Review With Pics : પ્રેમ, દગો, આશા ને જીવન છે બૉમ્બે ટૉકીઝ
મુંબઈ, 3 મે : બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં ચાર દિગ્દર્શકોની લઘુકથાઓ એવી રીતે દર્શાવાઈ છે કે આપને કંઈ પણ વિચારવાનો જરાય સમય નહીં મળે. ચારે દિગ્દર્શકોની કથાઓ જુદી-જુદી દર્શાવાઈ છે. તે એક-બીજા સાથે સાંકળવામાં આવી નથી. દરેક કથા સમાપ્તથયા બાદ બીજી કથા શરૂ થતા અગાઉ દર્શકોને થોડીક ક્ષણોનો સમય મળશે કે તેઓ પોતાને પ્રથમ કથાથી થોડોક ખસેડી લે. ફિલ્મના અંતે આપણા જૂના સિનેમા અને નવા સિનેમાની પણ ઝલક દર્શાવાઈ છે કે જેથી દર્શકોને અહેસાસ થાય છે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સો વર્ષોમાં કેટલા પરિવર્તનો આવ્યાં છે.
બૉમ્બે ટૉકીઝ ફિલ્મની શરુઆત થાય છે કરણ જૌહરની લઘુકથા સાથે અને પછી દિબાકર બૅનર્જી, ઝોયા અખ્તર તેમજ અનુરાગ કશ્યપની લઘુકથાઓ વારાફરતી આવે છે. ચારે કથાઓમાં દિગ્દર્શકોની છબી સ્પષ્ટ નજરે પડે છે. જેવું કે દિબાકર બૅનર્જીએ જણાવ્યું હતું કે બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ચારે દિગ્દર્શકોની પ્રથમ ફિલ્મ જેવી લાગશે. ફિલ્મ જોઈને સાચે જ એવું જ લાગ્યું. બૉમ્બે ટૉકીઝે સાચે જ પોતાના ઇન્ડિયના સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી નાંખી.
બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં રાણી મુખર્જી, રણદીપ હુડા, નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ ખૂબ બહેતરીન છે. નવાઝુદ્દીનની એક્ટિંગ તો આપની આંખોમાં ચોક્કસ આંસૂ લાવી મૂકશે, પરંતુ દુઃખ કા નહીં, પણ ખુશીના આંસૂ, કારણ કે ફિલ્મમાં નવાઝુદ્દીનનો રોલ એક એવા માણસનો છે કે જે પોતાના જીવનને લઈને ખૂબ જ આશાવાદી છે. આટલી મુશ્કેલીઓનો સામનો કરવા છતા તે ક્યારેય હાર નથી માનતો.
આવો તસવીરોમાં જોઇએ સાથે માણીએ બૉમ્બે ટૉકીઝ ફિલ્મની ચારે લઘુકથાઓ.

કરણ જૌહરની કથા
બૉમ્બે ટૉકીઝ ફિલ્મની શરુઆત થાય છે કરણ જૌહરની લઘુકથા સાથે. કરણની વાર્તામાં રાણી મુખર્જી, રણદીપ હુડા તથા વિનીત કુમારે મુખ્ય ભૂમિકા ભજવી છે. રાણી અને રણદીપ પરિણીત યુગલ છે. વિનીત એક ગે છે કે જેને તેના જ પિતા ઘરેથી કાઢી મૂકે છે. વિનીત રાણીની ઑફિસે કામ કરે છે અને એક દિવસ રાણી તેને પોતાના ઘરે ભોજન માટે બોલાવે છે. તે દિવસ બાદ કઈ રીતે ત્રણેના જીવન બદલાય છે અને કયા વિચિત્ર વળાંકો આવે છે, તે ખૂબ જ રોમાંચક છે.

દિબાકર બૅનર્જની કથા
દિબાકર બૅનર્જીની કથા એક એવા માણસની છે કે જે થિયેટર આર્ટિસ્ટ છે અને ઘણા વખતથી સંઘર્ષ કરી રહ્યો છે. એક દિવસ તેને અચાનક જ તક મળે છે એક નાનકડો રોલ ભજવવાની. તે ક્ષણને તે કઈ રીતે પોતાના જીવનનો સૌથી સુંદર ક્ષણ બનાવી લે છે. આ જ ખાસ બાબત છે આ વાર્તામાં. નવાઝુદ્દીન સિદ્દીકીએ દિબાકર બૅનર્જીની વાર્તાને પડદે ઉતારી છે.

ઝોયા અખ્તરની કથા
ઝોયા અખ્તરે એક એવા છોકરાની વાર્તા દર્શાવી છે કે બાળપણથી જ ડાન્સર બનવા માંગે છે, તે પણ શીલા એટલે કે આપણા કૅટરીના કૈફની જેમ. આખરે એક દિવસ તેને મોકો મળે છે લોકો સામે શીલા કી જવાની ડાન્સ કરી પોતાનું ટૅલેંટ બતાવવાનો અને પોતાનું સ્વપ્ન જીવવાનો.

અનુરાગ કશ્યપની કથા
અનુરાગ કશ્યપે જણાવ્યુ હતું કે જો તેમને પોતાની ફિલ્મનું અલગથી ટાઇટલ રાખવાનું કહેવાત, તો તેઓ તેનું નામ મુરબ્બા રાખત. વાત બિલ્કુલ સાચી છે. અનુરાગની કથા એક એવા છોકરાની વાર્તા છે કે જે પોતાના પિતાના કહેવાથી અલ્હાબાદથી મુંબઈ શહેર આવે છે કે જેથી તે અમિતાભ બચ્ચનને મળી પોતાની સાથે લાવેલ મુરબ્બો ચખાવી શકે અને તે અડધો એંઠો મુરબ્બો ઘરે આવી પોતાના પિતાને આપી શકે.

બૉમ્બે ટૉકીઝને સૌની સલામ
બૉમ્બે ટૉકીઝ ફિલ્મના અંતે બૉલીવુડના હાલના લગભગ તમામ ટૉપના આર્ટિસ્ટોએ મળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી હેઠળ ભારતીય સિનેમાને સલામ કરી છે અને સાથે મળી ‘અપના બૉમ્બે ટૉકીઝ...' ગીત ઉપર પરફૉર્મ કર્યું છે. જોકે આટલા સ્ટાર્સ એક સાથે આવતાં ઘણું બધું મિસ મૅનેજ થઈ ગયું, પરંતુ ફિલ્મની થીમના હિસાબે ફિલ્મનો અંત બિલ્કુલ પરફેક્ટ હતો. અમિતાભ આવતાં ફિલ્મ કમ્પ્લીટ થઈ ગઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
