જન્મ દિવસે પણ કામ કરશે રણબીર
મુંબઈ, 27 સપ્ટેમ્બર : બર્ફી ઑસ્કારમાં ગયા બાદ તો રણબીર કપૂર એક ઇન્ટરનેશનલ એક્ટર બની ગયો છે અને બૉલીવુડના ટૉપ એક્ટરો એટલે કે આમિર ખાન, શાહરુખ ખાન તેમજ સલમાન ખાનની લગભગ નજીક પહોંચી ગયાં છે. આવતીકાલે એટલે કે 28મી સપ્ટેમ્બરે આ જ નવા સુપરસ્ટારનો જન્મ દિવસ છે. આ વખતે રણબીર કઈંક વિશેષ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવવાનો છે. તો આવો જાણીએ કે કઈ રીતે ઉજવશે રણબીર પોતાનો જન્મ દિવસ?

રણબીર કપૂર એમ તો આજકાલ બહુ જ ચર્ચાના ચકડોળે છે. તે જે કઈં કહી દે, તે આજની તારીખમાં એક સમાચાર છે. તાજેતરમાં જ રણબીર કપૂરે જણાવ્યં કે તે હવે લગ્ન કરી શેટલ થઈ જવા માંગે છે અને હાલ તે પોતાની મનપસંદ છોકરીની શોમાં છે. પરંતુ રણબીર પાસે સમય જ ક્યાં છે છોકરી શોધવાનો? તે તો પાતાના જન્મ દિવસે પણ ક્યાંય દેખા દેશે નહિં, કારણ કે આ વખતે તે પોતાનો જન્મ દિવસ કામ કરતા-કરતા વિતાવશે. તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં રણબીર કપૂરના માતા અને પૂર્વ બૉલીવુડ અભિનેત્રી નીતૂ કપૂરે જણાવ્યું હતું કે આ વર્ષે રણબીરનો જન્મ દિવસ સામાન્ય દિવસોની જેમ જ રહેશે અને તે યે જવાની હૈ દીવાનીનું શુટિંગ કરતાં પોતાનો જન્મ દિવસ ઉજવશે.
હવે રણબીરની આવી વિશેષ રીતે જન્મ દિવસ ઉજવવાની વાત સાંભળી સૌપ્રથમ તો એ જ ખ્યાલ આવી રહ્યો છે કે ક્યાંક રણબીર હવે એલિજિબલ બેચલર બનવા અંગે કઈંક વધુ જ સીરિયસ છે અને તે હવે એક ચંચળ હીરો નહિં, પણ એક જવાબદાર માણસ બનવાની કોશિશ કરી રહ્યો છે, જેને માટે તેનું કામ પહેલાં છે, જન્મ દિવસ પછી. જો આવી જ હાલત રહી, તો તે દિવસ દૂર નથી, જ્યારે રણબીરની આ વાતોથી ઇમ્પ્રેસ થઈ દરેક છોકરી રણબીર સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય. પછી રણબીરને પોતાની મનપસંદ છોકરી મેળવવામાં પણ કોઈ મુશ્કેલી નહિં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
