રણબીર મારો રેકૉર્ડ તોડે તો ગર્વ અનુભવીશ : કરીના
મુંબઈ, 19 ડિસેમ્બર : ફિલ્મ રિફ્યુજી દ્વારા હિન્દી સિનેમામાં પગલા મૂકનાર કરીના કપૂરે અત્યાર સુધી 6 ફિલ્મફૅર ઍવૉર્ડ પોતાના નામે કર્યા છે. પોતાની આ સફળતા પર ગર્વ અનુભવતાં કપૂર ખાનદાનના ચોથી પેઢી કરીના કપૂર ખાને જણાવ્યું કે તેમને સારૂં લાગે છે કે જ્યારે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ મળે છે.

તેમણે જણાવ્યું - મારા 12 વર્ષના કૅરિયરમાં મને અડધો ડઝનથી વધુ ઍવૉર્ડ મળી ચુક્યાં છે અને આશા સેવુ છું કે આગળ પણ મળતાં રહેશે. આ ઍવૉર્ડ મારા મૃત્યુ સુધી મારી સાથેરહેશે. માણસને તે વખતે સૌથી વધુ ખુશી પ્રાપ્ત થાય છે કે જ્યારે લોકો તેના વખાણ કરે છે.
કરીનાએ સાથે એમ પણ જણાવ્યું કે તેમના આ રેકૉર્ડને તેમનો પિતરા ભાઈ રણબીર કપૂર તોડી શકે છે, કારણ કે મેં 12 વર્ષમાં 6 ઍવૉર્ડ મેળવ્યાં છે, તો તે માત્ર 5 જ વર્ષમાં 4 ઍવૉર્ડ મેળવી ચુક્યો છે. એવામાં મારા માટે ગૌરવનો સમય હશે કે જ્યારે રણબીર મારો રેકૉર્ડ તોડશે.
આપને જણાવી દઇએ કે હિન્દી સિનેમામાં અત્યાર સુધી સૌથી વધુ ફિલ્મફૅર ઍવૉર્ડ જીતવાનો રેકૉર્ડ ગ્રેટ શો મૅન રાજ કપૂરના નામે રહ્યો છે કે જેમણે 11 ફિલ્મફૅર ઍવૉર્ડ મેળવ્યા હતાં. કરીનાના દાદા બાદ કરીના જ કપૂર ખાનદાનના સૌથી વધુ ઍવૉર્ડ પામનાર હસ્તી છે. આજકાલ કરીનાની ગણતરી ટૉપ 3 અભિનેત્રીઓમાં થાય છે, તો રણબીરે પોતાની ચુનંદા ફિલ્મો વડે જ લોકોના દિલોમાં સ્થાન મેળવી લીધું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
