ફાઇંડિંગ ફૅનીને 4 Star : Latest તસવીરો સાથે વાંચો Review
ફિલ્મ : ફાઇંડિંગ ફૅની
દિગ્દર્શક : હોમી અડજાણિયા
કલાકારો : દીપિકા પાદુકોણે, અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ, ડિમ્પલ કાપડિયા, પંકજ કપૂર
સંગીત : સચિન જિગર
સ્ટાર : ****
આપણે સામાન્ય રીતે પ્રેમનો ઇઝહાર કરતા ખચકાઇએ છીએ, એમ વિચારીને કે ક્યાંક સામા વાળો ઇનકાર ન કરી દે, પણ સામાન્ય રીતે આવા કારણે જ આપણો પ્રેમ અધૂરો રહી જાય છે. આપણે પોતાના જીવનની સૌથી મોટી ખુશી પામવામાંથી ચુકી જઇએ છીએ. જોકે આપણને ખબર હોય છે કે આપણે પોતાના પ્રેમનો ઇઝહાર નહીં કરીએ, તો આપણે અધૂરાપણાની જ પસંદગી કરીશું. આ બધાથી કંઇક હટકે, ક્યારેક એવુ થાય કે આપણે આપણા પ્રેમનો ઇઝહાર કરી દઇએ અને છતાં પણ આપણને જવાબ ન મળે. પાછળથી ખબર પડે કે આપણો ઇઝહાર તેના સુધી પહોંચ્યો જ નહીં, તો કેવું લાગશે? આ જ થીમ પર આધારિત છે હોમી અડજાણિયાની ફાઇંડિંગ ફૅની ફિલ્મ.
ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં ફ્રેડી (નસીરુદ્દીન શાહ)ને લગભગ 46 વરસ બાદ એક પત્ર પરત મળે છે કે જે તેણે ફૅની એટલે કે પોતાના પ્રેમને લખ્યો હતો. આ પત્ર વડે તેણે ફૅની પ્રત્યે પ્રેમનો ઇઝહાર કર્યો હતો અને લગ્નનું પ્રપોઝલ મૂક્યુ હતું. 46 વરસ ફ્રેડી એ જ વિચારમાં જીવતો રહ્યો કે ફૅનીએ તેના પ્રેમનો સ્વીકાર ન કર્યો અને તેથી જવાબ ન આપ્યો, જ્યારે હકીકત તો એ હતી કે ફૅની સુધી તે પત્ર પહોંચ્યો જ નહોતો. ફ્રેડી આ વાતે ખૂબ દુઃખી થાય છે. અંતે દીપિકા પાદુકોણે, ડિમ્પલ કાપડિયા, પંકજ કપૂર અને અર્જુન કપૂર સૌ ફ્રેડી સાથે મળી ફૅનીને શોધી કાઢે છે કે જેથી તે જાણી શકે કે જો ફૅની સુધી આ ઇઝહાર પહોંચ્યો હોત, તો તેનો જવાબ શું હોત.
ફિલ્મની વાર્તા ખૂબ જ જુદી વિચારસરણી પર આધારિત છે. જોકે આ ખૂબ જ સામાન્ય વાર્તા છે, પણ જે રીતે તેને ફિલ્મમાં ઢાળવામાં આવી છે, જે રીતે પાત્રોને ચિત્રિત કરાયા છે, તે બહેતરીન છે. હોમીએ દરેક કલાકાર વડે એક સામાન્ય માણસની લાગણીઓનુ સુંદર પાસૂ રૂપેરી પડદે ઉતાર્યુ છે.
ચાલો તસવીરો સાથે કરીએ ફાઇંડિંગ ફૅની ફિલ્મની સમીક્ષા :

અભિનય
ફાઇંડિંગ ફૅની એક એવી ફિલ્મ છે કે જેમાં અભિનય જ સૌથી મહત્વનો છે. જોકે આ મસાલા ફિલ્મ નથી કે જેમાં ડાન્સ નંબર્સ નાંખી કે સ્ટીમી ડાન્સ ઉમેરી ફિલ્મને હિટ બનાવી શકાય. તેથી જ ફિલ્મના કલાકારોની પસંદગી અંગે સાવચેતી વરતવામાં આવી. તેથી જ દીપિકા, અર્જુન, નસીરુદ્દીન, ડિમ્પલ અને પંકજ જેવા કલાકારોને લેવામાં આવ્યાં.

વાર્તા
ફાઇંડિંગ ફૅનીની વાર્તા ખૂબ જ રસપ્રદ કે ઉતાર-ચઢાવ ભરેલી નથી. સામાન્ય વાર્તા છે કે જેની સાથે દરેક સામાન્ય માણસ સાથે જોડાયેલુ અનુભવશે. આ વાર્તાની યુક્તિ હોમીની જ હતી અને ફિલ્મ બનાવતી વખતે હોમીએ રોમાંસ, કૉમેડી વિગેરે પણ નાંખ્યા છે અને તેથી દર્શકોને ત્રણ કલાકમાં ક્યારેય કંટાળો નહીં આવે.

દિગ્દર્શન
જોકે ફાઇંડિંગ ફૅનીનું પોતાનું એક ઑડિયંસ છે, આમ છતાં હોમીએ જે રીતે ફિલ્મમાં દરેક અહેસાસનું એક પરફેક્ટ ટાઇમિંગ નાંખ્યુ છે, તે બહેતરીન છે. દિગ્દર્શનની બાબતમાં હોમીએ કોઈ કચાસ નથી છોડી.

સંગીત
ફાઇંડિંગ ફૅનીનું સંગીત ખૂબ જ મધુર છે. જોકે બે-ત્રણ જ ગીતો છે. તેમાં પણ ઓ ફૅની રે.. અને શેક યોર બૂટિયા... લોકોની જીભે ચઢ્યા છે.

જોવી કે કેમ
વનઇંડિયા તરફથી ફાઇંડિંગ ફૅનીને 4 સ્ટાર આપવામાં આવ્યા છે. સીધી વાત છે કે ફિલ્મ જોવી જ જોઇએ. ઉમ્દા કલાકારો સાથેની આ ફિલ્મ જોવા જતી વખતે સ્ટંટ, હૉટ સીન્સ, ઝાકઝમાળ વિગેરેની અપેક્ષા ન રાખી શકાય.

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો
ફાઇંડિંગ ફૅનીની Latest તસવીરો

આ પણ જુઓ...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
