Pics : સન્નીના માર્ગે રણવીર, હવે કન્ડોમ વેચશે, ‘આ તો સમાજ સેવા છે’
મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડમાં પોતાના અભિનય વડે દર્શકોના દિલોમાં સ્થાન પ્રાપ્ત કરનાર એક્ટર રણવીર સિંહ ફરી હૅડલાઇન્સમાં છે. જોકે રણવીર સિંહના હૅડલાઇન્સમાં આવવાનું કારણ એક કન્ડોમની એડ કરવી છે. અત્યાર સુધીની પરમ્પરા રહી છે કે બૉલીવુડનો કોઈ પણ ફૅમસ એક્ટર કન્ડોમની એડ કરવાથી દૂર જ રહેતો આવ્યો છે, પણ હવે રણવીરે આ પરમ્પરા તોડી નાંખી છે.
તાજેતરમાં જ રણવીર સિંહની કન્ડોમ બ્રાન્ડ એન્ડોર્સની પ્રથમ ઝલક પણ સામે આવી છે. આ જાહેરખબરમાં રણવીર કન્ડોમ બ્રાન્ડના ડ્યૂરેક્સને હાથે પકડી રાખેલ છે. કન્ડોમની એડ કરવા સાથે જ રણવીરનું નામ પણ તે યાદીમાં જોડાઈ ગયું છે કે જેમાં સન્ની લિયોન, કેશા, પ્રિન્સ અને ડ્રાફ્ટ પંક જેવા સ્ટારનો સમાવેશ થાય છે.
બૅન્ડ બાજા બારાત ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહની લૉટરી લાગી દીપિકા પાદુકોણે સાથેની રામલીલા ફિલ્મ હિટ થવાથી. રામલીલા ફિલ્મ હિટ થયા બાદ રણવીરનો સિતારો ચમકી ગયો અને તેઓ ચર્ચામાં આવી ગયાં. એટલું જ નહીં, આ ફિલ્મ બાદ રણવીર અને દીપિકા વચ્ચેના અફૅરની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.
ચાલો જોઇએ રણવીર સિંહની કન્ડોમ એડની તસવીરો અને જાણીએ કે તેઓ શું કહે છે આ એડ અંગે :

ચર્ચામાં રણવીર
બૅન્ડ બાજા બારાત સાથે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહ રામલીલા ફિલ્મ હિટ થતા ચર્ચામાં છે.

દીપિકા સાથે અફૅર
રણવીર સિંહ રામલીલાના કારણે જ નહીં, પણ ફિલ્મની હીરોઇન દીપિકા પાદુકોણે સાથે અફૅર અંગે પણ ચર્ચામાં છે.

હવે કન્ડોમ વેચશે
રણવીર સિંહ હવે ફરી ચર્ચામાં છે અને તેનું કારણ છે કે તેઓ એક કન્ડોમ વેચતી કમ્પનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે. રણવીરને આમાં કંઈ ખોટું નથી ગણતાં.

પહેલા ઇનકાર, હવે સ્વીકાર
રણવીર સિંહનું કહેવું છે - હું છેલ્લા સાડા ત્રણ વરસથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. આ દરમિયાન મને અનેક એન્ડૉર્સમેંટની ઑફર્સ મળી, પણ મેં ઇનકાર કરી દીધો, પરંતુ હવે મેં ફાઇનલી દુનિયાની સૌથી સેક્સ્યુઅલ બ્રાન્ડ ડ્યૂરેક્સ સાથે એન્ડોર્સની દુનિયામાં પગલુ મુક્યું છે.

આ તો સામાજિક કાર્ય છે
રણવીર કહે છે - સેફ સેક્સના પ્રચારમાં કોઈ ખરાબી નથી, બલ્કે આ એક સામાજિક કાર્ય જ છે. દેશના યુવાનોને સેફ સેક્સનો સંદેશ આપવો જરૂરી છે. તેથી મેં આ જાહેરખબર કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
