રણબીર કપૂર-આલિયા ભટ્ટ આજે લેશે સાત ફેરા, વરરાજાની માએ જણાવ્યુ ક્યાં થશે લગ્ન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે એટલે કે આજે 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જાણો નીતુ કપૂરે શું કહ્યુ.
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે એટલે કે આજે 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રણબીર કપૂરની મા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે બુધવારે(13 એપ્રિલ) પાપારાજી પાસે પુષ્ટિ કરી હતી કે લગ્ન ખરેખર 14 એપ્રિલે જ થશે. વળી, 13 એપ્રિલની રાતે આલિયા અને રણબીરની સજાવેલુ ઘર પણ એ વાતની પુષ્ટિ કરવા માટે પૂરતુ છે કે તેમના લગ્ન 14 એપ્રિલે જ થવાના છે. આવો, જાણીએ હલ્દીથી લઈને લગ્ન ક્યાં થશે.

રણબીર કપૂરના ઘર વાસ્તુમાં થશે લગ્ન
વરરાજાની મા અભિનેત્રી નીતુ કપૂરે જણાવ્યુ છે કે આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલે રણબીર કપૂરના ઘર વાસ્તુમાં થશે. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ 14 એપ્રિલના રોજ સવારે સૌથી પહેલા આલિયા અને રણબીરની હલ્દીની રસમ થશે. જેમાં પરિવાર અને નજીકના લોકો જ શામેલ હશે. વળી, બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે આલિયા અને રણબીર લગ્ન કરશે. નીતુ કપૂર અને રિદ્ધિમા(રણબીરની બહેન)એ ખુદ એ વાતની પુષ્ટિ કરી છે કે લગ્ન 14 એપ્રિલે થશે પરંતુ આ પહેલા રણબીરના કાકા રણધીર કપૂરે કહ્યુ હતુ કે લગ્ન 15 એપ્રિલે થવાના છે.

13 એપ્રિલે થઈ ચૂકી છે મહેંદીની રસમ
મહેંદીની રસમ બુધવારે રણબીરના ઘરે વાસ્તુાં થઈ. નીતુ, રિદ્ધિમા અને તેની દીકરી સમારા, કરીના કપૂર અને કરિશ્મા કપૂર, રીમા જૈન અને અરમાન જૈન, શ્વેતા નંદા અને દીકરી નવ્યા નવેલી નંદા જેવા રણબીરના પરિવારના સભ્યો સમારંભમાં જોવા મળ્યો. સમારંભ દરમિયાન આલિયા તરફથી તેની મા સોની રાઝદાન, પિતા મહેશ ભટ્ટ અને બહેનો પૂજા અને શાહીન ભટ્ટ હાજર હતી.

આલિયા માટે સાસુમાએ કહી આ વાત
નીતુ કપૂરને જ્યારે પાપારાજીએ ભાવિ વહુ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે, 'તેના વિશે હવે હું શું બોલુ, તે સૌથી સારી છે. ભગવાન તેને આશીર્વાદ આપે.' વળી, નણંદ રિદ્ધિમા કપૂર સાહનીએ કહ્યુ કે, 'તે બહુ પ્યારી છે યાર. બહુ પ્યારી છે, એક ગુડિયાની જેમ.'

લગ્ન પછી 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે આલિયા-રણબીરની ફિલ્મ
લગ્નની ઉજવણી જેવી શરુ થઈ, આલિયા અને રણબીરની બ્રહ્માસ્ત્ર ટીમે પણ કપલને શુભકામનાઓ આપી. આલિયા અને રણબીરને લઈને બ્રહ્માસ્ત્રમાં તેમના રોમેન્ટીક સીનને શેર કરવામાં આવ્યો. નાના વીડિયોમાં કેસરિયા ગીતની ઝલક પણ બતાવવામાં આવી. આલિયા અને રણબીરની બ્રહ્માસ્ત્ર એક સાથેની પહેલી ફિલ્મ છે, જે આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આલિયા-રણબીરની લવ સ્ટોરી
આલિયા અને રણબીરની પ્રેમ કહાની અયાન મુખર્જીના બ્રહ્માસ્ત્રના સેટ પર શરુ થઈ હતી. આલિયા અને રણબીરે 2018માં સોનમ કપૂર અને આનંદ આહૂજાના રિસેપ્શનમાં એક જોડા તરીકે પોતાની પહેલી સાર્વજનિક ઉપસ્થિતિ નોંધાવી હતી. આલિયા અને રણબીરે ઘણા પ્રસંગે કહ્યુ છે કે 2018માં તેમણે એકબીજાને ડેટ કરવાનુ શરુ કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
