રણધીરે સૈફ-કરીના લગ્ન અંગેની જાહેરાત કરી
મુંબઈ, 12 ઑક્ટોબર : સૈફ-કરીનાના લગ્નને લઈને જેટલી પણ અફવાહો ઉડી હતી. હવે તે તમામ અફવાહો ઉપર ફાઇનલી રણધીર કપૂરે પૂર્ણવિરામ મુકી દીધું છે. રણધીરે પણ હવે આ લગ્નની છુપી તૈયારીઓ પર પોતાની સંમતિની મહોર મારી દીધી છે અને સાથે જ તે તમામ દોસ્તો અને સંબંધીઓ પાસે માફી માંગી છે કે જેમને અત્યાર સુધી લગ્નનુ આમંત્રણ નથી અપાયું. રણધીર કપૂરે ફાઇનલી સ્વીકાર્યુ છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન આ માસની 16મી તારીખે થશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન રણધીરે જણાવ્યું, ‘બબીતાની જેમ હું અને સમગ્ર કપૂર પરિવાર ઇચ્છે છે કે લગ્નની રિસેપ્શન પાર્ટી થાય. અમારે લગ્નગ્રંથિથી જોડાઈ રહેલ આ કપલની લાગણીઓનો પણ ખ્યાલ રાખવો જોઇએ. કરના અને સૈફ એક નાનકડી પ્રાઇવેટ પાર્ટી કરવા માંગે છે. લગ્નમાં માત્ર કપૂર અને ખાન ફૅમિલીના નજીકના સંબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યાં છે.'
રણધીરે આ સાથે જ તેવા તમામ લોકોને લગ્નમાં શામેલ થવા માટે આમંત્રિત નથી કર્યાં તેમને સૉરી કહી જણાવ્યું છે કે હું વ્યક્તિગત રીતે તે તમામ લોકોની માફી માંગુ છું. દિલ્હીમાં એક મોટી રેસિપ્શન પાર્ટી સૈફના માતા શર્મિલા ટાગોર દ્વારા યોજાશે. તેમા તમામ મોટા રાજકારણીઓને બોલાવાયાં છે કે જેમની સાથે શર્મિલાના સંબંધો છે. હું ચાહું છું કે કરનાના તમામ ફૅન્સ એવી દુઆ કરે કે કરીનાનું લગ્ન જીવન સફળ રહે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
