Pics : એક્સ મેન જોવા બાર્બી ગર્લ સાથે પહોંચ્યો રૉકસ્ટાર!
મુંબઈ, 17 મે : બૉલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂર તથા બાર્બી ડૉલ કૅટરીના કૈફ ગઈકાલે હૉલીવુડ ફિલ્મ એક્સ મેનના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એક સાથે પહોંચ્યાં. લાઇટ બૉક્સ થિયેટરમાં બૉલીવુડ સ્ટાર્સ માટે આ હૉલીવુડ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યુ હતું કે જેમાં રણબીર કપૂર તથા કૅટરીના કૈફ પણ નજરે પડ્યાં.
આ પ્રસંગે રણબીર કપૂર બહુ ખુશ નજરે પડતા હતાં. જોકે કૅટરીના કૈફની ઝલક તે વખતે દેખાઈ કે જ્યારે તેઓ કારમાં બેઠા હતાં. સ્ક્રીનિંગમાં અયાન મુખર્જી, અર્જુન કપૂર, અરુણોદય સિંહ સાથે બીજી સેલિબ્રિટીઓ પણ હૉલીવુડ ફિલ્મ એક્સ મેન જોવા પહોંચી હતી. રણવીરે ગ્રે કલરની ટી-શર્ટ પહેરેલી હતી અને માતે બ્લૅક ટોપું પહેરેલુ હતું. બીજી બાજુ કૅટરીના કૈફ પણ બ્લૅક ટી શર્ટમાં નજરે પડ્યાં. આ બંને સ્ટાર્સ ઑડી કારમાં સ્ક્રીનિંગ જોવા પહોંચ્યા હતાં અને બંને વચ્ચે યે જવાની હૈ દીવાની ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી બેઠેલા હતાં.
રણબીર કપૂરની આ વર્ષે બૉમ્બે વેલ્વેટ ફિલ્મ આવનાર છે કે જેમાં તેમનો રેટ્રો લુક જોવા મળશે, જ્યારે કૅટરીનાની આગામી ફિલ્મમાં બૅંગ બૅંગનો સમાવેશ થાય છે કે જેમાં તેમના હીરો હૃતિક રોશન છે. રણબીર-કૅટની જોડી આવતા વર્ષે જગ્ગા જાસૂસ ફિલ્મમાં દેખાશે. 2015માં કૅટરીના કૈફની ફૅંટમ ફિલ્મ આવશે કે જેમાં તેમના હીરો સૈફ અલી ખાન છે.

અર્જુન કપૂર
હૉલીવુડ ફિલ્મ એક્સ મેન જોવા માટે પહોંચ્યા 2 સ્ટેટ્સના હીરો અર્જુન કપૂર.

અયાન-રણબીર
એક્સ મેનના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં યે જવાની હૈ દીવાનીની જોડી અયાન મુખર્જી તથા રણબીર કપૂર પણ પહોંચ્યા હતાં.

એક જ કારમાં રણબીર-કૅટ
હૉલીવુડ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણબીર-કૅટ એક જ કારમાં પહોંચ્યા હતાં.

અયાન વચ્ચે
કહે છે કે એક જ કારમાં આવેલા રણબીર-કૅટ વચ્ચે અયાન મુખર્જી બેઠેલા હતાં.

ખુશખુશાલ રણબીર
લાઇટબૉક્સ થિયેટરે પહોંચેલા રણબીર કપૂર ખુશખુશાલ જણાતા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
