વિદ્યાની થશે વિદાય અને રાણીની આવશે જાન
મુંબઈ, 12 ડિસેમ્બર : આ વર્ષે બૉલીવુડની અનેક બહેતરીન અભિનેત્રીઓ લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ, તો વર્ષાંતે વિદ્યા બાલન પરણવા જઈ રહ્યાં છે. બીજી બાજુ નવા વર્ષના આરંભે વધુ એક અભિનેત્રી રાણી મુખર્જીના લગ્નના સમાચાર મળી રહ્યાં છે. એક બાજુ વિદ્યા વિદાય થશે અને બીજી બાજુ રાણીની જાન આવશે.

જાણવા મળતી માહિતી પ્રમાણે 2013ની શરુઆતમાં એટલે કે જાન્યુઆરીમાં રાણી મુખર્જી પણ પોતાના બૉયફ્રેન્ડ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરવાનાં છે. આદિત્ય ચોપરાના પિતા યશ ચોપરાનું આ વર્ષે નિધન થતાં રાણી અને આદિત્યના લગ્ન થોડાંક ખેંચાઈ ગયા, પરંતુ સાથે-સાથે યશજીના નિધન દરમિયાન રાણી અને આદિત્ય વચ્ચે નિકટતા વધી ગઈ.
અફવા તો એ પણ ફેલાઈ કે રાણીએ આદિત્ય સાથે લગ્ન કરી લીધાં છે, પરંતુ પછી રાણી-આદિત્ય બંનેએ આ વાત ફગાવી દીધી. હવે ફરી નવેસરથી જાણવા મળે છે કે બંને આવતા મહીને લગ્ન કરી શકે છે. એટલે જ રાણી હાલ કોઈ પણ નવી ફિલ્મ સાઇન નથી કરી રહ્યાં કારણ કે તેઓ પોતાનું ધ્યાન લગ્ન ઉપર કેન્દ્રિત કરવા માંગે છે. લગ્નની તૈયારીઓ માટે તેમને સમય જોઇશે.
બૉલીવુડમાં વિદ્યા બાલન આગામી શુક્રવારે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાનાર છે, તો અગાઉ કરીના કપૂર, એશા દેઓલ જેવી અભિનેત્રીઓ પણ આ જ વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ છે. વિદ્યા બાદ હવે રાણીએ પણ આખરે લગ્ન કરી સૅટલ થઈ જવાનો નિર્ણય કરી લીધો છે. રાણીના મૅનેજરે પણ કહ્યું જ છે કે રાણી આવતા વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
