Review : જા હમ્પ્ટી જા... જી લે અપની જિંદગી...
ફિલ્મ : હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા
નિર્માતા : કરણ જૌહર
દિગ્દર્શક : શશાંક ખેતાન
સંગીત : સચિન જિગર
કલાકાર : વરુણ ધવન, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ શુક્લા, આશુતોષ રાણા
રેટિંગ : ****
ઇશ્ક તથા મહોબ્બત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફિલ્મમેકરોનો સૌથી મનગમતો વિષય રહ્યો છે. યશ ચોપરાજીએ પોતાની ફિલ્મોમાં ટિપિકલ અને હૃદયને સ્પર્શી જનાર રોમાંસની શરુઆત કરી, તો ધીમે-ધીમે રોમાંટિક ફિલ્મોનું સ્થાન રોમ-કૉમ એટલે કે રોમાંસ અને કૉમેડીએ લઈ લીધું. આ ફિલ્મોમાં રોમાંસ સાથે કૉમેડીનો તડકો ઉમેરવામાં આવ્યું કે જે દર્શકોને પણ ગમ્યું. વરુણ ધવન તથા આલિયા ભટ્ટની આજે રિલીઝ થયેલ ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા પણ એક રોમ કૉમ છે. જોકે ફિલ્મમાં દિગ્દર્શકોએ પુરતો પ્રયત્ન કર્યો છે કે એક ખૂબ જ પ્રેમભર્યો અને દિલની ધડકનો વધારનાર રોમાંસ દર્શકો સામે રજૂ કરે, પણ ક્યાંકને ક્યાંક તેમની કોશિશ નિષ્ફળ થતી દેખાઈ.
વરુણ ધવન તથા આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાની વાર્તા શરૂ થાય છે અંબાલાના એક ઘરથી કે જ્યાં કાવ્યા (આલિયા ભટ્ટ) પોતાના પરિવાર સાથે રહે છે. કાવ્યાની મોટી બહેને લવ મૅરેજ કર્યા હતાં, પણ તેના આ મૅરેજ વધુ ટકી નથી શકતો અને તે પિયરે આવી જાય છે. તેથી કાવ્યાના પિતાને પ્રેમ-લવ જેવા શબ્દોથી નફરત જેવી થઈ જાય છે. તેઓ કાવ્યાના લગ્ન પોતાના મિત્રના પુત્ર અંગદ (સિદ્ધાર્થ શુક્લા) સાથે નક્કી કરી દે છે. કાવ્યા ઇચ્છે છે કે તે પોતાના લગ્નમાં કરીના કપૂર જેવો ડિઝાઇનર લહેંગો પહેરે. ડિઝાઇનર લહેંગા માટે તે પોતાના મામાજીને ત્યાં દિલ્હી આવી જાય છે અને અહીં તેની મુલાકાત હમ્પ્ટી શર્મા ઉર્ફે રાકેશ શર્મા (વરુણ ધવન) સાથે. આ મુલાકાત કાવ્યા અને હમ્પ્ટીની જિંદગીને કયા મુકામે લઈ જાય છે? આ જાણવા માટે તો હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાને આપે મળવું પડશે.
હાલ તો આપને બતાવીએ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જોવા કે ન જોવાના 5 કારણો :

દિગ્દર્શન
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના દિગ્દર્શક શશાંક ખેતાને ફિલ્મમાં વરુણ-આલિયાની બહેતરીન કેમેસ્ટ્રી બતાવવાની કોશિશ કરી છે. રોમાંટિક સીન્સ પણ કંઇક અંશે ખૂબ સુંદર રીતે શૂટ કરાયાં છે. જોકે ફિલ્મના બીજા ભાગમાં વાર્તા થોડીક ઝડપથી આગળ વધતી દેખાઈ. ફિલ્મના કેટલાક એવા પાર્ટ્સ છે કે જેની ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જેમ કે એક વાર જ મળ્યા બાદ હમ્પ્ટીના પિતા દ્વારા કાવ્યાના લહેંગા માટે પૈસા આપી દેવા.

અભિનય
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં અભિનય એક એવો ભાગ છે કે જે બેસ્ટ છે. આલિયા ભટ્ટ પોતાની છેલ્લી ત્રણ ફિલ્મોના હિસાબે વધુ મૅચ્યોર નજરે પડ્યાં છે. દરેક સીના એક્સપ્રેશનમાં આલિયાએ બેસ્ટ આપ્યું છે. વરુણના ઇમોશનલ સીન્સ ખૂબ જ સુંદર છે. ઘણી વખત વરુણ દર્શકોને રવડાવવામાં સફળ નિવડ્યાં છે. સિદ્ધાર્થ શુક્લાએ પોતાના પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો છે. સિદ્ધાર્થની એન્ટ્રી બાદ તો યુવતીઓની આંખો તેમની ઉપર જ ટકી જાય છે.

સંગીત
હમ્પ્ટી શર્માના ગીતો લોકોને ખૂબ ગમી રહ્યાં છે. મૈં તેનૂં સમઝાવાં... તો લોકોમાં ઘણુ લોકપ્રિય થયું છે. ઉપરાંત સૅટરડે સૅટરડે... લકી મી લકી તૂ... ગીતો પણ ગમી જાય તેવા છે. આ ગીતો હાલ પાર્ટીઓ-પ્રસંગોનો જાન બની રહ્યાં છે.

ખાસ વાત
ફિલ્મની ખાસ વાત વિશે કહીએ, તો કલાકારોના અભિનય અને ગીતો ફિલ્મને ખાસ બનાવે છે. ફિલ્મમાં શાહરુખ ખાનના કેટલાક હિટ રોમાંટિક સીન્સ દર્શાવાયાં છે. ઉપરાંત શાહરુખના રોમાંટિક સિગ્નેચર સ્ટેપ પણ દર્શાવાયાં છે.

જોવી કે કેમ?
રોમાંસ અને કૉમેડી બંનેનું મિશ્રણ છે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા. ફિલ્મમાં વરુણ-આલિયાની કેમેસ્ટ્રી બહેતરીન છે. ફિલ્મ એક વાર તો જોવા જેવી છે જ. મનોરંજક હોવાની સાથે-સાથે ઘણા સમય બાદ કોઈ ફિલ્મમાં આપને પ્રેમ, કૉમેડી અને કેમેસ્ટ્રી બધુ જ જોવા મળશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
