વિવાદો ફિલ્મ સાથે જોડાઈ ગયાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
