All is Well માં ઘણુ બધુ છે નોટ વેલ- ફિલ્મ રિવ્યૂ
નિર્દેશન- ઉમેશ શુક્લા
નિર્માતા- ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર
એક્ટર્સ- અભિષેક બચ્ચન, આસિન, ઋષિ કપૂર, સુપ્રિયા પાઠક
સંગીત- હિમેશ રેશમિયા
સ્ટાર- 2
ઓલ ઇઝ વેલની શરૂઆત થાય છે રોક ગીતથી જેમાં હેંડસમ ઇંદર (અભિષેક બચ્ચન) ફરપોર્મ કરી રહ્યો છે અને યાદ કરી રહ્યો છે પોતાના પેરેન્ટ્સની સાથે વિતાવેલ બાળપણને. ઇંદરનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં પસાર થયું હોય છે. તેણે હંમેશા રૂપિયા માટે પોતાના માતા-પિતાને એકબીજા સાથે લડતા જોયા હોય છે.
અભિષેક બચ્ચન, સુપ્રિયા પાઠક, ઋષિ કપૂર જેવા શાનદાર અભિનેતાઓ દ્વારા અભિનિત ઓલ ઇઝ વેલ ફિલ્મમાં બધું જ વેલ નથી. આવું અમે જ નહીં પરંતુ દર્શકો પણ કહી રહ્યા છે. કોમેડીની વાત કરીએ તો ઓલ ઇઝ વેલ જ એવરેજ છે અને ફિલ્મમાં ઇમોશનલ સીન્સના નામે પણ એક બે સીન્સ છે જે કંઇ ખાસ નથી.
ઓલ ઇઝ વેલ ફિલ્મના પોસ્ટરથી એ સ્વાભાવિક થઇ જાય છે કે આ એક પુત્રની વાર્તા છે જે પોતાના માતા-પિતાનું ખૂબ સન્માન કરે છે અને તેમના માટે કંઇપણ કરવા માટે તૈયાર રહે છે. જેમકે 2015નો શ્રવણ કુમાર.

ફિલ્મની વાર્તા
ઇંદરના નાનપણની વાત તો અમે આપને કહી, પરંતુ મોટા થયા બાદ ઇંદર પોતાના પરિવારથી દૂર રહેવાની કોશીશ કરે છે કારણ કે તે ફરીથી તે માહોલમાં પાછો જવા નથી માંગતો. તેના પિતા મિસ્ટર ભલ્લા ઇચ્છે છે કે તેમનો બેકરી બિઝનેસ સંભાળે, જે ઇંદર નથી ઇચ્છતો. તેને ખબર પડે છે તેના પિતાએ 10 લાખ રૂપિયા ઉધાર લીધા છે. ઇંદર વ્યાકુળ થઇને પોતાના પિતાને મદદ કરવાની તૈયારી કરે છે.

અભિનય
અભિષેક અને ઋષિ કપૂરની પિતા-પુત્રની કેમેસ્ટ્રી શાનદાર છે. જોકે આ કેમિસ્ટ્રીને વધુ સુંદર બનાવી શકાતી હતી. અભિષેક કોમેડીના મામલામાં હંમેશા બેસ્ટ રહ્યા છે. આ વખતે પણ તેમણે ભરપૂર કોશીશ કરી છે. આસિન પોતાની ભૂમિકામાં સુંદર ક્યૂટ દેખાઇ છે. સુપ્રિયા પાઠકના ભાગમાં કંઇ ખાસ સિન્સ નથી, માત્ર ઇમોશનલ પાર્ટ તેમના ભાગમાં છે.

નિર્દેશન
દિગ્દર્શનના મામલે ઉમેશ શુક્લાએ ફિલ્મમાં ઘણા ભગા વાળ્યા છે. ઓલ ઇઝ વેલમાં ઘણું બધું નોટ વેલ છે. ફિલ્મની સ્ટોરી અને ઘણા સિન્સમાં ફેરફાર કરી શકાતો હતો. જોકે ઓલ ઇઝ વેલમાં પંજાબી ટચ નાખવામાં ઉમેશ શુક્લા ખૂબ જ શાનદાર રહ્યા.

મ્યુઝિક
ઓલ ઇઝ વેલનું સંગીત સારુ છે. મિથુન, હિમેશ રેશમિયાએ મળીને ફિલ્મને સારુ સંગીત આપ્યું છે. બાતો કો તેરી, મેરે હમસફર જેવા રોમાંટિક સોગ્સ ખૂબ જ સુંદર છે, જ્યારે ચાર શનિવાર, નચન ફરાટે જેવા ડાંસ નંબર્સ પણ શાનદાર છે.

લોકેશન
ઓલ ઇઝ વેલની લોકેશન્સ સુંદર છે. રોડ ટ્રિપ છે તો સ્વાભાવિક છે કે લોકેશન્સ પર ખૂબ જ ધ્યાન આપવાનું જ હતું. જેની પર ઉમેશ શુક્લાએ સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.

કોમેડી
કોમેડીના મામલામાં ઓલ ઇઝ વેલ અપ ટૂ ધ માર્ક નથી. સુપ્રિયા પાઠક, અભિષેક બચ્ચન અને ઋષિ કપૂર સાથે દર્શકોને ઘણી આશાઓ હતી જે પૂરી થઇ શકી નથી.

ફિલ્મ જોવી કે નહીં
ઓલ ઇઝ વેલ એક લાઇટ ફિલ્મ છે જેમાં કોમેડી, એંટરટેઇનમેન્ટ બધું જ છે. જોકે પરંતુ એ લેવલની નથી જેટલી ફેન્સને આશા હતી. એકવાર ફિલ્મ જોઇ શકાય છે, જો અત્યાર સુધી આવેલી તમામ ફિલ્મો આપ જોઇ ચૂક્યા હોવ તો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
