રિવ્યૂ : બેસ્ટ ઑફ અક્ષય એટલે હૉલીડે, ખુશ થઈ જશે ફૅન્સ!
ફિલ્મ : હૉલીડે
નિર્માતા : અરુણા ભાટિયા
દિગ્દર્શક : એ આર મુરુગાડોસ
કલાકાર : અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, ગોવિંદા, ફ્રેડી દારૂવાલા
સંગીત : પ્રીતમ
રેટિંગ : ****
અક્ષય કુમાર તથા તેમના ફૅન્સ માટે આ શુક્રવાર બહુ વિશેષ છે, કારણ કે ફરી એક વાર એક્શન કિંગ પોતાના ફૅન્સ માટે એક બહેતરીન એક્શન થ્રિલર હૉલીડે લઈ આવ્યાં છે. અક્ષયે પોતાના ઇંટરવ્યૂમાં કહ્યુ હતું કે હૉલીડેમાં તમામ રીયલ એક્શન સિક્વંસ છે, ક્યાંક બૉડી ડબલનો ઉપયોગ નથી કરાયો. ફિલ્મ જોયા બાદ સાચે જ અનુભવાશે કે એક્શન દરમિયાન જે રોમાંચ અક્ષય કુમાર દ્વારા પેદા કરાયો છે, તે કોઈ પણ પ્રકારના બૉડી ડબલને યૂઝ કરીને ન કરી શકાય. છેલ્લા કેટલાક વખતથી અક્ષય કુમારનું ફિલ્મી કૅરિયર ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. જોકે હૉલીડે સુપર હિટ થશે કે કેમ, તે અંગે હાલ કંઈ કહી શકાય નહીં, પરંતુ અક્ષયના ફૅન્સ માટે હૉલીડે એક શ્રેષ્ઠ ટ્રીટ હશે, તેમાં કોઈ શંકા નથી.
વાર્તા : હૉલીડે ફિલ્મની વાર્તા એક ઇન્ડિયન આર્મી ઑફિસર વિરાટ બખ્શી (અક્ષય કુમાર)ની છે કે જે રજાઓમાં પોતાના ઘરે આવે છે. તેના ઘરના લોકો ઇચ્છે છે કે વિરાટ સાઇબા (સોનાક્ષી સિન્હા) સાથે લગ્ન કરી લે, પરંતુ વિરાટ ઇનકાર કરી દે છે. સાઇબાને મળ્યા છતા વિરાટને લાગે છે કે હજી તે લગ્ન માટે તૈયાર નથી અને તે કહે છે કે તેણે હજી લગ્ન નથી કરવાં. જોકે ધીમે-ધીમે સાઇબા અને વિરાટ નજીક આવે છે અને વિરાટને સાઇબા સાથે પ્રેમ થઈ જાય છે. એક બાજુ સાઇબા-વિરાટનો પ્રેમને પાંખો ફૂટે છે, તો બીજી બાજુ તે જ સમયે વિરાટનો સામનો સ્લીપર સેલના વડા ફરહાદ (ફ્રેડી દારૂવાલા) સાથે થાય છે કે જે મુંબઈમાં એક મોટા બૉમ્બ ધડાકાની સાજિશ રચી રહ્યો છે. અચાનક જ વિરાટને આખી સાજિશ અંગે જાણ થઈ જાય છે અને આ આતંકવાદી હુમલો રોકવા વિરાટ પોતાની આખી ટીમ સાથે જોતરાઈ જાય છે. હવે વિરાટ પોતાના મંસૂબાઓમાં સફળ નિવડે છે કે કેમ? આ જાણવા માટે હૉલીડે ફિલ્મ જોવી જ રહી.
હાલ તો આપ જુઓ હૉલીડે ફિલ્મ જોવાના પાંચ કારણો :

દિગ્દર્શન
એ આર મુરુગાડોસે આ અગાઉ ગઝની ફિલ્મ બનાવી હતી કે જેણે બૉક્સ ઑફિસે અનેક રેકૉર્ડ્સ તોડ્યા હતાં, પરંતુ હૉલીડે ફિલ્મ ગઝનીની સરખામણીમાં બહુ પાછળ રહી ગઈ છે. જોકે સાઉથ ફિલ્મની રીમેક તરીકે જોઇએ, તો હૉલીડે એક શ્રેષ્ઠ રીમેક છે.

એક્શન
જેમ કે સૌ જાણે જ છે કે અક્ષય કુમાર પોતાની ફિલ્મોમાં એક્શન સિક્વંસ પોતે જ કરવા પર ભાર મૂકે છે. તેમને કોઈ પણ પ્રકારના બૉડી ડબલનો યૂઝ પસંદ નથી. હૉલીડેમાં પણ અક્ષયે પોતે જ તમામ એક્શન સીન્સ શૂટ કર્યાં છે અને આ સીન્સ જ ફિલ્મનો જાન છે.

અભિનય
જ્યાં સુધી અભિનયની વાત છે, તો અક્ષયના ફૅન્સને અયની સ્ટાર પાવર સ્પષ્ટ રીતે જોવા મળશે. અક્ષયે હૉલીડેના ક્લાઇમેક્સમાં પ્રાણ પૂર્યાં છે. આખી ફિલ્મમાં ક્લાઇમેક્સ જ સૌને દમદાર લાગશે. સોનાક્ષી ફિલ્મમાં બહુ સુંદર દેખાયા છે, પણ તેમના પાત્રના ભાગે ખાસ નથી. ગોવિંદાનો રોલ ખૂબ જ નાનો છે. તેમને થોડુક વધુ સ્પેસ મળવુ જોઇતુ હતું.

સંગીત
હૉલીડે ફિલ્મમાં સંગીત પ્રીતમે આપ્યું છે. પ્રીતમનું સંગીત બહેતરીન અને સુંદર છે. જોકે આટલુ મજાનું પણ નથી. જોકે ફિલ્મની વાર્તા સાથે જોડાયેલુ લાગે, તેવું છે સંગીત.

જોવી કે નહીં?
હૉલીડે એક બહેતરીન રીમેક છે. એક્શન લવર્સ માટે હૉલીડે એક બહેતરીન ફિલ્મ સાબિત થશે. છેલ્લા કેટલાક સમયથી બૉક્સ ઑફિસે જે રીતે સાઉથની રીમેક ફિલ્મો પિટાઈ રહી છે, તેની અપેક્ષાએ હૉલીડુ બહુ સારી અને મનોરંજક ફિલ્મ છે. આમ વીકેન્ડે હૉલીડેની ટિકિટ ખરીદવી ઘાટાનો સોદો નહીં ગણાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
