Review: નહી બચી શકો ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શીની નજરોથી

છેલ્લા કેટલાય સમયથી એવી ફિલ્મો રિલીઝ થઇ રહી હતી, કે જેમના રિવ્યૂ વાંચતી વખતે આપને હંમેશા એવું વાંચવા મળ્યું હશે કે આપનું મગજ ઘરે મૂકીને જ મૂવી જોવા જવું. પરંતુ ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી જોતી વખતે જોજો આવી ભૂલ કરતા. મગજ ઘરે મૂકીને ગયા તો મૂવીમાં ખબર નહીં પડે.

દિબાકર બેનર્જીની અત્યાર સુધીની ફિલ્મોની જેમ બ્યોમકેશ બક્શી પણ એવી જ ફિલ્મ છે જેને જોઇને આપને સ્ક્રીનની સામે પોતાનું દિમાગ અને આંખો બંને ખોલીને બેસવું પડશે. દિમાગ એટલા માટે કે સ્ક્રીન પર બની રહેલી એક એક ઘટનાને આપ યોગ્ય રીતે નીરખી શકો અને આંખો એટલા માટે કારણ કે સ્ક્રીન પર થનારી એક એક મૂવમેંટને આપ જીણવટપૂર્વક જોઇ શકો.

વાર્તા: બ્યોમકેશ બક્શી(સુશાંત સિંહ રાજપૂત)ની પાસે અજીત નામનો છોકરો આવે છે જે પોતાના પિતાના ખોવાઇ જવાથી પરેશાન છે. બ્યોમકેશ બક્શી અજીતના પિતાને શોધવા દરમિયાન ડોક્ટર અનુકૂલ ગુહા (નીરજ કાબી)ના હોસ્ટેલ પહોંચે છે. ત્યાં ગયા બાદ શોધતા શોધતા તે નેતા ગજાનન સિકદર સુધી પહોંચે છે જેમની ફેક્ટ્રીમાં અજીતના પિતાની મોત થઇ છે.

પછી ગજાનનનું પણ ખૂન થઇ જાય છે અને આ કોકડુ વધારેને વધારે ગૂંચવાતું જાય છે. બ્યોમકેશની મુલાકાત આ દરમિયાન ડાંસર અને એક્ટ્રેસ અંગૂરી દેવી(સ્વાસ્તિકા મુખર્જી) સાથે થાય છે જે તેને વધારે ગૂંચવી દે છે. આખરે કોણ છે અજીતના પિતાનો હત્યારો અને કોલકાતામાં થઇ રહેલી ડ્રગ્સ ડીલિંગ સાથે તેનો શું સંબંધ છે જાણવા માટે પહોંચી જાવ આપના નજીકના સિનેમાઘરોમાં...

ફિલ્મની વાર્તા

ફિલ્મની વાર્તા

બ્યોમકેશ બક્શીની વાર્તા એક નોવેલ પર આધારિત છે. જોકે ફિલ્મના કેટલાંક કલાકારો અને સીક્વેંસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મના અંતને પણ બદલી દેવામાં આવ્યો છે, જેથી દર્શકોને કંઇક નવું મળી શકે. ફિલ્મની વાર્તા રસપ્રદ છે જ દર્શકોને ઝકડી રાખે છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

દિબાકર બેનર્જીએ પોતાની રીતે ભરપૂર પ્રયાસ કર્યો છે કે ફિલ્મમાં શરૂથી લઇને અંત સુધી રહસ્ય બની રહે. જોકે ફિલ્મનો પહેલો ભાગ દરેક જાસૂસી ફિલ્મની જેમ થોડોક ઢીલો છે, પરંતુ બીજો ભાગ ખૂબ જ મજબૂત અને ખેંચાણવાળો છે. ફિલ્મના દરેક સીનમાં વાસણોથી લઇને રસ્તાઓ પર લાગેલા પોસ્ટરો દરેકમાં પરફેક્શન જોવા મળે છે.

અભિનય

અભિનય

સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મમાં બ્યોમકેશ બક્શી તરીકે શાનદાર અભિનય કર્યો છે. તેમણે સાબિત કરી દીધું છે કે તેમના કરતા સારો બ્યોમકેશ બક્શી કોઇ બની જ ના શકે. સ્વાસ્તિકા મુખર્જી પણ પોતાની ભૂમિકામાં પરફેક્ટ હતી, તેમના હાવભાવ અને ડાયલોગ ડિલીવરી પણ શાનદાર છે. ખાસ કરીને ફિલ્મના વિલેન નીરજ કાબીએ દર્શકોને ખૂબ જ એંટરટેઇન કર્યા છે. પોતાની ભૂમિકામાં તેઓ બેસ્ટ છે.

કેમેરા, લાઇટિંગ

કેમેરા, લાઇટિંગ

ઇસ 1945 પ્રમાણે ફિલ્મમાં શાનદાર લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેંપ અનો ટોર્ચનો પ્રયોગ પણ વધારે કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કેમેરાની વાત છે, તો કેમેરા પર પણ વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ક્યારે, ક્યાં અને કોની પર ફોકસ કરવું છે તેની પર પરફેક્શન નાખવામાં આવ્યું છે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

કુલ મળીને અમારી તરફથી બ્યોમકેશ બક્શીને 4 સ્ટાર તો મળવા જ જોઇએ. જોકે ફિલ્મ જોતા પહેલા એ વિચારીને જજો કે આપ કોઇ મોજ મસ્તીવાળી ફિલ્મ જોવા નથી જઇ રહ્યા એક એવી ગંભીર મૂવી જોવા જઇ રહ્યા છો જેમાં આપે દિમાગ લગાવવું પડશે. ફિલ્મમાં કેટલાંક એવા સંવાદો પણ છે જે આપને હળવાફુલ બનાવશે. ફિલ્મ એકવાર તો જોવી જ જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X