રણવીર સિંહે હાજર થવા માટે પોલીસ પાસે માંગ્યો બે સપ્તાહનો સમય, 22 ઓગસ્ટે નોંધવાનુ હતુ નિવેદન
સમાચાર મુજબ રણવીરે પોલીસ પાસે પોતાનુ નિવેદન નોંધવા માટે થોડો વધુ સમય માંગ્યો છે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણવીર સિંહ છેલ્લા કેટલાક સમયથી તેના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. અભિનેતા પર મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ પછી હવે આ કેસમાં એક નવુ અપડેટ બહાર આવ્યુ છે. સમાચાર મુજબ રણવીરે પોલીસ પાસે પોતાનુ નિવેદન નોંધવા માટે થોડો વધુ સમય માંગ્યો છે.

પેપર મેગેઝીન માટે કરાવ્યુ હતુ ન્યૂડ ફોટોશૂટ
વાસ્તવમાં રણવીર સિંહે ઈન્ટરનેશનલ પેપર મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ જેના પછી તે સતત હેડલાઈન્સમાં છવાયેલા છે. આ તસવીરો વાયરલ થયા બાદ રણવીર પર મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા કેસ પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને નિવેદન નોંધવા માટે બોલાવ્યો હતો.

ક્યારે થશે આગળની તપાસ
જો કે, આ દરમિયાન એક પત્ર દ્વારા અભિનેતાએ કહ્યુ કે તે આગામી બે અઠવાડિયા સુધી પોલીસ સમક્ષ હાજર નહિ થઈ શકે. હવે પોલીસ આજે નક્કી કરશે કે અભિનેતાએ આગળની તપાસમાં ક્યારે જોડાવુ પડશે. તમને જણાવી દઈએ કે ન્યૂડ ફોટોશૂટ કેસમાં પોલીસ રણવીર સિંહને નોટિસ આપવા તેના ઘરે પહોંચી હતી. આ નોટિસ 16 ઓગસ્ટ સુધીમાં સોંપવાની હતી પરંતુ અભિનેતાની ગેરહાજરીને કારણે પોલીસ કોઈ નોટિસ આપ્યા વિના જ પાછી આવી ગઈ હતી.

વિવાદોમાં ફસાયો રણવીર
નોંધનીય છે કે ગયા મહિને રણવીર સિંહે એક પેપર મેગેઝીન માટે પોતાનુ મસ્ક્યુલર બૉડી ફ્લૉન્ટ કર્યુ હતુ. ત્યારબાદ રણવીર સિંહના ન્યૂડ ફોટા પર દેશ જ નહિ પરંતુ વિદેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. વળી, ઘણા લોકોએ તેનુ સમર્થન કર્યુ હતુ. આ તસવીરો ઈન્ટરનેટ પર આવી ત્યારથી અભિનેતા વિવાદોમાં ફસાઈ ગયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
