ફૅમિલી ડ્રામા છે ગોરી તેરે પ્યાર મેં : રિવ્યૂ

ફિલ્મ : ગોરી તેરે પ્યાર મેં
નિર્માતા : કરણ જૌહર
દિગ્દર્શક : પુનીત મલ્હોત્રા
સંગીત : વિશાલ શેખર
કલાકારો : ઇમરાન ખાન, કરીના કપૂર, શ્રદ્ધા કપૂર
સ્ટાર : 2.5

કરીના કપૂર તેમજ ઇમરાન ખાનની ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં આજે રિલીઝ થઈ ગઈ. જોકે રિલીઝ થતા પહેલા ઇમરાન-કરીનાની કેમેસ્ટ્રી અંગે જે રીતે ફિલ્ને હાઈપ કરાતી હતી, તેવું કંઈ પણ બૉક્સ ઑફિસે દર્શાયું નહીં. કરીના તેમજ ઇમરાનની કેમેસ્ટ્રી તો લોકોને ગમી રહી છે, પણ પ્રથમ શોમાં લોકોની ઓછી ભીડે બૉક્સ ઑફિસ કલેક્શન સામે પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે.

ગોરી તેરે પ્યાર મેં સરવાળે એક ફૅમિલી ફિલ્મ છે કે જેને ફૅમિલી સાથે એન્જૉય કરી શકાય છે. ફિલ્મની વાર્તા શ્રીરામ વેંકટ (ઇમરાન ખાન)ની આસપાસ ફરે છે કે જે એક ખૂબ જ સેલ્ફ ઓરિએંટેડ છોકરો છે. શ્રીરામની જિંદગીમાં દિયા શર્મા (કરીના કપૂર) આવે છે કે જે એક એનજીઓ વર્કર છે. દિયા પોતાની આજુબાજાની દરેક વસ્તુને બરાબર કરવાની જ કોશિશ કરતી હોય છે. તે કંઈ પણ ખોટુ નથી જોઈ શકતી, પરંતુ શ્રીરામને પોતાના સિવાય કોઈની સાથે પ્રેમ નથી. અંતે શ્રીરામ-દિયાનું બ્રૅક-અપ થઈ જાય છે. થોડાક સમય બાદ શ્રીરામને જિંદગી પુનઃ દિયાની નજીક લઈ જાય છે અને શ્રીરામને અહેસાસ થાય છે કે તે દિયાને બહુ પ્રેમ કરે છે.

ઇમરાન ખાને ફિલ્મમાં પોતાની રીતે ખૂબ જ બહેતર કરવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ તેમના એક્સપ્રેશન્સ આ વખતે પણ દર્શકોને નિરાશ કરી ગયાં. કરીના દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરતા નજરે પડ્યાં, પરંતુ ફિલ્મની વાર્તા ખૂબ જ સ્લો હોવાના કારણે ફિલ્મ ફર્સ્ટ હાફમાં ખૂબ જ બોરિંગ છે. જોકે સેકેંડ હાફમાં ફિલ્મમાં કેટલાક ગામના દૃશ્યો ઉમેરીને ફિલ્મને ગતિ આપવાની કોશિશ કરાઈ છે, પરંતુ આમ છતાં ગોરી તેરે પ્યાર મેં ફિલ્મને બહેતર નહીં બનાવી શકાઈ.

કરીના બહેતરીન

કરીના બહેતરીન

કરીનાએ ગોરી તેરે પ્યારને બહેતર બનાવવાની પુરતી કોશિશ કરી છે. તેમના ડાન્સ મૂવ્સ તેમજ સુંર અદાઓ ફિલ્મમાં પ્રાણ સંચાર કરે છે.

ઇમરાન નિરાશાજનક

ઇમરાન નિરાશાજનક

ઇમરાન લવર બૉય તરીકે ખૂબ સૂટ કરે છે, પણ એક્ટિંગ-એક્સપ્રેસનની બાબતમાં તેમણે ફરી એક વાર નિરાશ કર્યાં.

વાર્તા બોરિંગ

વાર્તા બોરિંગ

ગોરી તેરે પ્યાર મેંની વાર્તામાં નવાપમુ નથી. કોશિશ તો કરાઈ છે મસાલો નાંખવાની, પણ સરવાળે વાર્તા બોરિંગ જ છે.

ગીતો શ્રેષ્ઠ

ગીતો શ્રેષ્ઠ

ફિલ્મના ગીતો સારા અને ટાઇમ પાસ છે. જોકે એવું કોઈ ગીત નથી કે જે જીભે ચડી જાય. ડાન્સ નંબરમાં કોરિયોગ્રાફી સારી છે.

પારિવારિક ફિલ્મ

પારિવારિક ફિલ્મ

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની વાર્તા ભલે બોરિંગ અને સ્લો છે, પણ આ એક પારિવારિક ફિલ્મ છે કે જેમાં કોઈ પણ દ્વિઅર્થી સંવાદ કે અશ્લીલ દશ્યો નથી. પરિવાર સાથે જોઈ શકાય છે આ ફિલ્મ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X