રણવીરે પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
બ્રેકઅપ-પેચઅપની અનેક અફવાઓ વચ્ચે રણવીર સિંહે પોતાના અને દિપીકાના રિલેશન અંગે કર્યો ખુલાસો! જાણો શું કીધું રણવીરે..
છેલ્લા ઘણા સમયથી એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, રણવીર સિંહ અને દિપીકા પાદુકોણનું બ્રેક અપ થઇ ગયું છે. જો કે, ત્યાર બાદ અંબાણી પાર્ટીમાં આ બંન્ને હાથમાં હાથ નાંખને ફરતા જોવા મળ્યા હતા, જેને કારણે બ્રેકઅપની અફવાઓ ખોટી સાબિત થઇ. આમ છતાં, બોલિવૂડના ઘણા જાણકાર સૂત્રોનું કહેવું છે કે આ બંન્નેની ફિલ્મ 'પદ્માવતી' આવવાની હોવાથી, તેઓ માત્ર સાથે હોવાનો દેખાડો કરી રહ્યાં છે.
હવે મિડ-ડે સાથેની રણવીરના રિસન્ટ ઇન્ટરવ્યૂમાં તેણે ફાઇનલી દિપીકા પાદુકોણ સાથેના પોતાના રિલેશન અંગે ખુલાસો કર્યો છે.
અહીં વાંચો- યૂનિસેફની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર બની પ્રિયંકા ચોપરા

શું કહ્યું રણવીરે?
"મેં અમુક બાબતો જતી કરવાનું શીખી લીધું છે. હું વ્યવસાયના વ્યક્તિગત પાસાઓ પર ફોકસ કરું છું, પરંતુ સાથે જ જ્યાં પર્સનલ સ્પેસની વાત આવે ત્યાં વધારે પડતી ચકાસણી કરવી મને પસંદ નથી."

આવી વાતોની હવે આદત પડી ગઇ છે!
"કઇ વાતો માનવી, કઇ નહીં; લોકોના કયા અનુમાનો પર ધ્યાન આપવું અને કયા પર નહીં, એ મેં શીખી લીધું છે. એક પોઇન્ટ પછી, વ્યક્તિ આ બધી વાતોથી ઇમ્યૂન થઇ જાય છે. વ્યક્તિને આવી વાતોની ખાસ અસર થતી નથી. જે તમારા હાથમાં હોય એટલું જ તમે કરી શકો, આ ઇન્ડસ્ટ્રીના ભાગ તરીકે પણ તમારે અમુક કામ કરવાના રહે છે."

ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના ફાયદા-ગેરફાયદા
"આ ઇન્ડસ્ટ્રીમાં રહેવાના ઘણા ફાયદા અને ગેરફાયદા છે, આ પણ એમાંની જ એક વસ્તુ છે, જેની સાથે વ્યક્તિએ મોકળા મને ડીલ કરવું પડે છે અને એ જ યોગ્ય છે. આ ઇન્ડસ્ટ્રીના સકારાત્મક પાસાઓ, આ ઇન્ડસ્ટ્રી દ્વારા મળતી નાની-મોટી સફળતાઓ અને અનહદ પ્રેમ જ અમારા માટે બહુ છે. એવામાં આવા અનુમાનો અને નકારાત્મક પાસાઓથી નિરાશ થવું બરાબર નથી."

'પદ્માવતી' અંગે
આ જ ઇન્ટરવ્યૂમાં રણવીરે 'પદ્માવતી'ના શૂટિંગ અંગે પણ વાત કરી હતી, 'હું થોડા દિવસ પહેલા જ સંજય સરને મળવા ગયો હતો અને તેમણે મને 'પદ્માવતી'ના આગળના શેડ્યૂલ અંગે જણાવ્યું. સાંભળીને જ હું એટલો ઉત્સાહિત થઇ ગયો કે, હવે હું એ શૂંટિગ શરૂ કરવાના દિવસો ગણું છું.'
તેણે આગળ જણાવ્યું કે, 'મેં 'પદ્માવતી'ની પ્રિપેરેશનને માટે ઘણા દિવસો ફાળવ્યા છે, આ ખૂબ કન્ઝ્યૂમિંગ કેરેક્ટર છે. સંજય સર દરેક ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખે છે. તે કેરેક્ટરના બીબામાં ઢળવું, એ સ્ટાયલ અને રીતભાતને પચાવવી; એ ખૂબ જ અઘરું કામ છે. સંજય સરે જે રીતે મારા 'પદ્માવતી'ના કેરેક્ટરને વિઝ્યૂલાઇઝ કર્યું છે, હું મારી રોજિંદી લાઇફ પણ એ જ રીતે જીવી રહ્યો છું.'
રણવીર સિંહ, ખાસ 'પદ્માવતી'ના શૂટિંગ માટે તેના બાન્દ્રાના ઘરેથી ગુડગાંવ, ફિલ્મ સિટી પાસેના એક ઘરમાં શિફ્ટ થઇ ગયો છે. આ અંગે તેણે એક દૈનિક અખબાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું આવું કરીશ એવી સંજય સંરને આશા નહોતી, પરંતુ આનાથી મને મારા કેરેક્ટર પર ફોકસ કરવામાં મદદ મળશે. મે મારા સેટની નજીક જ એક જગ્યા શોધી લીધી છે. આ આઉટડોર શૂટ પર જવા જેવું છે. થોડા સમય માટે હું પોતાના અલગ ઝોનમાં રહેવા માંગુ છું, ફેમિલી અને અન્ય લોકોથી દૂર."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
