Pics : રણબીર ઘેલાં કૅટરીનાએ વેચી સલમાનની કાર!
મુંબઈ, 31 જુલાઈ : રણબીર-કૅટ વચ્ચે પ્રણયની ચર્ચાઓ હવે ગરમ થઈ ચુક્યાં છે. ચારે બાજુ કૅટરીના કૈફ તેમજ રણબીર કપૂરની તસવીરો લીક થઈ ગઈ છે. હવે કૅટરીનાને કોઈનો ડર નથી અને તેઓ રણબીર સાથે ખુલ્લમખુલ્લા પ્રેમ કરવા તૈયાર છે.
સ્પેન ખાતેના દરિયા કિનારે રણબીર અને કૅટની અંતરંગ પળોની તસવીરો લીક થતાં હોબાળો મચી ગયો છે. આ તસવીરો લીક થયા બાદ કૅટ-રણબીર અંગે તરેહ-તરેહની ખબરો ફેલાવા લાગી છે. તેવી જ એક ખબર એમ છે કે રણબીરના પ્રણયમાં ઘેલા બનેલાં કૅટરીના કૈફે સલમાન ખાન દ્વારા તેમના જન્મ દિવસે ગત વર્ષે ગિફ્ટમાં અપાયેલ ઑડી કાર વેચી નાંખી છે. આ કાર સલમાને ગત વર્ષે 16મી જુલાઈના રોજ કૅટરીનાને તેમના જન્મ દિવસે ભેંટ કરી હતી. આ જ કારમાં બેસી કૅટરીના કૈફ રાજેશ ખન્નાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં.
હવે જાણવા મળે છે કે કૅટરીના કૈફ સલમાન ખાન સાથે જોડાયેલી તમામ યાદો ભુલાવી દેવા માંગે છે. રણબીર કપૂર સાથેના અફૅરના પગલે કૅટરીના એટલા ઘેલાં થઈ ગયાં છે કે તેમણે સલમાને ગિફ્ટમાં આપેલી કાર પણ વેચી નાંખી છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રણબીર સાથે બિકિનીમાં કૅટ
સ્ટારડસ્ટ પત્રિકામાં પ્રસિદ્ધ તસવીરોથી ખુલાસો થયો કે રણબીર-કૅટરીનાએ સ્પેનમાં રજાઓ ગાળી. એબીઝા બીચ ઉપર બંને અર્ધનગ્ન અવસ્થામાં દેખાયાં. તસવીરો ખૂબ જ ચોંકાવનારી છે.

ઋષિ-નીતૂ નારાજ
પુત્ર રણબીરને બિકિનીમાં કૅટ સાથે જોઈ ઋષિ-નીતૂ નારાજ છે. બંને રણબીર સામે નહીં, પણ મીડિયા સામે નારાજ છે.

ખુલાસાથી ખુશ છે કૅટરીના
કૅટરીના કૈફે જાતે તો આ અંગે કોઈ પ્રત્યાઘાત નથી આપ્યાં, પણ તેમની નજીકના એક સૂત્રે જણાવ્યું કે કૅટરીનાને આ તસવીરો લીક થતાં કોઈ વાંધો નથી. ઉલ્ટાનું કૅટરીના હવે પોતાની જાતને હળવા અનુભવે છે, કારણ કે હવે તેમનો અને રણબીરનો સંબંધ ખુલ્લો પડી ગયો છે અને બંને ગમે ત્યારે સાથે હરી-ફરી શકે છે.

સલમાનને ભૂલવા કાર વેચી
કૅટરીના કૈફ સલમાન ખાન સાથે જોડાયેલી તમામ યાદો ભુલાવી દેવા માંગે છે. રણબીર કપૂર સાથેના અફૅરના પગલે કૅટરીના એટલા ઘેલાં થઈ ગયાં છે કે તેમણે સલમાને ગિફ્ટમાં આપેલી કાર પણ વેચી નાંખી છે.

સલમાનના ફૅન્સ દુઃખી
રણબીર-કૅટ વચ્ચેના અફૅરે સલમાનના ફૅન્સને દુઃખી કરી દીધાં છે. ફૅન્સનું માનવું છે કે બૉલીવુડમાં કૅટરીનાને ઓળખ અપાવનાર સલમાન ખાન જ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
