પિતરાઇ ભાઇ માટે રણબીરે કૅટરિનાને છોડી!

હેડલાઇન વાંચીને તમે ચોંકી ગયા હશો, પરંતુ સાચું માનો તો કંઇક આવું જ થયું છે, વાત જાણે કે એમ છે, રણબીર કપૂર પોતાના પિતરાઇ ભાઇ અરમાન જૈનની ફિલ્મ ‘લેકર હમ દિવાના દિલ'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે, એ માટે રણબીર કપૂરે પોતાનો ભાઇ ધર્મ નિભાવવાનો નિર્ણય કર્યો છે. અરમાનની આ પહેલી ફિલ્મ છે, જેના માટે તેને પરિવારજનોના સપોર્ટની જરૂર છે.

આ માટે રણબીર કપૂર કે જે વિદેશમાં પોતાની આગામી ફિલ્મ જગ્ગા જાસૂસની શૂટિંગ કરી રહ્યાં હતા, જેમાં તેની અભિનેત્રી તેની હાલની પ્રેમિકા કૅટરિના કૈફ છે, જેની સાથે તે કેપટાઉનમાં શૉપિંગ કરી રહ્યો હતો અને ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો હતો, માહિતી અનુસાર રણબીર શૂટિંગ અને કૅટરિના બન્નેને છોડીને ભારત આવી ગયો છે અને પોતાના પિતરાઇ ભાઇ અરમાનની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે.

હાલ ભારત સહિત વિશ્વભરમાં ફીફા ફીવર છે તેથી રણબીર કપૂરે પણ ફૂટબોલ મેચ રમીને અરમાનની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. મુંબઇમાં બન્ને ભાઇઓએ ફૂટબોલની મેચ રમી જેમાં રણબીર કપૂર વિજેતા થયો હતો. જીત બાદ રણબીરે અરમાનના હાર્ડ વર્કના વખાણ કર્યા અને કહ્યું કે અરમાનની આગામી ફિલ્મ માટે તે દૂઆ કરે છે, તેને આશા છેકે અરમાનનું કામ લોકોને ઘણું જ પસંદ પડશે.

નોંધનીય છેકે, અરમાન, આરિફ અલી નિર્દેશિત ‘લેકર હમ દિવાના દિલ' ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ચાર જૂલાઇએ આ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે દીક્ષા શેઠ પણ છે. તો ચાલો તસવીરો થકી આ સમાચાર પર વધુ પ્રકાશ પાડીએ.

ભાઇ માટે કૅટને છોડી

ભાઇ માટે કૅટને છોડી

રણબીર કપૂર પોતાના ભાઇ અરમાન જૈનની પહેલી ફિલ્મના પ્રમોશન માટે પોતાની ફિલ્મ જગ્ગા જાસૂસનું શૂટિંગ છોડીને આવતો રહ્યો છે, આ ફિલ્મમાં તેની અભિનેત્રી કૅટરિના કૈફ છે.

રણબીર અને અરમાન વચ્ચે ફૂટબોલ મેચ

રણબીર અને અરમાન વચ્ચે ફૂટબોલ મેચ

પ્રમોશન દરમિયાન રણબીર અને અરમાને એક ફૂટબોલ મેચ રમી, જેમાં રણબીરનો વિજય થયો હતો.

રાજ કપૂરની દિકરી રીમાનો પુત્ર છે અરમાન

રાજ કપૂરની દિકરી રીમાનો પુત્ર છે અરમાન

અરમાન જૈને પોતાના નાના રાજ કપૂરનો અભિનય ઘણો જ પસંદ છે. તેનું કહેવું છેકે જે પ્રકારે તેના નાના એ મેરા નામ જોકર ફિલ્મમાં જોકરની ભૂમિકા નિભાવી હતી, તેવી જ રીતે તે પણ એક દિવસ રૂપેરી પડદાં પર આ ભૂમિકા નિભાવશે. અરમાન, રાજ કપૂરની દિકરી રીમાનો પુત્ર છે.

નાનાની જેમ જોકર બનવા માગે છે અરમાન

નાનાની જેમ જોકર બનવા માગે છે અરમાન

તેણે કહ્યું કે, મને નાનાનો અભિનય પસંદ છે, મારા નાના અદ્ભૂત હતા. મે જ્યારે મેરા નામ જોકર જોઇ ત્યારે હું બાળક હતો અને મે વિચાર્યું કે મારા નાના ખરેખર જોકર છે, હું પણ એક દિવસ મારા નાનાની જેમ જોકર બનવાનું પસંદ કરીશ.

‘લેકર હમ દિવાના દિલ.'

‘લેકર હમ દિવાના દિલ.'

અરમાન, આરિફ અલી નિર્દેશિત ‘લેકર હમ દિવાના દિલ' ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ચાર જૂલાઇએ આ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે દીક્ષા શેઠ પણ છે.

કૅટરિના કૈફને અધવચ્ચે છોડી

કૅટરિના કૈફને અધવચ્ચે છોડી

રણબીર કપૂર પોતાનો ભાઇ ધર્મ નિભાવવા માટે ફિલ્મ જગ્ગા જાસૂસની શૂટિંગ અને કૅટરિના કૈફને અધવચ્ચે છોડીને ભારત આવી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X