રાનૂ મંડલના રેલવે સ્ટેશન પર ગીત ગાવા વિશે દીકરીએ કહી ચોંકાવનારી વાત
સોશિયલ મીડિયાની સેન્સેશન અને રેલવે સ્ટેશન પર ફરી ફરીને ગીત ગાતી રાનૂ મંડલની દીકરી માટે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે જેના વિશે તેણે સ્પષ્ટતા આપી છે.
સોશિયલ મીડિયાની સેન્સેશન અને રેલવે સ્ટેશન પર ફરી ફરીને ગીત ગાતી રાનૂ મંડલની દીકરી માટે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. મોટાભાગના યુઝર્સે રાનૂની દીકરીને ખરુ ખોટુ સંભળાવ્યુ છે. વાસ્તવમાં એવા સમાચાર આવ્યા હતા કે રાનૂની દીકરી ઘણા વર્ષો પહેલા તેને એકલી છોડીને જતી રહી હતી. આ દરમિયાન લોકોના નિશાના પર આવેલી રાનૂની દીકરીનું કહેવુ છે કે તેને ખબર નહોતી કે તેની મા (રાનૂ મંડલ) રાણાઘાટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ગીત ગાતી હતી.

મને ખબર નહોતી કે મા રેલવે સ્ટેશન પર ગાતી હતી - દીકરી
સાથી રૉયનું કહેવુ છે કે તે નહોતી જાણતી કે મા રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી કારણકે તે પોતાની માને નિયમિત રીતે મળવા નહોતી જઈ શકતી. હાલમાં જ એવા સમાચાર હતા કે પોતાની માના રાતોરાત સ્ટાર બન્યા બાદ સાથી તેમને મળવા પહોંચી છે. આના પર સાથીનું કહેવુ હતુ કે તે પોતાની માના સંપર્કમાં રહેતી હતી.

મે એકલા માનુ ધ્યાન રાખ્યુ - સાથી
સાથીએ જણાવ્યુ, ‘હું થોડા મહિના પહેલા ધર્મતલામાં હતી અને એક દિવસ પોતાની માને બસ સ્ટેન્ડ પર બેઠેલી જોઈ. મે તેમને 200 રૂપિયા આપીને ઘરે જવા કહ્યુ હતુ.' સાથીને હવે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે જેના પર સાથીનું કહેવુ છે કે લોકો માનુ ધ્યાન રાખવા માટે તેને નિશાન બનાવી રહ્યા છે પરંતુ તે એકલી જ છે જેણે પોતાની માનું ધ્યાન રાખ્યુ છે.

હિમેશની ફિલ્મમાં ગીત ગઈ રહી છે રાનૂ મંડલ
રાનૂની દીકરીનુ કહેવુ છે કે, ‘હું એક અંકલના બેંક ખાતા દ્વાર માને 500 રૂપિયા અને જે કંઈ પણ સંભવ હતુ તે મોકલતી હતી. મારા છૂટાછેડા થઈ ગયા છ અને સૂરીમાં કરિયાણાની એક નાની દુકાન ચલાવુ છુ અને ત્યાં જ રહુ છુ. હું એક સિંગલ મધર છુ જે પોતાના દીકરાની દેખરેખ રાખે છે. મારા પોતાના સંઘર્ષ છે. તેમછતાં હું મારી માનુ ધ્યાન રાખવાની પૂરી કોશિશ કરુ છુ. મે માને અમારી સાથે રહેવા માટે વારંવાર કહ્યુ પરંતુ તેમણે ના પાડી દીધી. પરંતુ આ બધા બાદ પણ લોકો મને દોષી માની રહ્યા છે અને ખરુ ખોટુ સંભળાવી રહ્યા છે.'












Click it and Unblock the Notifications
