બેશરમ બાદ રૉયમાં સ્ટાઇલિશ ચોર બનશે રણબીર
મુંબઈ, 1 ઑગસ્ટ : બૉલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂર આજકાલ ખૂબ જ વ્યસ્ત છે. એક બાજુ યે જવાની હૈ દીવાની ફિલ્મની સફળતા, તો બીજી બાજુ કૅટરીના કૈફ સાથે અફૅરની ચર્ચા અને ફિલ્મોની વણઝાર.

રણબીરની આગામી ફિલ્મ રૉયનો ફર્સ્ટ લુક પણ ઇંટરનેટ ઉપર લૉન્ચ થઈ ગયો છે. ટી સિરીઝ બૅનર હેઠળ બનતી રૉય ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અર્જુન રામપાલ તેમજ જૅકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન વિક્રમજીત સિંહ કરી રહ્યાં છે. આ તેમની દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ છે.
મળતી માહિતી મુજબ જૅકલીન ફર્નાન્ડીઝ રૉયમાં બેવડી ભૂમિકા ભજવી રહ્યાં છે. રૉય એક થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મમાં રણબીર કપૂર એક સ્ટાઇલિશ ચોરના રોલમાં છે, તો અર્જુન રામપાલ એક લેખક તરીકેનો રોલ કરી રહ્યાં છે. રૉય આગામી 20 જૂન, 2014ના રોજ રિલીઝ થવાની છે.
નોંધનીય છે કે રણબીર કપૂર આજકાલ કૅટરીના કૈફ સાથે અફૅર અંગે ચર્ચામાં છે, તો બેશરમ ફિલ્મમાં તેમના લુકે પણ સૌને આકર્ષ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
