ધાંસૂ ફર્સ્ટ લૂક, હવે 2019માં થશે મોટો ધડાકો, જોતા રહી જશો
હાલ બોલીવુડના દરેક સુપરસ્ટાર પોતાની આગામી ફિલ્મોને લઈ બિઝી છે. રણવીર સિંહ પદ્માવત બાદ ફિલ્મ સિંબા દ્વારા બોક્સઓફિસ ગજવવા રેડી છે.
હાલ બોલીવુડના દરેક સુપરસ્ટાર પોતાની આગામી ફિલ્મોને લઈ બિઝી છે. રણવીર સિંહ પદ્માવત બાદ ફિલ્મ સિંબા દ્વારા બોક્સઓફિસ ગજવવા રેડી છે. સિંબામાં રણવીર સિંહનો જબરજસ્ત લૂક સામે આવી જ ચૂક્યો છે. હવે તાજેતરમાં જ વધુ એક સ્ટારનો શાનદાર ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફર્સ્ટ લૂક રણવીર સિંહ અને રોહિત શેટ્ટીએ ફની અંદાજમાં રજૂ કર્યો છે.
આ સ્ટાર બીજા કોઈ નહીં પરંતુ સોનુ સૂદ છે. તાજેતરમાં જ સિંબામાં સોનુ સૂદના પાત્રનો લૂક સામે આવ્યો છે. રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, જેમાં રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સોનુ સૂદને જબરજસ્તીથી ખેંચીને ફોટો પડાવતા દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં બંને સોનુ સૂદના સિક્સ પેક્સ એબ્સ તરફ ઈશારો કરતા દેખાઈ રહ્યા છે. તો સ્પષ્ટ છે કે આ ફિલ્મમાં રણવીર ઉપરાંત સોનુ સૂદ પણ એપ્સ અને જબરજસ્ત બૉડી ફ્લોન્ટ કરતા દેખાશે.
આ પણ વાંચો: લવ, સેક્સ, બ્રેકઅપ, લગ્ન.. દરેક મુદ્દે રણવીર-રણબીરના બોલ્ડ વિચારો
સિંબા ફૂલ મસાલા ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ પોલીસના રોલમાં છે. એટલે રણવીરસિંહે પણ પોતાની બોડી બનાવવા મહેનત કરી છે. બાકીની ફિલ્મો કરતા રણવીર આ ફિલ્માં વધુ દબંગ દેખાશે. ફિલ્મ 28 ડિસેમ્બર, 2018ના રોજ રિલીઝ થઈ રહી છે. જાણીએ કેમ સિંબા બની શકે છે 2918ની સુપરહિટ ફિલ્મ.

ધાંસૂ અવતાર
આ ફિલ્મમાં પહેલીવાર રણવીરસિંહ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલા રણવીરસિંહ એક્શન તો કરી ચૂક્યા છે. પરંતુ તેમનું આવું ફિઝિક પહેલીવાર દેખાઈ રહ્યું છે.

રણવીર સિંહ ધમાકા
પદ્માવત બાદ રણવીર સિંહ સિંબામાં અલગ જ રોલમાં દેખાઈ રહ્યા છે. દમદાર એક્શન કરતા રણવીરને સ્ક્રીન પર જોવા રસપ્રદ રહેશે.

ધમાકેદાર એક્શન.
સિમ્બા એક હાર્ડકોર એક્શન ફિલ્મ હશે. પોલીસના રોલમાં રણવીર સિંહ દબંગ અંદાજમાં એક્શન કરતા દેખાશે. ફિલ્મમાં પોલીસનો રોલ કરી રહેલા રણવીર સિંહના પાત્રનું નામ છે સંગ્રામ ભાલેરાવ.

રોહિત શેટ્ટી સ્પેશિયલ
રોહિત શેટ્ટી એ ડિરેક્ટર્સમાંના એક છે, જેમની પોતાની જ ફેન ફોલોઈંગ છે. જ્યારે રોહિત શેટ્ટી કોઈ ફિલ્મ કરે છે, તો લોકોની ઈંતેજારી પણ વધી જાય છે.

એકદમ ફ્રેશ જોડી
સેફ અલી ખાનની પુત્રી સારા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. કોઈ શંકા નથી કે રણવીર સાથે તેનો ડેબ્યુ ધમાકેદાર હશે.

ખાસ છે રિલીઝ ડેટ
પહેલા આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ક્લેશ થતી હતી. પરંતુ રોહિત શેટ્ટીએ ફિલ્મને એક અઠવાડિયું પોસ્ટપોન્ડ કરી. હવે ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે. નવા વર્ષનો ઉત્સાહ અને રોહિત શેટ્ટીની ફિલ્મ. બોક્સ ઓફિસ હિટ તો ફાઈનલ છે.

આંખ મારે ઓ લડકા આંખ મારે
90sના સુપરહિટ ગીત આંખ મારે ઓ લડકા આંખ મારે પર આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન ડાન્સ કરતા દેખાશે. જેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા છે. આ ગીત ફિલ્મને વધુ ધમાકેદાર બનાવી રહ્યું છે. ગીતને રિમિક્સ કરવાની જવાબદારી તનિષ્ક બાગચી સંભાળી રહ્યા છે.

ટેમ્પરની રીમેક
આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ ટેમ્પરની રીમેક છે. તેલુગુ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

બિગ બેનર ફિલ્મ
સિમ્બા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે. એટલે ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત હશે.

અજય દેવગણ અને...
તાજેતરમાં જ સામે આવ્યું છે કે સિમ્બામાં અજય દેવગણની સાથે અનિલ કપૂર પણ કેમિયો કરતા દેખાશે. જી હાં, રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં હવે અનિલ કપૂરની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. રણવીર સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
