Republic Day : 74માં ગણતંત્ર દિવસે જુઓ દમદાર દેશભક્તિ ફિલ્મો, આ રહી પુરી યાદી
ભારત 26 જાન્યુઆરીએ તેનો 74મોં રિપબ્લિક ડે ઉજવવા જઈ રહ્યું છે ત્યારે આજે અમે તમારા માટે જોવાલાયક દેશભક્તિ ફિલ્મોની યાદી લઈને આવ્યા છીએ.
ભારતમાં ગણતંત્ર દિવસની ધમાકેદાર ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. દેશભક્તિના રંગમાં હિલોળા લેતા ભારતના લોકો સહિત પુરી દુનિયા ભારતીય સેનાની તાકાથથી અવગત થાય છે. ભારતીય સિનેમા પણ રિપબ્લિક ડેની શાનદાર ઉજવણી કરે છે. બોલિવૂડમાં ઘણી દેશભક્તિ ફિલ્મો બની છે. આ ફિલ્મોથી બાળકોને દેશભક્તિ શીખવાડી શકાય છે.

ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ
ભગતસિંહ અને તેમના સાથીઓના જીવન પર બનેલી આ ફિલ્મ દરેક ભારતીયોએ જોવી જોઈએ. આઝાદીની લડાઈમાં કુદેલી ભગતસિંહ એન્ડ ટોળકીએ કેવી રીતે અંગ્રેજોને હંફાવ્યા તે દરેક ભારતીયોએ જાણવા માટે આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભુમિકામાં છે.

પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ
ભારતને પરમાણુ રાષ્ટ્ર બનાવવામાં અનેક લોકોએ ભોગ આપ્યો છે. આ ફિલ્મમાં ભારતના પોખરણ પરમાણું પરિક્ષણ અને તેની સાથે જોડાયેલી તમામ બાબતોને વર્ણવાઈ છે. જ્હોન અબ્રાહમ અને ડાયના પેન્ટી સ્ટારર આ ફિલ્મ દરેક ભારતીયોએ એક વખત અવશ્ય જોવી જોઈએ.

ચક દે ઈન્ડિયા
ચક દે ઈન્ડિયા એક માઈલ સ્ટોન ફિલ્મ છે. એક હારેલી પુરૂષ હોકી ટીમનો કેપ્ટન ભારતીય મહિલા હોકી ટીમને કેવી રીતે વર્લ્ડ કપ જીતાડે તેની આ વાર્તા છે. આ ફિલ્મના શાનદાર ગીત અને શાહરૂખ ખાનનો અભિનય જોવા જેવા છે.

પુરબ ઓર પશ્ચિમ
મનોજ કુમારની આ ફિલ્મ ભારતીય સિનેમાનું માસ્ટર પીસ છે. દેશભક્તિથી ભરેલી આ ફિલ્મ દરેક ભારતીયોએ એક વખત તો જોવી જ જોઈએ. જૂના જમાનાની આ ફિલ્મ આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ ફિલ્મ બાદ તે ભારત કુમારના નામે જાણીતા બન્યા.

લગાન
ક્રિકેટ અને અંગ્રેજોને જોડીને બનેલી ફિલ્મ લગાન એક ઉત્તમ દેશભક્તિ ફિલ્મ છે. ગામડાના યુવાનો ક્રિકેટના જન્મદાતા અંગ્રેજોને કેવી રીતે ધુળ ચડાવે તે તે આ ફિલ્મમાં દર્શાવાયુ છે. આ એક ઉત્તમ ફિલ્મ છે.

ગદર
સની દેઓલ અને અમિશા પટેલની ફિલ્મ ગદર આજે પણ એટલી જ લોકપ્રિય છે. પાકિસ્તાન જતી રહેલી પોતાની પત્નીની શોધ માટે જતા સની દેઓલની આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના ડાયલોક આજે પણ લોકપ્રિય છે.

સરફરોશ
સારા દેશભક્તિના ગીતો અને આતંકવાદના કનેક્શનને સમજાવતી આ એક સારી દેશભક્તિ ફિલ્મ છે. આમિર ખાન સ્ટારર આ ફિલ્મમાં દેશ વિરોધી તત્વો સામેની લડાઈને દર્શાવાઈ છે.

રંગ દે બસંતી
રંગ દે બસંતી યુવાનોની કથા છે. પોતાના મિત્રના બલિદાનનો ફાયદો ઉઠાવતી રાજનીતિ સાથે હથિયાર ઉઠાવનાર યુવાન ટોળકીની આ વાર્તા યુવાનોને મોટી પ્રેરણા આપે છે. દરેક લોકોએ આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ.

શેરશાહ
વીર શહિદ વિક્રમ બત્રાના જીવન પર બનેલી આ ફિલ્મ હજુ 2021માં જ રિલીઝ થઈ છે. કારગીલ વોરના હિરો અને પરમીવર વિજેતા વિક્રમ બત્રાના યોગદાનને દર્શાવતી આ ફિલ્મ પણ એક ઉત્તમ દેશભક્તિ ફિલ્મ છે.

સત્યમેવ જયતે
જ્હોન અબ્રાહમ સ્ટારર સત્યમેવ જયતે એક ઉત્તમ દેશભક્તિ ફિલ્મ છે. આ ફિલ્મમાં ભ્રષ્ટ તંત્ર સાથે પહેલા એક માથા ફરેલા વ્યક્તિની કથા છે. આ ફિલ્મ દરેક દેશભક્ત નાગરીકોને ચોક્કસ પસંદ આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
